YouVersion Logo
Search Icon

ટકી રહેવાનું હુન્નરSample

ટકી રહેવાનું હુન્નર

DAY 5 OF 5

તમે શિકાર નથી

શિકાર થઇ ગયેલાં અને ટકી રહેનારાંઓ વચ્ચે ઘણો મોટો તફાવત હોય છે. શિકાર થઇ ગયેલાઓ “મને” અને “હમણાં”નાં દ્રષ્ટિકોણથી જુએ છે. ટકી રહેનારાઓ ઈશ્વર દત્ત દ્રષ્ટિકોણથી જોતા હોય છે જે દૂરંદેશી, ઊચ્ચ, અને ઊંડા હોય છે. તેઓ તેને આનંદનું કારણ ગણે છે, ઈશ્વરનાં જ્ઞાન માટેની વિનંતી કરે છે, અનંત દ્રષ્ટિકોણની માંગણી કરે છે, અને તેઓ પ્રેમથી સંચાલિત થતા હોય છે.

ટકી રહેનારની દ્રષ્ટિકોણથી તમારી પાસે નિરાશાને હરાવવા માટે સઘળું હોય છે.

પરંતુ તેનો તમારે સામનો કરવો પડશે. જ્યારે તમારે સંઘર્ષોનો સામનો કરવાનો થાય ત્યારે ત્રણ લાક્ષણિક સવાલો સાથે યુધ્ધમાં ઉતરો:

૧. મારો વિશ્વાસ નાશવંત વિષયોમાં છે કે સદાકાલીક વિષયોમાં છે ?

તે પ્રકાશમાં તમારી પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરો. તમારો ભરોસો ક્યાં છે – સદાકાલીક વસ્તુઓમાં કે નાશવંત વસ્તુઓમાં ? કસોટીઓ, ખોટ, પીછેહઠ, અને સંઘર્ષો તમને બનાવશે પણ નહિ કે તોડશે પણ નહિ. તેનાથી મોટી મોટી બાબતો પર દ્રષ્ટિ લગાડવાની પસંદગી કરો.

૨. શું મારી આશા મારી સમસ્યાઓની સાઈઝ પરથી કે ઈશ્વરના વચનોની નિશ્ચિતતાથી નક્કી થાય છે ?

શું તમે આશા રાખો છો કે તમારી સમસ્યાઓ જલ્દીથી ચાલી જાય અથવા ઈશ્વરના લાંબા હેતુઓમાં અને યોજનાઓમાં આશા રાખો છો ? શું તમારી પાસે મોટી સમસ્યાઓ અને નાનો ઈશ્વર છે કે પછી મોટો ઈશ્વર અને નાની સમસ્યાઓ છે ? જેનાથી તમે જુઓ છો તે દ્રષ્ટિકોણ તમે પસંદ કર્યો છે. તમે કાંતો સમસ્યા પર અથવા વાયદા પર ધ્યાન આપી શકશો, એકસાથે બંને પર નહિ. તમે આશાથી ભરપૂર રહેવાની પસંદગી કરી શકો છો.

૩. મારી પ્રાથમિક પ્રેરણા ખ્રિસ્તને પ્રેમ કરવાની છે કે કેવળ રાહતનો અનુભવ કરવાની છે ?

તે સવાલનો જવાબ આપવો હંમેશા આસાન નથી હોતું. પરંતુ જ્યારે હું અનેક વિશ્વાસી લોકોને આ જગતમાં જોઉં છું કે જેઓ તેઓના દુઃખો ઉપરાંત પણ ઈશ્વરની સેવા કરે છે ત્યારે હું પ્રેમના ચિત્રો જોઉં છું. તેઓને માટે તેનું જીવન બલિદાન આપનાર પ્રભુને માટે તેઓ વિકટ પરિસ્થિતિને સહન કરવા માટે સમર્પિત છે.

જ્યારે પણ તમે નિરાશ થવાની શરૂઆત કરો ત્યારે આ સવાલોના હાર્દમાં રહેલા ત્રણ શબ્દોને યાદ રાખજો: વિશ્વાસ, આશા અને પ્રેમ.

૧. વિશ્વાસ તમારા હૃદય અને મનને લંગરને માફક ઈશ્વર નિયંત્રણમાં છે તે હકીકતમાં જોડી રાખે છે.

૨. આશા તમને યાદ અપાવે છે કે તમારે માટે તેમની પાસે એક યોજના અને એક વાયદો છે.

૩. પ્રેમ તમારા સંઘર્ષો તરફથી તમારું ધ્યાન ખેંચી લે છે અને તમારા ભક્તિભાવનાં પ્રગટીકરણ તરીકે તેમના માટે દુઃખ ઉઠાવવાના આશીર્વાદ તરફ ધ્યાન ખેંચે છે.

આજે, પ્રોત્સાહનનાં આ શબ્દો પર ચિંતન કરો. તેઓ આપણને આપણી ક્ષણિક સમસ્યાઓને પેલે પાર જે અનંત વાસ્તવિકતાઓ છે તેઓને નિહાળવામાં મદદ કરે છે. ટકી રહેવાના હુન્નરને જીવનમાં લાગુ કરવાની બાબત કેવળ આપણા સંઘર્ષોમાંથી પસાર થવાની બાબત નથી, પરંતુ તેનાથી આપણે જયવંત કરતા પણ વધારે વિજયી થઈએ છીએ જેઓ જીવનનો મુગટ પ્રાપ્ત કરે છે.

Scripture

About this Plan

ટકી રહેવાનું હુન્નર

આ જગતમાંનું જીવન સંઘર્ષોથી ભરેલું છે. તે સંઘર્ષોમાંનાં એકની મધ્યે કદાચ તમે આજે પણ હશો અને પૂછતાં હશો,“કેમ આવું ?” અથવા અને એ પણ પૂછતાં હશો,“આ બધી બાબતોમાં હું કઈ ટકી રહીશ ?”યાકૂબનાં પુસ્તક પાસે તેના ઉપાયો છે ! આ પાંચ દિવસીય વાંચન યોજનામાં ચીપ ઇન્ગ્રામ ટકી રહેવાનાં હુન્નરમાં નિષ્ણાંત થઈને કઠણ સમયોની મધ્યે પણ ઈશ્વરના આનંદનો અનુભવ તમે કઈ રીતે કરી શકો તે વિષે માહિતી પ્રદાન કરે છે.

More