YouVersion Logo
Search Icon

સારો આરંભ કરીને કઈ રીતે મહાન સમાપ્તિ કરવુંSample

સારો આરંભ કરીને કઈ રીતે મહાન સમાપ્તિ કરવું

DAY 4 OF 6

તમે જેની આરાધના કરો છો તે વિષે સાવધ રહો

તમે કોને અથવા કઈ બાબતને આરાધ્ય ગણો છો ? તમારું ધ્યાન તમે જેના પર લાંબા સમય સુધી લગાવી રહો છો એવી કઈ બાબત છે ? તમે કઈ બાબત વિષે ખંતીલા છો ? તમારી આરાધના કોના પ્રત્યે સમર્પિત છે ? એ સંભવ છે કે ઉપરોક્ત સવાલો માટે તમારી પાસે ભિન્ન ભિન્ન ઉત્તરો હશે પરંતુ વાસ્તવિકતા એ છે કે જે કોઈ વ્યક્તિ અથવા જે કોઈ વસ્તુ તમારાં સઘળાં સ્નેહ અને ધ્યાનને ખેંચી લે છે તેની જ તમે આરાધના કરો છો. સંપૂર્ણ દુનિયામાં આપણે તેનો જવાબ ઈશ્વરના પક્ષમાં આપ્યો હોત, પરંતુ આપણે હવે એવા સમય અથવા યુગમાં જીવી રહ્યા નથી. ખલેલ પહોંચાડનારી બાબતો અનેક છે. પ્રયાસો પુષ્કળ માત્રામાં ભિન્નતા ધરાવે છે. સંભાવનાઓ અસીમિત છે. તો એકમાત્ર અને સાચા ઈશ્વર પ્રત્યેની આરાધનામાં આપણી વફાદારી અને સમર્પણ કઈ રીતે રહેશે ?

તેનો સાદો ઉત્તર એ છે કે આપણે તેમને આપણા પૂરેપૂરા હૃદયથી, પ્રાણથી, મનથી અને બળથી પ્રેમ કરીએ. જયારે આપણે ફરજ પડયાથી નહિ પણ પ્રેમથી તેમને શોધીએ છીએ ત્યારે તે પ્રયાસને પૂર્ણ રીતે બદલી કાઢે છે. ફરજ પડયાને લીધે નહિ પણ પ્રેમને લીધે જયારે આપણે તેમને આધીન થઈએ છીએ ત્યારે તે આપણા હૃદયના આંતરિક સ્થિતિને પૂર્ણ રીતે બદલી કાઢે છે. એકવાર આપણે તેમના પ્રત્યેના પ્રેમમાં વૃધ્ધિ કરવાનું શરૂ કરીએ છીએ પછી દેખીતો પ્રતિભાવ તેમની આરાધના કરવામાં પ્રગટ થાય છે. તેમના પ્રત્યેના આપણા પ્રેમને લીધે જયારે તે ઉભરાઈ ત્યારે આરાધના સૌથી વધારે અધિકૃત થઇ જાય છે. તેમણે આપણને પહેલા પ્રેમ કર્યો, હા, પરંતુ જયારે તે પ્રેમને અને કદીયે ખતમ ન થનાર તેની વિપુલતાને પકડી લેવાનો આપણે આરંભ કરીએ છીએ ત્યારે આપણી પાસે જે સર્વ છે તેનાથી તેમની આરાધના કરવાથી આપણે પોતાને રોકી શકતા નથી.

ઈસુના સાથી ચાહકોની સાથે મળીને સંગીતનાં માધ્યમથી ચર્ચમાં આપણે જે કરીએ છીએ તે આરાધના નથી. આપણા પોતાના જીવનો ઈશ્વરની આગળ એક અર્પણ તરીકે રજુ કરવામાં આવે તે આરાધના છે. શબ્દશઃ બોલીએ તો ખાવા, ઊંઘવા, કામ કરવા, અભ્યાસ કરવા, લગ્ન કરવા, બાળકોનું પોષણ કરવા, સંગતિ કરવાથી લઈને જે સઘળું આપણે કરીએ છીએ તે જયારે આપણે ખ્રિસ્તની પાસે એક અર્પણ તરીકે લાવીએ છીએ ત્યારે તે આરાધના બની જાય છે. જયારે તે આપણા જીવનોની આ સાધારણ લાગતી બાબતોને સ્પર્શ કરે છે ત્યારે તેઓ સુવાસિત અર્પણ બની જાય છે જે ઈશ્વરને મહિમા આપે છે અને આપણી આસપાસ જેઓ છે તેઓ સર્વને આશીર્વાદ આપે છે. શું તે અજાયબ નથી ?

ટીપ:

દૈનિક જીવનમાં તમે જે સઘળી બાબતોમાં સામેલ છો તેના વિષે વિચાર કરો. જે કરવા વિષે અથવા જેના વિષે તમે ખંતીલા છો તે બાબતોને ઉમેરી લો. પ્રાર્થનામાં તેઓને ઈશ્વરની પાસે લઇ જાઓ અને તે સર્વને આશીર્વાદ આપવા તેમને જણાવો અને તેમના મહિમા માટે તેઓનો ઉપયોગ કરો.

About this Plan

સારો આરંભ કરીને કઈ રીતે મહાન સમાપ્તિ કરવું

ઇસુમાં પોતાના હેતુ અને ઓળખને પ્રાપ્ત કરેલ ઈસુના દરેક યુવા અનુયાયીને માટે આ બાઈબલ યોજના લખવામાં આવી હતી. આશા છે કે તેઓમાંનો દરેક તેઓ જે સઘળું કરે તેમાં ઈસુને કેન્દ્રમાં રાખીને તેઓના જીવનની યાત્રાની શરૂઆત ના કેવળ ઉચ્ચ સ્તરે જવા આરંભ કરે પરંતુ તેની સમાપ્તિ પણ તેઓ સારી રીતે કરે.

More