YouVersion Logo
Search Icon

મહાન આદેશSample

મહાન આદેશ

DAY 3 OF 3

જવાનો આદેશ...પણ હું ક્યાંથી શરૂઆત કરું?

જ્યારે આપણે ખ્રિસ્તની સાથેની આપણી યાત્રામાં આગળ વધીએ છીએ ત્યારે

આપણામાં પ્રભુનો જે પ્રેમ છે તેનું ભરપૂરીપણું આપણને બીજા લોકો સુધી પહોંચવા

માટે પ્રેરિત કરશે.

મહાન આદેશ આપણને સુવાર્તાના સાક્ષી બનવા, ઈશ્વરની ભલાઈને પ્રગટ કરવા

અને ઈસુમાં પ્રાપ્ત થતા જીવનને બદલનાર સામર્થ્યની સાક્ષી આપવા માટે પ્રેરિત

કરે છે. ભલાઈનું દરેક કાર્ય, પ્રેમથી કહેવામાં આવેલ દરેક શબ્દ, તારણના ગહન

સત્યને જણાવવા માટેના મહાન આદેશનો ભાગ બને છે.

મહાન આદેશને અસરકારક રીતે પૂરો કરવા માટે આપણે પ્રથમ તો એ અદ્દભુત

વાતને વળગી રહેવાનું છે કે ઈશ્વરે આપણા માટે શું કર્યું છે. સુવાર્તા ફક્ત એક સારી

વાત જ નથી, પરંતુ જગતે ક્યારેય ન જાણ્યા હોય એવા મોટા સમાચાર છે!

ખ્રિસ્તના અનુયાયી તરીકે આપણે અસરકારક રીતે ખ્રિસ્તમાં પ્રાપ્ત થતા આનંદને

વહેંચીએ તે પહેલાં આપણે વ્યક્તિગત રીતે આ આનંદનો અનુભવ કરવાનો છે.

જ્યારે આપણે પ્રભુના સત્ય અને કૃપામાં ચાલીશું ત્યારે આપણે બીજા લોકોને

અંધકારમાંથી મુક્તિ પામવા માટે મદદરૂપ થઈશું.

સહુથી પ્રથમ તો આપણે જેવો આપણા પોતા પર કરીએ છીએ એવો જ પ્રેમ આપણા

પડોશીઓ પર કરવાનું કહેવામાં આવ્યું છે. આ પાયાનો સિદ્ધાંત છે, તેનો વિચાર

સરળ લાગે છે ખરો, પણ તે પ્રમાણે જીવવું પડકારજનક હોઈ શકે છે. પરંતુ જ્યારે

આપણે આપણા જીવનોમાં પ્રભુના અસ્તિત્વના મૂલ્યને અને તે જે રૂપાંતર લાવે છે

તેને ખરેખર સમજીએ છીએ, ત્યારે તે પ્રભુ ઈસુની ભેટને બીજા લોકોને આપવાની

સ્વાભાવિક ઈચ્છા બની જાય છે.

મહાન આદેશને પૂરો કરવામાં પ્રાર્થના પણ એક મહત્વનો ભાગ છે. જ્યારે આપણે

બીજા લોકો સાથે વાત કરીએ છીએ ત્યારે આપણે તેમના હ્રદયોમાં પ્રભુના વચનોના

બી વાવીએ છીએ, અને તેને પાણી પાઈએ છીએ, પણ તેને વૃદ્ધિ અને રૂપાંતર

આપનાર તો પ્રભુ જ છે. સુવાર્તા આપવાના આપણા પ્રયત્નોમાં આપણે પ્રાર્થનાના

સામર્થ્ય પર, પ્રભુના માર્ગદર્શનને શોધવા પર અને જેમની સાથે આપણે વ્યવહાર

કરીએ છીએ તેમના જીવનોમાં પ્રભુ હસ્તક્ષેપ કરે તે માટે પ્રભુ પર જ આધાર

રાખવો જોઈએ.

જ્યારે આપણે આપણી આસપાસના લોકો સાથે વ્યવહાર કરીએ ત્યારે ફક્ત પ્રભુનો

પ્રેમ જ આપણા શબ્દોને દોરવો જોઈએ, અને તેમની સાથેનો આપણો વ્યવહાર

ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરવાની એક તક બની જવો જોઈએ.

About this Plan

મહાન આદેશ

“મહાન આદેશ” વિષય પરની બાઈબલ વાંચનની યોજનામાં આપનું સ્વાગત છે, જે ખ્રિસ્તના દરેક શિષ્યને આગળ વધવા અને બધાને ખ્રિસ્તના પ્રેમને ઓળખવા માટે મૂકવામાં આવેલા દિવ્ય આદેશનું અન્વેષણ છે. બાઈબલ વાંચનની આ ત્રણ દિવસની યોજનામાં આપણે ઈશ્વરે આપેલા વ્યક્તિગત અને સામૂહિક આદેશને સ્વીકારવાના ગહન મહત્વનો અભ્યાસ કરીશું.

More