YouVersion Logo
Search Icon

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાતSample

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

DAY 2 OF 40

આજનાં વાંચનમાં આપણે આદમ અને હવાના પરિવારનાં દુઃખદ ગૂંચવાડાઓને જોઈએ છીએ કે જયાં ક્રોધ, અદેખાઈ અને કદાચ અસલામતીનાં આવેગોમાં કાઈન તેના ભાઈ હાબેલની હત્યા કરે છે. આ વાંચવું ઘણું રોચક લાગે છે કે કોઈક રીતે હાબેલ જાણતો હતો કે ઈશ્વરને કઈ બાબત પ્રસન્ન કરશે અને તે મુજબ તેણે કર્યું જયારે કાઈને તેને પોતાને જે ફાવતું હતું તેની પસંદગી કરીને ઈશ્વરને અપ્રસન્ન કર્યા. તે કોઈપણ કાળે તેના પાપનો પસ્તાવો કરીને સમાધાન કરી શક્યો હોત તેને બદલે તેણે એક દુષ્ટ માર્ગ પસંદ કર્યો જેના લીધે તે તેના ભાઈનાં મૃત શરીર પાસે ખેતરમાં એકલો થઇ ગયો. તેની અને ઈશ્વર વચ્ચે થયેલ વાતચીત દુ:ખદ અને બધી જ રીતે હચમચાવી કાઢનારી છે. દુઃખદ કેમ કે શું થયું તે ઈશ્વર જાણે છે અને હાબેલનાં બિનજરૂરી મરણ અંગે તે દુઃખ વ્યક્ત કરે છે, હચમચાવી દેનાર કારણ કે કાઈન તેણે કરેલ હત્યા અંગે જરાપણ પસ્તાવો કરતો હોય એવું લાગતું નથી. તે વાતચીત હવે પ્રગાઢ અંધકાર તરફ પાસું પલટે છે કેમ કે તેને ઈશ્વર કહે છે કે હાબેલનું રકત શોષી લેવા માટે જે ભૂમિએ પોતાનું મોં ઉઘાડયું હતું તે શાપિત થઇ છે તેથી તે તેના બાકીના આયુષ્યમાં ભટકતો અને નાસતો ફરશે. કાઈનને સારુ ચિહ્ન ઠરાવીને ઈશ્વર તેમની અપરંપાર કૃપાને પ્રગટ કરે છે, કે જેથી પૃથ્વી પરનાં તેના બાકીના જીવનમાં કોઈ વ્યક્તિ તેનું ખૂન ન કરે. સૌથી રીઢામાં રીઢા પાપીઓને માટે પણ ઈશ્વરની કૃપા ઉપલબ્ધ છે. ઇસુમાં વિશ્વાસ કરીને તારણ પામવાની મારફતે આ કૃપાનો ઉપયોગ કરવો કે નહિ તે પાપી વ્યક્તિ પર આધાર રાખે છે ! (એફેસીઓ ૨:૮)

પોતાને પૂછવાનાં સવાલો :
તમારા જીવન પરની ઈશ્વરની કૃપા અંગે શું તમે સભાન છો
? તમે બીજાઓ પરની કૃપા ક્યાંથી હટાવી લીધી છે ?
તમારા જીવનમાં કોઈ પાપમય વલણ હોય તો તેના વિષે ઈશ્વર તમને ખાતરી કરાવે એવી અરજ શું તમે કરશો ?

About this Plan

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More