ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

40天中的第23天

પિતર એક ઘણો રસપ્રદ માણસ હતો અને નિ:સંદેહ યાદ રાખવાને લાયક શિષ્ય પણ હતો. તે ઈસુને પાણી પર ચાલતા જુએ છે અને તેમની સાથે ચાલવાની તે માંગણી કરે છે (અસાધારણ માંગણી). ઇસુ તેને આવવાનું આમંત્રણ આપે છે અને જયારે પિતર તે વાત માને છે ત્યારે તેણે તેની આસપાસના ભયાનક તોફાનને જોયું ત્યાં સુધી તે થોડી પળો માટે પાણી પર ચાલે છે. તે ડૂબવાનો હતો એવામાં ઇસુ તેમનો હાથ પકડી લે છે અને કોમળતાથી તેને ઠપકો પણ આપે છે. ઈસુએ પિતરને પૂછેલ સવાલ એવો છે કે જે આપણે પોતાના જીવનો માટે પણ પૂછી શકીએ છીએ. આપણા વિશ્વાસને ખેંચી પાડવા માટે અને ઈશ્વરના પરાક્રમ અને ક્ષમતાઓઓને ઓછું આંકવા માટે શત્રુ જે બે શસ્ત્રોનો ઉપયોગ કરે છે તે શંકા અને ડર છે. જયારે આપણે કપરાં સંજોગો અને દુઃખોથી ઘેરાયેલાં હોઈએ છીએ ત્યારે અમુકવાર તારનારને બદલે સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરવું આસાન થઇ જાય છે. શંકા અને ડરથી આપણે ભરચક હોય એવા સમયે પણ આપણને સહાય કરવા માટે ઈશ્વર પર ઇરાદાપૂર્વક નજર કરવાનો સમય આ હોય શકે.

પોતાને પૂછવાનાં સવાલો:
હાલમાં મારી પાસે છે એવા સૌથી મોટાં ડર કયા છે ?
ઈશ્વરના વિષયમાં મારી પાસે કઈ શંકાઓ છે જેને મારે ઈસુના ચરણોની પાસે લઇ જવાની જરૂર છે ?

读经计划介绍

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More