ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

40天中的第24天

યહૂદી પ્રજા તેનું આકલન કરી શકે તેના પહેલાં કૃપાનાં વિચારને કનાનની એક બિન યહૂદી સ્ત્રી સમજી ગઈ હતી. ભલે તે શબ્દો કઠોર અને બેપરવા લાગતા હોય તોપણ ઈસુના શબ્દો તેણીનું અપમાન કરવા માટેના નહોતા, તેને બદલે, તેણીનાં વિશ્વાસમાં વધારો કરવા માટે તે તેણીને માટે ઉપયોગ કરે છે. આ ભાષાપ્રયોગમાં, બાળકો માટેની રોટલી કૂતરાઓને આપવી ઉચિત નથી એવું ભોજનનું દ્રષ્ટાંત જ્યારે ઇસુ વાપરે છે ત્યારે તેના પ્રત્યુતરમાં તેણી જણાવે છે કે માલિકનાં મેજ પરથી રોટલીનાં જે ટૂકડાં પડે છે તે કૂતરાં ખાય છે. તેણીના માલિક તરીકેની અને તેણી જાણતી હતી કે ભલે તે મેળવવાને લાયક નથી તોપણ તે તેણીને માટે કશુંક તો આપશે એવી ઇસુ પ્રત્યેની તેણીની સમજે તેણીને માટે કામ કરવા ઈસુને ઉત્પ્રેરિત કર્યો.

એવા ઘણા સમયો આવે છે કે જયારે ઈશ્વર પાસેથી આપણે એવી માંગણીઓ કરીએ છીએ કે જે આપણે કેમ માંગીએ છીએ તે જાણતાં હોતા નથી અથવા આપણે તેમની પાસે ખોટા ઇરાદાથી માંગણી કરીએ છીએ. આ પ્રકારનાં શબ્દપ્રયોગો છે જેઓ આપણે કેમ વિશ્વાસ કરીએ છીએ તેના વિષે અને ઈશ્વરના પરાક્રમ, ઉપસ્થિતિ અને યોજનાઓ વિષે ક્યાં કોઈ શંકા રહેલી છે તેની અનુભૂતિ આપણે સ્પષ્ટતાથી કરી શકીએ છીએ. આપણે તેમના પ્રેમ, માફી અને સાજાપણા માટે લાયક તો નથી જ અને તેમ છતાં આપણે તેમના પર કેટલાં આધારિત છીએ તેના વિષે પણ આપણે સભાન થઈએ છીએ.

પોતાને પૂછવાનાં સવાલો:
કોઈને રજૂ કરવા માટેની તૈયારી કરવા માટે હું મારા વિશ્વાસને કઈ વધુ સારી રીત વડે પ્રગટ કરી શકું ?
શું ઇસુ મારા માલિક છે ? મારે તેમની સેવા કરવું જોઈએ કે તેમણે મારી સેવા કરવું જોઈએ ?

读经计划介绍

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More