ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

જેઓ નિયમશાસ્ત્રનું શિક્ષણ આપતા હતા એવા “ધાર્મિક” લોકોમાંનો એક અને તેઓનું ચુસ્તપણે પાલન કરનાર એક ધર્મશાસ્ત્રીને ઇસુ મળ્યા. ઈસુની પાછળ ચાલવાના વિચાર અંગે આ ધર્મશાસ્ત્રી આવેગમાં આવી ગયો હતો એવું લાગે છે પરંતુ તેમને અનુસરવાના મૂલ્ય અંગે તે સભાન નહોતો. તે જીવન કેવું હોય શકે તે જોવા માટે ઇસુ તેને મદદ કરે છે - તેમાંથી એક બાબત આ હોય શકે કે તેનું માથું મૂકવા માટે તેની પાસે સ્થાન પણ ન હોય.
શિષ્ય થવાની બાબત ભારે મૂલ્યની માંગ કરે છે અને ઘણીવાર એવી માંગણીઓ કરશે કે ઈશ્વરની સમક્ષ આપણે જે છીએ અને આપણી પાસે જે સર્વસ્વ છે તેને અર્પી દેવાની આપણે ઈચ્છા રાખીએ. ઈસુએ કદીયે કોઈની પાસેથી સમર્પણની બળજબરીથી માંગ કરી નહોતી પરંતુ તેમની પાછળ ચાલતી વખતે તેઓએ કઈ બાબતોનો સામનો કરવો પડશે તે અંગે તેમણે તેમના શિષ્યોને સ્પષ્ટતાથી જણાવ્યું હતું. સમર્પણ એટલે નિયંત્રણ કરવાની આપણી જરૂરતને ધીરે ધીરે ઈશ્વરના હાથોમાં સોંપી દેવું અને ઈશ્વરના હાથોમાં સંચાલન આપી દેવું કે જે આપણે કરી શકીએ તેના કરતા સૌથી વધારે સારી રીતે આપણી કાળજી રાખી શકે છે.
બલિદાનયુક્ત અને નિ:સ્વાર્થ જીવન માટે આપણા સુખો, વૈભવ અને વિપુલતાનો ત્યાગ કરવાની આપણી તૈયારી આપણું નિરીક્ષણ કરનાર જગતની સામે અલગતાઈ પ્રગટ કરી દેખાડશે.
પોતાને પૂછવાનાં સવાલો:
મારા સુખ સુવિધાઓને છોડી મૂકવા માટે હું કેટલો તૈયાર છું ?
મારા જીવનનાં કયા ક્ષેત્રોમાં મારે હજુ વધારે ઈશ્વરની સમક્ષ સમર્પિત થવાની જરૂરત છે ?
读经计划介绍

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.
More