YouVersion Logo
Search Icon

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાતSample

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

DAY 10 OF 40

એલિયા મહાન લોકોમાંનો એક હતો. લગભગ સૌથી મહત્વનો માણસ (સૌથી મહત્વનો પ્રબોધક). સૌથી વધારે દુરાચારી, અને સૌથી વધારે દુષ્ટ એવા શાસકોની જોડીઓની વિરુધ્ધમાં તે ઊભો થયો અને તેઓ બંનેને તેણે પડકાર ફેંક્યો. કઠોર લોકો સમક્ષ તેણે ઈશ્વરનાં સત્યનો પ્રચાર કર્યો અને તેની અવગણના કરવામાં આવતી હતી તોપણ તેની વાત પર તે કાયમ રહ્યો. તેની દ્રષ્ટીએ તે કરડો દેખાતો હતો તોપણ તેણે સઘળું ગુમાવી દીધું. કાર્મેલ પર્વત પર બઆલનાં પ્રબોધકો પર જે જીત તેણે હાંસિલ કરી હતી, તેના પરથી તેણે આનંદવિભોર થઈને મહાન કામો કરવા જોઈતા હતા. દુઃખની વાત એ હતી કે જયારે તેણે રાણી ઇઝેબેલ તરફથી તેને મારી નાખવાની ધમકી વિષે સાંભળ્યું ત્યારે તે નાહિંમત થઈ ગયો અને ગુપ્ત સ્થાને સંતાઈ જવા માટે નાસી ગયો. તે રોચક બાબત હતી કે નાસીને સંતાઈ જવા માટે ઈશ્વરે તેને કદી કહ્યું નહોતું પરંતુ તેણે તે મુજબ કરવાની પસંદગી કરી હતી પરંતુ ઈશ્વરે તેની કયામતી વિચારધારાને રોકી દીધી હતી. અરણ્યમાં બે લાંબી ઊંઘ લીધા પછી, જેના અંતરાલમાં તેને એક દૂત વડે ભોજન પણ ખાવા માટે આપવામાં આવ્યું હતું, તેને પ્રભુના પર્વત, હોરેબ પર્વત પર ચાળીસ દિવસની યાત્રા કરવા જણાવવામાં આવ્યું. તેને ઈશ્વર ત્યાં મળ્યા અને તેના કાનોમાં સૂચનો આપવામાં આવ્યા.

તે ત્યાં શું કરી રહ્યો હતો તેના વિષે જ્યારે કોઈએ તેને વારંવાર પૂછયું ત્યારે તેને જવાબ આપવા માટે એલિયા પાસે એક સ્ક્રિપ્ટ હતી. તેના ખરેખરા દુઃખ અને સ્વ-દયા પ્રત્યે ઈશ્વરે નવીન દર્શન અને ચોક્કસ હેતુ વડે પ્રત્યુતર આપ્યો. બે રાજાઓને અને એક પ્રબોધકને અભિષિક્ત કરવા એલિયાને ફરીથી મોકલવામાં આવ્યો અને તેની સાથે તેને પ્રગટ કરવામાં આવ્યું કે બઆલની આગળ આજ સુધી નમ્યા નથી એવા લોકોનો એક નાનો સમૂહ હજુપણ છે. ટૂંકમાં બોલીએ તો, નિરાશ થયા વિના, આશા રાખવા માટે ઈશ્વરે તેને એક કારણ આપ્યું.

પોતાને પૂછવા માટેના સવાલો :
મારા જીવનમાં આવેલ વિપરીત સ્થિતિને લીધે શું હું નિરાશ થયો છું ?
હાર માની લેવાની શું મને કદી ઈચ્છા થઇ ગઈ છે ?
મને આગળ શું ધપાવી રાખે છે ?

About this Plan

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More