ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

એમ્મોસનાં માર્ગે તેમના બે અનુયાયીઓની આગળ જયારે તે પ્રગટ થયા ત્યારે ઇસુએ તેમની ઝલક તેઓને દેખાડી. તેમણે પોતાને તેઓની આગળ સંપૂર્ણપણે પ્રગટ કરી દીધા નહિ પરંતુ તેમની સાથે તેઓના સર્વ વિચારો અને લાગણીઓને પ્રક્રિયાનાં વહેણમાં પ્રવાહિત થવા દીધા. ત્યારબાદ તે કેમ આવ્યા, મરણ પામ્યા અને ફરીથી સજીવન થયા તેનો ખુલાસો કરવા મૂસાથી આરંભ કરીને પ્રબોધકો સુધી બિંદુઓને જોડે છે અને સ્થિતિઓનો તેઓની આગળ ખુલાસો કરે છે. જયારે તે તેઓને શીખવતા હતા અને સર્વ બાબતોનો ખુલાસો આપતા હતા ત્યારે તેઓની અંદર તેઓના હૃદયો ઉલ્લાસિત થતા હતા.
પુનરુત્થાન પામેલ તારનાર એ જ કામ કરે છે. તેમનો આત્મા આપણી સાથે સંગતી કરે છે, આપણને તેમના વચનોનાં માર્મિક સત્યો પ્રગટ કરે છે, આપણી સાથે બની રહેલ ઘટનાઓનો થોડો ભાવાર્થ ઉત્પન્ન કરવા માટે તે આપણા જીવનના બિંદુઓને જોડે છે અને આપણા હૃદયોમાં જોશને પ્રજ્વલિત કરે છે. આપણામાં અને આપણા વડે કાર્ય કરનાર પુનરુત્થાન પામેલ ઈશ્વરનાં આત્મા વિના આપણે જીવન જીવી શકતા નથી !
પોતાને પૂછવાનાં સવાલો:
પુનરુત્થાન પામેલ જીવન જીવવા શું તમે તૈયાર છો ?
આ વર્ષના બાકીના સમયમાં તમને દોરવા માટે ઈશ્વરના આત્મા માટે શું તમે અવકાશ આપશો ?
读经计划介绍

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.
More