ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

તેમના માટે બહાર ઊભા રહીને રાહ જોઈ રહેલા તેમના માતા અને ભાઈઓ તરફ કોઈ એક માણસે ઈસુનું ધ્યાન દોર્યું. તે એક સાદી ક્ષણનો ઉપયોગ પણ ઇસુ ઈશ્વરના રાજયનાં વિષયમાં હજુ વધારે કશુંક શીખવવા માટે કરે છે. તે તે માણસને જણાવે છે કે જેઓ તેમના સ્વર્ગમાંનાં પિતાની ઈચ્છા પૂરી કરે છે તેઓ(જેમ કે તેમના શિષ્યો) જ તેમના માતા અને ભાઈઓ છે. ઇસુ જે ઈશારો આપી રહ્યા હતા તે એ હતો કે તેમનામાં વિશ્વાસ કરીને એકવાર તેમની પાછળ ચાલવાનું આપણે શરૂ કર્યા પછી, ઈશ્વરના પરિવારમાં આપણને દત્તક લેવામાં આવે છે. હવે આપણે ખ્રિસ્તની સાથે (જેમ પાઉલ કહે છે તેમ) સહ વારસદાર છીએ. આપણે હવે તેમના દીકરા અને દીકરીઓ છીએ જેઓ તેમની ઉપસ્થિતિમાં નીડરતાથી આવી શકે છે. તેમણે દરેક વિશ્વાસીને સંતાન તરીકેનાં સ્થાને ઊંચા કર્યા છે જે તેની સાથે મહાન ફાયદાઓ અને મોટી જવાબદારીઓ પણ લઈને આવે છે ! ખ્રિસ્ત ઇસુમાં આપણા માટે જે ઘણા ઘણાં આશીર્વાદો આપવામાં આવ્યા છે તેઓના નામ લઈએ તો મફત પહોંચવાનો હક્ક અને અનંત વારસાનો લાભ છે. અમુક જવાબદારીઓ જે આપણી પાસે છે તે દુઃખોને તેના કામ આપણામાં પૂરા કરવાની અનુમતિ આપવી અને દરરોજ પવિત્ર આત્માથી ભરપૂર થઈને નવીનીકરણ પ્રાપ્ત કરવું કે જેથી આપણે તેમને મહિમા આપી શકીએ.
પોતાને પૂછવાનાં સવાલો:
ઈશ્વરના પરિવારના એક સભ્ય હોવાનાં કયા લાભ મને નજરે પડે છે ?
ઈશ્વરના સંતાન તરીકે મેં કઈ જવાબદારીઓને ટાળી મૂકી છે ?
读经计划介绍

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.
More