ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

તેના પોતાના લોકો વડે ઝાખ્ખીને “પાપી” વ્યક્તિ ગણવામાં આવતો હતો કારણ કે તે કર ઉઘરાવનાર વ્યક્તિ હતો, એટલે કે એવો વ્યક્તિ જે રોમન લોકોને આપવા માટે તેના પોતાના લોકો પાસેથી તે કર ઉઘરાવતો હતો. સઘળાં આશયો અને હેતુઓમાં તે એક દેશદ્રોહી હતો. તેમ છતાં, ઈસુએ તેમને પોતાને તેના ઘરમાં આમંત્રણ આપ્યું અને તેની સાથે સમય વિતાવ્યો. તે દિવસનાં વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન, ઝાખ્ખી એક નવી ખાતરી પ્રાપ્ત કરીને, એક નવી જીવનશૈલી અંગે જાહેરમાં કબૂલાત કરે છે. વ્યક્તિગત કર્તવ્યનિષ્ઠા અને જાહેર ઉદારતામાંથી એક દાખલો તે છે. વિવેકબુધ્ધિ પર આવો અચાનક હુમલો કેમ થયો ? લોકો તમને જેના માટે જવાબદાર ઠેરવી શકે એવી જાહેર કબૂલાતનો દાવો સામેલ કરવાનો બોજો કેમ ? ઇસુએ ઝાખ્ખીને માટે સમય ફાળવ્યો, તેની અને તેનાં મિત્રોની સાથે બેઠા અને તેઓ જેવા હતા તેવા તેઓને પ્રેમ કર્યો અને તેઓ સંપૂર્ણપણે બદલાઈ ગયા માત્ર એટલું કહેવું સલામત દેખાતું હતું. આ લોકો તિરસ્કાર પામેલ લોક હતા. તેઓના જેવા લોકો સિવાય બીજા કોઈ તેઓને પસંદ કરતા નહોતા. તેમ છતાં. સમાજનાં અળખામણા લોકોને જોનાર એક રાબ્બીએ જયારે તેને પોતાને તેઓના વર્તુળમાં નાખવાનો પ્રયાસ કર્યો ત્યારે સઘળું બદલી કાઢયું.
પોતાને પૂછવાનાં સવાલો:
મારા શહેરનાં અળખામણા લોકો કે જેઓ ધિક્કાર પામેલાં, નકારાયેલા અને દુઃખિત જનો છે તેઓને જોવાનો સમય શું મેં ફાળવ્યો છે ?
તેઓને માટે હું ખ્રિસ્તનાં પ્રેમનું માધ્યમ થાઉં તેને માટે મારા જીવનમાં આવવા શું હું તેઓને આમંત્રણ આપું છું અથવા તેઓના જીવનોમાં શું હું પ્રવેશ કરું છું ?
读经计划介绍

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.
More