ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

યહૂદીઓનાં નિયમ મુજબ કોઢીયાઓને ધાર્મિક રીત મુજબ અશુધ્ધ ગણવામાં આવતા હતા. તેઓ સામાજીક રીતે બહિસ્કૃત થયેલા હોવાને લીધે તેઓને શહેરની બહારનાં સીમાડામાં વસાહત આપવામાં આવતા હતા. જયારે તેઓ બાકીનાં શુધ્ધ લોકોની આસપાસમાં હોય ત્યારે તેઓની હાજરી અંગે તેઓને સજાગ કરવા માટે તેઓએ “અશુધ્ધ, અશુધ્ધ” જેવા શબ્દોનો ઉચ્ચાર કરવો પડતો હતો. કેવું દુ:ખદ અસ્તિત્વ ! તેમ છતાં જયારે ઈસુએ આ ધરતી પર આવીને લોકોની સેવા કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે માત્ર તેઓનો સ્વીકાર કર્યો એટલું જ નહિ, પરંતુ તેમણે હકીકતમાં તેઓને સ્પર્શ કરીને સાજાપણું આપ્યું. તમે સાચું વાંચ્યું - તેમણે તેઓનેસ્પર્શ કર્યા. તેઓ પાસે ખુલ્લાં, પરુવાળા ઘા હશે તેની તેમણે કોઈ દરકાર કરી નહિ. તેઓ ચેપી હોય શકે તેની તેમણે દરકાર કરી નહિ. કરૂણા અને સાચા પ્રેમથી તેમણે તેઓને સ્પર્શ કર્યો. આ કોઢિયાનો ખચકાટ કે જો તે તેને સાજો કરવાની “ઈચ્છા રાખતા” હોય તો ભાષાપ્રયોગને ‘ તે ઇચ્છે છે’ બોલીને જે પ્રત્યુતર આપે છે તે સંબોધન ઘણું સુંદર છે ! આપણી અશુદધતા, ભલે તે ગમે તેવી દેખાતી હોય, ઈસુને ઢાંકી દેતી નથી. તમે જ્યાં છો ત્યાં જ તમને મળવા અને તમારા સડેલાં, તૂટેલાં અને ગંધાતા ઘાઓને સાજા કરીને તમને ફરીથી સંપૂર્ણપણે પુનઃ સ્થાપિત કરવા તે અતિશય ઉત્સુક છે. તમે તેમના પ્રત્યે કેટલાં ખુલ્લાં થાઓ છો તેના પર સઘળો મદાર છે.
પોતાને પૂછવાનાં સવાલો:
તમારો કોઈ અંશ અશુધ્ધ હોય એવું શું તમે જાણો છો ?
શું તમે ઈસુને પોકારીને તમારી પીડામાં તેમને આમંત્રણ આપશો ?
તમારા જીવનનાં અશુધ્ધ ભાગોને અડકીને તમને સાજા કરવાની અનુમતિ શું તમે તેમને આપશો ?
读经计划介绍

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.
More