ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

40天中的第15天

વિશ્વમાં ખ્યાતનામ હોય એવી કેટલીક વાતચીતોની નોંધ બાઈબલ કરે છે જેઓમાંથી એક અરણ્યમાં શેતાન અને ઇસુ વચ્ચે થયેલ વાતચીત છે. ઈસુએ ચાળીસ દિવસો સુધી ઉપવાસ કર્યા પછી પવિત્ર આત્મા વડે તેમને અરણ્યમાં દોરી લઇ જવામાં આવ્યા. આ એક વિપરીત સંજોગમાં શેતાન દેખા દે છે અને ઈશ્વરનાં દીકરાની મશ્કરી કરવાનું શરૂ કરે છે. પથ્થરોને રોટલીમાં પરિવર્તિત કરવાની એક સસ્તી જાદુઈ યુક્તિને અજમાવવા ઈસુને જણાવીને તે સૌથી પહેલાં શારીરિક ભૂખનું સંબોધન કરે છે. પછી એક ઊંચી ઈમારત પરથી પોતાને નીચે ફેંકી દઈને પોતાને જીવતા રાખીને એક અદ્ભૂત કરામત દેખાડવાનો પડકાર તે ફેંકે છે. પછી છેવટે, જો તે તેની આગળ નમી જાય અને તેની આરાધના કરે તો જગતના સઘળાં દેશો પર રાજ કરવાની તક તે ઈસુને આપે છે. શત્રુને પાછો હઠાવવા માટે ઇસુ તેમના વચનોનો અથવા “જે શબ્દ સદેહ થયો” તે ઈશ્વરના “લેખિત વચન”નો ઉપયોગ કરે છે.

ઈશ્વર આપણું પરીક્ષણ કદીયે કરતાં નથી પરંતુ તે આપણી કસોટી કરવાની અનુમતિ આપશે કે જેથી આપણા વિશ્વાસની અસલીયત પ્રગટ થઇ શકે અને તેમના વચનરૂપી ખડક પર આપણા વિશ્વાસનો આધાર સ્થાપિત થાય. જો આપણે તેમના વચનને જાણતા નથી તો આપણે શત્રુની સામે કઈ રીતે યુધ્ધ કરી શકીશું ? તેના જૂઠાણાં અને ઠગાઈઓનાં મૂળિયાં આપણે કઈ રીતે ઉખેડી શકીશું ? આપણા હૃદયોમાં ઈશ્વરનું વચન ઊંડાણપૂર્વક સ્થાપિત થયેલ ન હોય તો દુષ્ટતા આપણા પર હાવી થઇ શકે અને આપણે કોના પક્ષનાં છીએ તે ભૂલી જઈ શકીએ. આપણને વિજેતાઓ કહેવામાં આવ્યા છે કેમ કે ઈસુએ પાપ અને મરણ પર જય પ્રાપ્ત કરી છે અને સર્વોચ્ચ વિજય તેમણે પ્રાપ્ત કર્યો છે. ઇસુમાં આપણે વિજેતાઓ કરતા વિશેષ છીએ. શત્રુની ચાલ અને કુયુક્તિઓ પર આપણે જયવંત થઈશું !

પોતાને પૂછવાનાં સવાલો:
શું શત્રુ મારી સાથે ચાલ રમી રહ્યો છે ?
શું મારી પાસે હાર માની લેનાર કે વિજેતાની વિચારધારા છે ?
તેને હરાવવા માટે મારે કયા શાસ્ત્રવચન પર ધ્યાન કેન્દ્રિત કરીને તેનો ઉપયોગ કરવો જોઈએ ?

读经计划介绍

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More