YouVersion Logo
Search Icon

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાતSample

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

DAY 7 OF 40

નિર્ગમનનાં સમયથી ઇઝરાયેલ પરનાં તેનાં નેતૃત્વનાં સમગ્ર સમય દરમિયાન યહોશુઆ મૂસાની લગોલગ ચાલ્યો. મુલાકાતમંડપની બહાર અને ઈશ્વરના પહાડની તળેટીએ તે નિયમિત રીતે તે તેની રાહ જોયા કરતો હતો. આ રાહ જોવાની અને નિરીક્ષણ કરવાની બાબતોએ તેઓ સર્વને દોરનાર ઈશ્વર પ્રત્યે સન્માનની ઊંડી લાગણીઓ ઉત્પન્ન કરી હતી. મૂસાનાં મરણ પછી ઈશ્વરે કેવળ યહોશુઆની સાથે વાત કરી અને તેને બળવાન અને હિંમતવાન થવા પ્રોત્સાહન આપ્યું કારણ કે જેમ તે મૂસાની સાથે હતા તેમ તે તેની સાથે પણ રહેનાર હતા. વચનનાં દેશમાં લઇ જઈને તેઓને તેમાં વસાવવાનું એક વિશાળ કામ જેને આપવામાં આવ્યું હતું એવા લાખો લોકો પરના એક નવા લીડરને માટે તે કેવી અદ્ભૂત ખાતરીદાયક વાત હતી ! ઈશ્વરને આધીન થવામાં યહોશુઆએ કદીયે પાછી પાની કરી નહિ અને તે જ આજ્ઞાંકિતતાને લીધે તેને (અને તેની સાથે યફૂન્નેહનાં દીકરા કાલેબને)લોકોનાં ટોળામાંથી અલગ કરવામાં આવ્યો.

ઈશ્વર યહોશુઆને વારંવાર આપે છે એવી એક વધારાની આજ્ઞા એ છે કે નિયમશાસ્ત્ર તેની પાસેથી દૂર થવું જોઈએ નહિ. તે આજ્ઞા પોતે પણ ભારે હતી કેમ કે ઈશ્વરે મૂસાને (દસ આજ્ઞાઓ સિવાય પણ )ઘણી આજ્ઞાઓ આપી હતી. આ આજ્ઞાઓ, ઈશ્વરની સાથેનાં સંબંધની મારફતે વ્યક્તિના જીવનમાં જો આત્મસાત કરવામાં આવે તો તે અનુસાર જીવવામાં ઘણી સરળ છે. જયારે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ ત્યારે તેઓને જે પ્રસન્ન કરતી હોય એવી બાબતો આપણે કરીએ છીએ અને તે ફરજને લીધે કરવામાં આવતું કામ નથી. એના જેવું જ ઈશ્વર સાથેની આપણી ચાલ અંગે પણ છે. આપણી પાસે જે છે અને આપણે જે છીએ તે સર્વસ્વથી જયારે આપણે તેમને પ્રેમ કરીએ છીએ ત્યારે તેમની વાત માનવી અને તેમની આજ્ઞાઓ અનુસાર જીવવું બોજદાયક નથી.

પોતાને પૂછવાનાં સવાલો:
શું હું ઈશ્વરને પ્રગાઢ પ્રેમ કરું છું ? તેમના લેખિત વચનોથી શું હું જીવું છું ?
મારા જીવનમાં શું કોઈ એવું ક્ષેત્ર છે કે જેમાં ડર મારા પર હાવી થતો હોય ?
ઈશ્વર મારી સાથે છે તેના લીધે મારે “બળવાન અને હિંમતવાન” થવું જોઈએ તે વાત શું મારે પોતાને યાદ કરાવવી પડે છે ?

About this Plan

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More