સારો આરંભ કરીને કઈ રીતે મહાન સમાપ્તિ કરવુંSample

ઈશ્વરને સર્વોપરી રાખો
તેઓના ખ્રિસ્તી જીવનને ઉચ્ચ કક્ષાએ આરંભ કરવા ઇસુ ખ્રિસ્તમાં રહેલા દરેક વિશ્વાસીની એક મનોવૃત્તિ રહેલી છે. આ ઊંચી ઈચ્છા પર્વતના એક શિખરના જેવો અનુભવ લાગશે કારણ કે હાલમાં જ તમે સકળ સૃષ્ટિના ઈશ્વરને તમારા જીવનમાં આમંત્રિત કર્યા છે. તોપણ, તે બુધ્ધિમત્તાનું શિખર છે કારણ કે તે તમારા જીવન પર્યંતની સિધ્ધીઓ અને સ્મૃતિઓનાં શિખર સમાન બની રહેશે. તે દરેક ક્ષેત્રે જીવન પરિવર્તિત કરનાર અને જીવનને વ્યાખ્યા આપનાર થઇ રહેશે. આજ સુધી કર્યો હોય તેના કરતા વધારે હળવાશનો અનુભવ તમે કરશો કારણ કે હવે તમારાં પાપોને ધોઈ કાઢવામાં આવ્યા છે. ખ્રિસ્ત જે આઝાદી લાવે છે તેના લીધે તમે આજ સુધી કર્યો હોય તેના કરતા વધારે આઝાદીનો અનુભવ તમે કરશો. તમારી અંદર ઈસુને સજીવન કરનાર આત્મા તમારામાં હોવાને લીધે આજ સુધી કર્યો હોય તેના કરતા વધારે જીવંતતાનો અનુભવ તમે કરશો. વાહ !! કેવો અદ્ભૂત ધસારો !
તોયે, કપરું સત્ય એ છે કે થોડા દિવસો અને થોડા સપ્તાહો પસાર થયાં પછી આપણા સર્વના જીવનોમાં અનિવાર્યપણે પ્રવેશ કરનારી એવી પાછળ ધકેલનારી અને છોડી દેવાની બાબતોની ભાવનાઓનો અનુભવ થવા લાગે છે. તમારા પ્રાધ્યાપકની મારફતે આપવામાં આવેલ નકારાત્મક પ્રતિક્રિયા, તમારી માન્યતા મુજબ તે તમને પસંદ કરતો હોય એવી વ્યક્તિ તરફથી કરવામાં આવતો તમારો નકાર, તમારા પરિવાર સાથેનો તમારો સંઘર્ષ જેવી સમસ્યાઓ તમારા જીવનના બારણે આવીને ટકોર મારવાનું શરુ કરે છે. તમે જાણી જાઓ છો કે આ ખ્રિસ્તી જીવન કપરું છે કારણ કે તમારી પાસે જૂની સમસ્યાઓ યથાવત છે પરંતુ તમારી પાસે હવે એક નવો દ્રષ્ટિકોણ છે. તમારી પાસે પહેલાનું ભૌતિક વાતાવરણ યથાવત છે, પરંતુ તમારી પાસે રહેલા તમારા આત્મિક વાતાવરણમાં સુધારો કરવામાં આવેલ છે. કઈ રીતે આપણે એવી પરિસ્થિતિઓમાં કેવળ મનમેળ જ કરીએ છીએ એવું નથી પણ તેમાં કૂદી પડીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે તે જીવન છે ?
તમારી અગ્રીમતાઓની સૂચિમાંના શિખર પર તમે કઈ રીતે તમારાં સર્જનહાર, તારનાર અને સ્વામી ઈશ્વરની સાથેના તમારા સંબંધને જાળવી રાખશો ? શું કોઈ સૂચિ છે ? વારું, દરેકની પાસે એક તો છે. ભિન્નતા લાવનારી બાબત સર્વોચ્ચ સ્થાન કોણ અથવા શું લે છે તેના પર આધારિત છે. તમારાંમાં જે ઈશ્વરને તમે આમંત્રિત કર્યા છે, તે ત્યાં હોવા જરૂરી છે. જાણીબૂઝીને અને ઈરાદાપૂર્વક દરરોજ તે સંબંધની રચના કરવાની જવાબદારી હકીકતમાં તમારાં પર રહેલી છે. તે કરવાનો એક માર્ગ તમે બીજા કોઈપણ કામની શરૂઆત કરો તે પહેલા ઈશ્વરની સાથે વાતચીત કરવા દરરોજ અમુક ચોક્કસ સમય ફાળવવામાં છે. વાતચીત
