ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

ઝભ્ભાની કોર વ્યક્તિના પોશાકનો અંતિમ નીચલો છેડો હોય છે. બાર વરસથી લોહીવાની લાંબી માંદગીથી પીડાતી એક સ્ત્રીએ રોગમુક્ત થવા માટે ઈસુના ઝભ્ભાની કોરને અડકવાની તક ઝડપવાનો નિર્ણય કર્યો. તેણીએ બાકીનાં બધા વિકલ્પો અજમાવી જોયા હતા પરંતુ કશુંયે લાભ થયો નહોતો. આ પ્રયાસ લગભગ તેણીનો અંતિમ વિકલ્પ હતો અને તેમ છતાં ઈસુના સામર્થ્યમાં તેણીનો વિશ્વાસ સ્પષ્ટ અને દ્રઢ લાગે છે. તે અજાયબ કહેવાય કે તેમની સાથે ધક્કામુક્કી કરનારું મોટું ટોળું હોવા છતાં તેમનામાંથી પરાક્રમ નીકળ્યું તે તેમણે જાણ્યું અને જાણ્યું કે કોઈએ તેમને સ્પર્શ કર્યો છે. જયારે તેમણે તે અંગે પૂછપરછ કરી ત્યારે તેણી આગળ આવી અને તેણીની આપવીતી પ્રગટ કરી. જયારે તે તેણીને જણાવે છે કે તારાં વિશ્વાસે તને સાજી કરી છે ત્યારે તેણીનાં સાજાપણાની ખાતરી થઇ જાય છે !
જયારે આપણા જીવનમાં ચમત્કારની જરૂર પડે ત્યારે ઘણીવાર આપણે “મને શું જોઈએ છે તે ઈશ્વર પહેલાથી જ જાણે છે” અથવા “કદાચ સદાકાળને માટે આવું જ રહેવાનું છે” જેવું બોલીને પાછા હઠી જઈએ છીએ. એવું પણ હોય શકે કે તમારે જે કરવાનું છે તે તો માત્ર તારનારની વધારે નજીક જવું કે જેથી સાજાપણાનું તેમનું સામર્થ્ય તમારામાં પ્રવાહિત થઇ જાય. એવું પણ થઇ શકે કે તમારા ચમત્કાર માટે વર્ષો સુધી રાહ જોયા પછી ઈસુની વધારે નજીકનાં અને પોતીકા થઈને “તેમના વસ્ત્રની કોરને” અડકવાનો તમારો સમય આવ્યો હોય.
પોતાને પૂછવાનાં સવાલો:
મને સાજો કરવા માટે ઈશ્વરની આગળ ખુલ્લું કરવા હું ગભરાતો હોઉં એવું કોઈ ક્ષેત્ર શું મારા જીવનમાં છે ?
મારા જીવનમાં શું કોઈ એક શિસ્ત હોવાની જરૂરત છે જે મને ઈશ્વરની ઉપસ્થિતિમાં જવા માટે ધક્કો મારવા મદદગાર થતું હોય ?
读经计划介绍

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.
More