ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

40天中的第1天

બાઈબલ સાથેની આ ૪૦ દિવસોની યાત્રા દરમિયાન, આપણે ઈશ્વર અને પુરુષ (અથવા અમુક કેસમાં કોઈ સ્ત્રી પણ હોય શકે)ની વચ્ચે થયેલ વિવિધ મોઢામોઢ અરસપરસ વાર્તાલાપોનું નિરીક્ષણ કરનાર છીએ. આ પારસ્પરિક વાર્તાલાપોમાં, આ સાધારણ લોકોમાં ઈશ્વરે કઈ ખોજ કરી અને તેના પ્રત્યુતરમાં તેઓએ ઈશ્વરને કેવો પ્રતિભાવ આપ્યો તેનું નિરીક્ષણ આપણે કરીશું. આ વાતચીતો વાસ્તવિક દુનિયાની, સાધારણ વાતચીતો હતો પરંતુ તે બાબતોએ તેઓને ઈશ્વર કોણ છે અને તેઓ તેમને વધુ સારી રીતે કઈ રીતે જાણી શકે તેના નવા પ્રકટીકરણ વડે હંમેશા પરિવર્તિત કરી દીધાં હતા. એદન બગીચામાં આદમ અને હવાની સાથે ચાલનાર અને તેઓની સુરક્ષા અને દીર્ઘકાલીન આનંદ માટેના સરળ સૂચનો આપનાર ત્રિએક સર્જનહાર ઈશ્વર (એલોહિમ)નાં વિષયમાં આજે આપણે વાંચન કરીએ છીએ. તેઓ તેમના ઈરાદાઓની શંકા કરે છે, આપવામાં આવેલ તેમના સૂચનોનો ભંગ કરે છે અને તેમની સાથે તેઓ જે સંગતીનો આનંદ લેતા હતા તેને ખોઈ બેસે છે.ઈશ્વરે આદમને ધૂળમાંથી ઉત્પન્ન કર્યો અને તેમણે તેઓને આજ્ઞા આપી, “સફળ થાઓ અને વૃધ્ધિ પામો, પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.” ઉત્પત્તિ ૧:૨૮ (NKJV). આદમની પાંસળીમાંથી ઈશ્વરે હવાનું સર્જન કર્યું અને આદમની એક સહાયકારી થવા માટેની ભૂમિકા તેણીને તેમણે આપી. ઇસુ આ ધરતી પર આવ્યા ત્યાં સુધી પાપને લીધે આવેલ પતને આ શક્તિશાળી તથ્યોને કઠોર રીતે બદલી કાઢયા. તેમના ઉધ્ધારનાં સામર્થ્યને અગાઉથી દર્શાવી દેનાર બાબત ઉત્પત્તિ ૩ કલમ ૨૧ માં નજરે પડે છે જયાં આદમ અને હવાને માટે ઈશ્વર ચામડાંનાં વસ્ત્રો તૈયાર કરે છે જે વસ્ત્રો રક્ત વહાવ્યા વિના બની શકે એવું થઇ શકે નહિ. અનંતકાળનાં યુગોને માટે ઈસુના નિષ્પાપ રક્તે આપણા પાપોને ઢાંકી દીધાં અને આપણને ડાઘ વગર કરીને આપણને શુધ્ધ કરીને ધોઈ કાઢયા. તેમના દીકરા ઈસુની મારફતે આપણે ઈશ્વરની સમીપતામાં જવાની પસંદગી કરીશું કે તેમને હાથવેંત જાણીને સંતુષ્ટ અને આરામદાયક થઈને બેસી રહીશું તે એક અસલી સવાલ છે.

પોતાને પૂછવા માટેનાં સવાલ:
ઈશ્વરના ગુણ પર શું તમે કદીયે શંકા કરી છે ?
શું ડર અથવા પ્રેમથી ઈશ્વર સાથેનો તમારો સંબંધ પ્રેરણા પામે છે ?
ઈશ્વરની સાથેનાં સમીપતાનાં સંબંધને બદલે શું તમે તમારા સુખાકારીની વધારે પસંદગી કરશો ?

读经计划介绍

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More