ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

ધનવાન અને ઈશ્વરનું રાજય ઈશ્વરના માપની માફકનો કોયડો છે. તેઓની પાસે જે સઘળી સંપત્તિ છે તેના લીધે ઈશ્વર જે હસ્તક્ષેપ અથવા જોગવાઈ કરે છે તેની તેઓને માંગણી રહેતી નથી. જગતના ધારાધોરણ મુજબ ધનવાન થવાની બાબત ઈશ્વરના રાજયમાં ધનવાન થવાની બાબત સાથે તોલે આવતું નથી. તેનો અર્થ એવો થાય છે કે દરેક ધનવાન વ્યક્તિએ એક વાતના સારાંશ પાસે આવવું પડે છે કે જ્યાં તેઓને ભાન થાય છે કે તેઓ પાસે જે કંઈપણ છે તે ઈશ્વર પાસેથી છે અને આશીર્વાદરૂપ થવા માટે તેઓને આશીર્વાદ આપવામાં આવ્યો છે. આપણી પાસે જે સર્વસ્વ છે, તે ઈશ્વર પાસેથી જ મળેલ છે, આપણી સંપત્તિમાં વધારો કરવાની કુશળતા, કમાણી કરવાની અને તેનો સંગ્રહ કરવાની બાબત પણ તેમના તરફથી મળેલ આશીર્વાદ જ છે. સંપત્તિની સમજમાંથી જયારે આપણે ઈશ્વરને બાકાત કરીએ છીએ ત્યારે સમસ્યાની શરૂઆત થઇ જાય છે. અંદર પગપેસારો કરશે એવા કેટલાંક પાપોમાં સ્વાર્થી લક્ષ્યો, લોભ, સંગ્રહખોરી અને અહંકાર છે.
પૈસા ખરાબ છે એવું ઈસુએ કદીયે કહ્યું નહોતું. તેમણે કહ્યું હતું કે “પૈસા પ્રત્યેનો પ્રેમ” દુષ્ટતાનું મૂળ કારણ છે. ધરતી પર સંપત્તિ એકઠી ન કરવા પણ સ્વર્ગમાં એકઠી કરવાના વિષયમાં તેમણે ઘણાં સિધ્ધાંતો શીખવ્યા હતા. એ મુજબ કરવા માટેની એક રીત આપણે જેનાથી આશીર્વાદ પામ્યાં છે તે બાબતોમાં ઉદાર થવાની બાબત છે. જરૂરતમંદ અને પછાત લોકો આપણી ચારેકોર છે. સમય આવી ચૂક્યો છે કે તેઓને માટે આશીર્વાદરૂપ થવાનું આપણે શીખી જઈએ.
પોતાને પૂછવાનાં સવાલો:
જગતના કે ઈશ્વરના રાજયનાં ધારાધોરણો મુજબ હું પોતાને ધનવાન સમજું છું ?
આજે હું કોને આશીર્વાદ આપી શકું ?
读经计划介绍

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.
More