YouVersion Logo
Search Icon

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાતSample

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

DAY 11 OF 40

જે બાબતો થનાર છે તેને જોનાર અને વફાદારીપૂર્વક તેને લોકો સુધી પહોંચાડનાર એક ચોકીદાર થવા માટે ઈશ્વરે હઝકીયેલને બોલાવ્યો. તે કામ ઘણું કપરું હતું કેમ કે તમારા પોતાના લોકોને પ્રચાર કરવાની બાબત ઘણી સંકોચ પેદા કરનારી છે અને જયારે તેઓ આજ્ઞાનો ભંગ કરનારા અને મૂર્તિપૂજક હોય ત્યારે તે બાબત હજુ વધારે ખરાબ થઇ જાય છે. તેમ છતાં ઈશ્વરનાં લોકોને ખરાબ અને સારાં એમ બંને સંદેશાઓને પહોંચાડવા માટે હઝકીયેલ ઘણો સંયમી હતો. આ પુસ્તકમાં સતત વહેતો વિષય ઈશ્વરનો મહિમા છે. જયારે ઇઝરાયેલનાં લોકોને શત્રુનાં ભૂમિમાં ગુલામ તરીકે લઇ જવામાં આવ્યા ત્યારે એક પ્રજા તરીકે ઇઝરાયેલનો મહિમા ગાયબ થઇ ગયો અથવા તેઓને એવું લાગ્યું. તોપણ તેમના પ્રબોધકોની મારફતે ઈશ્વર પ્રગટ કરે છે કે તે પોતે ઇઝરાયેલનો મહિમા છે. ગુલામી, દુઃખ અને ખોટની કપરી સ્થિતિઓ દરમિયાન પણ, ઈશ્વર તેઓની સાથે હતા. તે તેઓને છોડીને ગયા નહોતા. તેમનાથી વિમુખ થઇ ગયેલા તેમના લોકોને લીધે તે દુઃખી હતા અને તેમના મહાન પ્રેમને કારણે તેમણે તેઓને શિક્ષા કરી. ઈશ્વરનો મહિમા પૃથ્વીને ભરપૂર કરવાનું ચાલુ રાખે છે અને આપણે જેઓ તેમના પર પ્રેમ રાખીએ છીએ અને તેમનું અનુકરણ કરીએ છીએ તેઓ પર તેમનો મહિમા રહે છે. આત્માનાં સૌથી ઘેરાં અંધકારની ઋતુઓમાં પણ, જો આપણે તેમને પ્રેમ કરવાને વિચારાધીન અને સમર્પિત હોઈશું તો આપણા જીવનોમાંથી તેમનો મહિમા કદી ટળી જશે નહિ.

પોતાને પૂછવાનાં સવાલો:
કુદરતમાં અને મારી આસપાસ ઈશ્વરનો જે મહિમા છે તેને જોવા અને તેનો આનંદ લેવા શું હું સક્ષમ છું ?
આ વર્ષે મારા જીવનમાં ઈશ્વરનો મહિમા ક્યાં નજરે પડયો છે ?

About this Plan

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More