ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

જે મિત્રો તમને ઈશ્વરની ઉપસ્થિતિમાં લઇ જાય છે તેઓ એવા મિત્રો છે જેઓને તમારે પકડી રાખવાની જરૂરત છે. આ લોકો એક લકવાગ્રસ્ત માણસને ઈસુની પાસે લઈને આવ્યા હતા. ઈસુએ પોતાની સત્યતાએ તેને કહ્યું, “દીકરા, આનંદ કર, તારા પાપોની માફી તને આપવામાં આવી છે.” હા એ વાત સાચી છે કે આ શબ્દોએ ધર્મશાસ્ત્રીઓને વિચારવાનો મોકો આપી દીધો કે તે દુર્ભાષણ કરી રહ્યો છે પરંતુ હકીકતમાં તો, ઈશ્વર તરીકે તે જે કરી શકે તે જ કામ તે કરી રહ્યા હતા. રમૂજની વાત ગણાય કે ઇસુ તેઓના વિચારોને જાણીને તેઓને માટે તેઓને બોલે છે. ઘણીવાર આપણે મુલાયમ વાતો બોલ્યા છીએ પરંતુ આપણા વિચારોને કડવાશ, ટીકા ટિપ્પણી અને ઈર્ષ્યાનાં ઘોડાપૂરને પણ અનુમતિ આપી છે. આપણા વિચારોને માટે પણ આપણે ઈશ્વરની આગળ હિસાબ આપવો પડશે તે વાતને આપણે યાદ રાખવું જોઈએ કેમ કે જે આપણી અંદર છે તે આખરે બહાર નીકળી આવશે. તે આપણી આસપાસ વિનાશ લાવવાનું કારણ થઇ શકે અથવા શાંતિ સ્થાપિત કરી શકે છે.
પોતાને પૂછવાનાં સવાલો:
શું હું એવો મિત્ર છું જે બીજાઓને પ્રાર્થનામાં ઈશ્વરના સિંહાસન પાસે લઇ જાઉં છું ?
શું મારા જીવનમાં કાયમ ચાલતો હોય એવો કોઈ વિચાર અથવા વિચારો છે જેઓને ઈશ્વર મારામાં બદલાવાની ઈચ્છા રાખતા હોય ?
读经计划介绍

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.
More