કરવું એટલે તેમની સાથે બેસવું અને તેમના વચનનું મનન કરતા અને તેમની સાથે વાતો કરતા તેમની ઉપસ્થિતિનો આનંદ લેવો. તેમના વચનનું મનન કરવા તમારે ઈશ્વરને વધુ ઓળખવાનાં એકમાત્ર ઉદ્દેશ્યની સાથે તમારા બાઈબલ વાંચવાનો આરંભ કરવો પડશે. તમે જયારે પ્રાર્થનાનાં આત્મિક શિસ્તમાં પ્રવેશ કરો છો ત્યારે તમે ઈશ્વર અંગેની સમજણ અને આદર પ્રત્યે વૃધ્ધિ કરો છો. પ્રાર્થના બંને પક્ષે થતી વાતચીત છે જેમાં તમે ઈશ્વરની સાથે વાત કરો છો અને ઈશ્વરને તમારી સાથે વાત કરવા દો છો. યુવાન તરીકે તમારી આયુ ગમે તે હોય પરંતુ તમારી આસપાસ રહેલા અન્ય અવાજો કરતા વધારે ઈશ્વરના અવાજને પારખવા માટેનો સમય હમણાં જેવો બીજો કોઈ નથી ! જયારે ઈશ્વરને માટે તમે દરરોજ સમય ફાળવો છો, ત્યારે તમારા જીવનમાં અને જીવનની આસપાસ થનારી કોઈપણ બાબતો મૂંઝવણ અને ભ્રમણાઓનું સર્જન કરી શકશે નહિ. તમે જોઈ શકશો કે તમે તેમની ઉપસ્થિતિ અને તેમના વચનમાં સ્થિર રહ્યા છો તેના લીધે પહેલા કરતા વધારે શાંતિ અને આનંદનો તમે અનુભવ કરી રહ્યા છો. તમે આ ટેવને જીવનપર્યંતની ટેવ તરીકે અનુકરણ કરશો ત્યારે ભલે તમે ગમે તેવી રીતે શરૂઆત કરી હોય પરંતુ ઈશ્વર તમારી સાથે છે, તે તમારા માટે લડી રહ્યા છે અને તે દરેક સ્થિતિમાંથી ભલાઈને ઉત્પન્ન કરી રહ્યા છે તે જાણવાની વૃધ્ધિ સાથે દરેક દિવસની સમાપ્તિ કરશો.
ટીપ:
તમે તમારું બાઈબલ દરરોજ વાંચો છો ત્યારે તેમની ઈચ્છા મુજબ તમે જેને જુઓ અને સમજો એવી બાબતોને તમારી આગળ પ્રગટ કરવા પવિત્ર આત્માને અરજ કરો. તમારી પ્રાર્થનામાં, તમારાં બોલી રહ્યા પછી તેમનું સાંભળવાની એક આદત વિકસાવો.
About this Plan

ઇસુમાં પોતાના હેતુ અને ઓળખને પ્રાપ્ત કરેલ ઈસુના દરેક યુવા અનુયાયીને માટે આ બાઈબલ યોજના લખવામાં આવી હતી. આશા છે કે તેઓમાંનો દરેક તેઓ જે સઘળું કરે તેમાં ઈસુને કેન્દ્રમાં રાખીને તેઓના જીવનની યાત્રાની શરૂઆત ના કેવળ ઉચ્ચ સ્તરે જવા આરંભ કરે પરંતુ તેની સમાપ્તિ પણ તેઓ સારી રીતે કરે.
More
Related Plans

Create: 3 Days of Faith Through Art

After Your Heart

A Heart After God: Living From the Inside Out

Out of This World

Blindsided

The Revelation of Jesus

Wisdom for Work From Philippians

Unbroken Fellowship With the Father: A Study of Intimacy in John

Journey Through Leviticus Part 2 & Numbers Part 1
