YouVersion Logo
Search Icon

મહાન આદેશSample

મહાન આદેશ

DAY 1 OF 3

જવાનો આદેશ – દરેક વ્યક્તિને બધા લોકો સુધી જવાનો આદેશ

“તેમણે તેઓને કહ્યું, “આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો.” – માર્ક 16:15

મહાન આદેશના ઊંડાણમાં આપણને એક ગહન સત્ય જોવા મળે છે કે – તે ફક્ત

આપણને આપવામાં આવેલી એક આજ્ઞા જ નથી પણ ઈશ્વરના અસ્તિત્વમાં

વણાયેલું સનાતન મિશન પણ છે.

મહાન આદેશ તો પ્રભુના હ્રદયની મહત્વની લાગણી છે.

પિતાએ પોતાના પુત્રને મોકલીને આ મિશનની શરૂઆત કરી, અને પછી પિતા અને

પુત્રએ પવિત્ર આત્માને મોકલી દીધો. હવે આપણને પ્રેમ અને ઉદ્ધારની દિવ્ય

વાતમાં જોડાવાનો આદેશ આપવામાં આવ્યો છે, ઈશ્વર આપણને મોકલે છે.

કેટલાક લોકોને કે કેટલાક સમયોને પસંદ કરવા દ્વારા મહાન આદેશને મર્યાદિત

કરવાની ગેરસમજોને દૂર કરીએ. આ આદેશ તો જેઓ પોતાને ખ્રિસ્તના શિષ્યો –

પ્રભુના બાળકો કહે છે તે દરેક લોકો સુધી ફેલાય છે.

આપણી પશ્ચાદભૂમિકા, યોગ્યતાઓ કે મર્યાદાઓ હોવા છતાં આપણને દરેકને આ

પૃથ્વી પર પ્રભુના રાજ્યનો ફેલાવો કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે.

આ મહાન આદેશમાં કોઈ દેશ કે પ્રદેશ બાકાત નથી. આપણે ઈસુના રૂપાંતરકારી

પ્રેમની સાક્ષી આપીએ છીએ, જે દરેક ઘવાયેલા કે પિડિત હ્રદયના ઉપચાર સાથે

સુસજ્જ છે અને વાટ જોઈ રહેલા દરેક આત્માઓને માટે ઉત્તર સમાન છે.

અનુકંપા અને દૃઢ માન્યતા સાથે આપણે ઈસુમાં પ્રાપ્ત થતી આશાને પ્રગટ કરીએ

છીએ અને કોઈપણ દેશને કે કોઈપણ વ્યક્તિના હ્રદયને સ્પર્શ કરવાનું મૂકી દેતા

નથી.

યાદ રાખો કે મહાન આદેશ ફક્ત એક સૂચન નથી પણ દિવ્ય આજ્ઞા છે. આ જગત

પ્રકાશ પ્રાપ્ત કરવાની, પ્રભુનો સાજાપણાનો સ્પર્શ પ્રાપ્ત કરવાની અને પ્રભુનો કદી

નિષ્ફળ ન જનાર પ્રેમ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે, અને આપણે તેમને ઈસુનો

પરિચય કરાવવાનો જ છે. આપણું દર્શન આપણી સરહદોની પાર જવું જ જોઈએ,

તેમાં દરેક દેશનો, દરેક લોકજૂથનો અને સત્ય માટે ભૂખ્યા હોય એવા દરેક

આત્માઓનો તેમાં સમાવેશ થવો જ જોઈએ.

આવો, આપણે એક હેતુ સાથે ઊઠીએ, એક દૃઢ નિશ્ચય સાથેનું મિશન રાખીએ અને

આપણને આપવામાં આવેલું તેડું પૂરું કરીએ.

About this Plan

મહાન આદેશ

“મહાન આદેશ” વિષય પરની બાઈબલ વાંચનની યોજનામાં આપનું સ્વાગત છે, જે ખ્રિસ્તના દરેક શિષ્યને આગળ વધવા અને બધાને ખ્રિસ્તના પ્રેમને ઓળખવા માટે મૂકવામાં આવેલા દિવ્ય આદેશનું અન્વેષણ છે. બાઈબલ વાંચનની આ ત્રણ દિવસની યોજનામાં આપણે ઈશ્વરે આપેલા વ્યક્તિગત અને સામૂહિક આદેશને સ્વીકારવાના ગહન મહત્વનો અભ્યાસ કરીશું.

More