ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

40天中的第14天

ઇસુ અને તેમના દૂરનો પિતરાઈ ભાઈ યોહાન સેવાકાર્યમાં સમકાલીન હતા અને તેમ છતાં તે બેમાંથી એક પાસે મોટામાં મોટું સેવાકાર્ય હતું. યોહાન જાણતો હતો કે ઇસુ સ્વર્ગમાંથી આવેલા છે અને તે સ્વર્ગીય પિતાનાં વચનો બોલતા હતા. યોહાન પૃથ્વી પરનો હતો અને ઈસુની આગળ, ચાલીને પોકારનાર થવાનું અને તેમનો અંગીકાર કરવા માટે લોકોના હૃદયોને તૈયાર કરવા માટે તેને સોંપવામાં આવેલ સેવાકાર્યને તેણે પૂર્ણ પણ કર્યું. તેની સેવામાં જેઓ પસ્તાવો કરતા અને ઈશ્વરના રાજયનો અનુભવ કરવા જેઓ ઈચ્છુક હતા એવા લોકોને બાપ્તિસ્મા આપવાની સેવાનો સમાવેશ થાય છે.

ખ્રિસ્તનાં દરેક અનુયાયી માટે બાપ્તિસ્મા ઘણું મહત્વનું (જો ઈસુએ બાપ્તિસ્મા લેવાની પસંદગી કરી હતી તો આપણે પણ તેને વિકલ્પમાં મૂકવું જોઈએ નહિ)છે, તોપણ સૌથી મહત્વની બાબત પસ્તાવો અને નવા જીવનનાં ફળ ઉત્પન્ન કરીને જીવન જીવવાની બાબત છે. જ્યાં સુધી આપણે જીવિત છીએ ત્યાં સુધી પસ્તાવો કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે કેમ કે આપણે કદીયે સંપૂર્ણ થઇ શકનાર નથી. તેમના સામર્થ્ય વડે આગળ વધતા રહેવા ઇસુમાં આપણને માફી અને પુનઃસ્થાપના પ્રાપ્ત કરેલાં હોય એવા આપણે પોતાને જોઈએ છીએ. નવીનીકરણ દૈનિક બાબત છે જેમાં આપણે પોતાને ઈશ્વરને જેમ યોગ્ય લાગે તે રીતે આપણા જીવનોને શુધ્ધ, ભરપૂર અને ઉપયોગ કરવા સમર્પિત કરીએ છીએ.

આપણે જેમ જેમ આપણા જીવનોને પસ્તાવો અને નવીનીકરણ માટે સમર્પિત કરીશું તેમ તેમ ઈશ્વરના રાજયમાં આપણી ભૂમિકાને ધીરે ધીરે આપણે પ્રાપ્ત કરીશું અને સંભવિત ક્ષમતાએ જીવનને જીવી શકીશું !

પોતાને પૂછવાનાં સવાલો:
શું કોઈ એવી બાબત છે જેને માટે મારે પસ્તાવો કરવાની જરૂરત છે ?
નવીનીકરણની પ્રક્રિયા માટે મને પોતાને સંપૂર્ણપણે અર્પી દેતાં કઈ બાબત મને રોકે છે ?

读经计划介绍

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More