ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

40天中的第17天

રોમન સામ્રાજયનાં એક સુબેદાર પાસે માનવી ધારાધોરણ મુજબ અપાર અધિકાર હતો. તેની પાસે ચાકરો અને સૈનિકોની એક ટોળકી હતી કે જેઓને તે હુકમ આપી શકતો. દેખીતું છે કે આ સુબેદાર એક પસંદીદા વ્યક્તિ હતો, કેમ કે તેના ચાકરોમાંથી કોઈ એક ચાકર પ્રત્યે તે તેની દયા પ્રગટ કરે છે. તેના પરિવારના કોઈ એક સભ્ય માટે નહિ પરંતુ તેના એક નોકર માટે તે ઇસુ પાસે આવ્યો હતો. તે ઉપરાંત, કુદરતી અને અલૌકિક ક્ષેત્ર પર ઇસુને જે સત્તા અને અધિકાર છે તેને તે સમજતો હતો એવું દેખાય છે કેમ કે તે જે શબ્દ બોલશે તે તેના ચાકરને સાજો કરી દેશે એવો વિશ્વાસ કરીને તે તેમને માત્ર “એક શબ્દ બોલવા” વિનવણી કરે છે. તેના વિશ્વાસની પ્રશંસા ઇસુ તરફથી કરવામાં આવે છે અને અધૂરામાં પૂરું કે તે યહૂદી નહિ પરંતુ બિન યહૂદી વ્યક્તિ હતો. ઇસુમાં વિશ્વાસ કરનાર અને તેમના વચનોને જેમ છે તેમ જ સ્વીકાર કરનાર બિન યહૂદીઓમાં લગભગ તે સૌથી પહેલો યહૂદી હોય શકે. ઈસુનું નામ કેવું શક્તિશાળી છે તે અમુકવાર આપણે ભૂલી જઈએ છીએ. દ્રશ્ય અને અદ્રશ્ય ક્ષેત્રો પર ઇસુનો જે અધિકાર છે તેને આપણે અમુકવાર ભૂલી જઈએ છીએ. આપણે ડરમાં જીવીએ છીએ અને તે કેવા પરાક્રમી અને શક્તિશાળી છે તેની સમજણવિહોણા આપણે છીએ. રાજાઓનાં રાજા અને પ્રભુઓના પ્રભુ માટે જે કદર અને સમયનો અવકાશ આપણે આપવો જોઈએ તે ઘણીવાર આપણે શેતાનને આપી દઈએ છીએ. તેને બદલવાનો સમય તે આવી ચૂક્યો હોય !

પોતાને પૂછવાનાં સવાલો:
મારા માટે ઈશ્વરની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે મારા જીવનમાં શત્રુની સામેલગીરી અંગે શું હું મન ચોંટાડી રાખું છું ?
દ્રશ્ય અને અદ્રશ્ય જગતનાં સર્વસ્વ પર ઇસુનો જે અધિકાર છે તેના વિષે સભાન થઈને હજુ વધારે દ્રઢતાથી હું કઈ રીતે જીવી શકું ?

读经计划介绍

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More