YouVersion Logo
Search Icon

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાતSample

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

DAY 5 OF 40

યાકૂબ એક એવો વ્યક્તિ છે જેને બીજા અનેક નામોથી ઓળખવામાં આવે છે. તે નામોમાંના કેટલાંક ઇબ્રાહિમનો પૌત્ર, ઠગ, એડી પકડનાર અને ચાલાક વ્યવસયિક માણસ જેવા નામો છે. જયારે તે એક રાતે એકલો હતો અને આખી રાત એક દૂતની સાથે મલ્લયુધ્ધ કરવાનું થયું તે વખતથી તે સઘળું તેના જીવનમાંથી બદલાય ગયું. આટઆટલા વર્ષો સુધી તેના મામા લાબાન અને તેના ઘણાં દીકરાઓનાં પ્રતાપે તેની મક્કમતામાં ઘણો વધારો થયો હોવાને લીધે પહોર થઇ ત્યાં સુધી મલ્લયુધ્ધને બંધ પાડવાનો ઇન્કાર તેણે કર્યો. આ ક્ષણે દૂત છૂટવાનો અવકાશ શોધે છે પરંતુ તેને તે આશીર્વાદ ન આપે ત્યાં સુધી યાકૂબે તેને છોડવાનો નકાર કર્યો. કેવો હઠાગ્રહ ! અને તેમ છતાં દૂતે તે મુજબ કર્યું. તે યાકૂબને તેનું નામ જણાવવા કહે છે (તેને તે ખબર નહોતી એટલે નહિ) કે જેથી તેનો પોતાનો ઈશ્વરની સાથે જ આમનોસામનો થયો હોવાને લીધે તેને ભાન થાય કે વાસ્તવિકતામાં તે કોણ હતો અને હવે પછી તે કોણ બનશે. યાકૂબ ઇસહાકનો ભાગેડુ સંતાનમાંથી ઇઝરાયેલ બન્યો કારણ કે તેણે ઈશ્વરનો અને માણસનો સામનો કર્યો અને જય પામ્યો. તે તો મોટામાં મોટી પ્રશંસા અને તેની સાથોસાથ ઉચ્ચ કક્ષાની લાયકાત પણ છે. યાકૂબમાં પરિવર્તન આવ્યું કેમ કે તેને આશીર્વાદ આપવા માટે તેણે ઈશ્વરની સાથે યુધ્ધ કરવાની ઈચ્છા દર્શાવી અને તેમાં તે જય પામ્યો. તે સુસંગતતા છે. તે પિત્તળ સમાન મજબૂત વિશ્વાસ છે.

પોતાને પૂછવાનાં સવાલો:
શું ઈશ્વર માટે તમારી પાસે સવાલો છે ?
શંકા અથવા નિરાશાજનક અવસ્થામાં શું તમે તેમની સાથે મલ્લયુધ્ધ કર્યું છે ?
તમારા જીવનમાં તેમના આશીર્વાદો રહે તેના માટે શું તમે નીડરતાથી માંગણી કરી છે ?

About this Plan

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More