ટકી રહેવાનું હુન્નરSample

સ્વીકાર કરવા માટેનું એક મનોવલણ
એક યુધ્ધકેદી ક્રૂરતમ નવ વર્ષોની કેદમાંથી બચી ગયો. તેને છોડી મૂકવામાં આવ્યો પછી કોઈએ તેને સવાલ પૂછયો હતો કે તેના કેટલાંક સાથીઓ બચી શક્યા નહિ તો તે પછી તે કઈ રીતે બચી ગયો. કોઈપણ ખચકાટ વિના તેણે જવાબ આપ્યો. જેઓએ તરત છૂટી જવાની કે બચાવની અપેક્ષા રાખી હતી તેઓ સતત નિરાશ થઇ જતા હતા. તેઓએ હિંમત ગુમાવી, આશા છોડી દીધી, અને છેલ્લે તેઓના જીવનો પણ ગુમાવ્યા.
જે વાસ્તવિકતાવાદીઓએ સહનશીલતા માટે તૈયાર કરી લીધા તેઓ કપરાં સમયો માટે માનસિક રીતે તૈયાર હતા. આશાવાદીઓ, જ્યારે વર્ષોવર્ષ તેઓની અપેક્ષાઓ પૂરી થતી નહોતી ત્યારે તેઓના કેન્દ્રને તેઓ ખોઈ બેઠા અને “આજ”ને સહન કરવાનું છોડી દીધું.
આશાવાદમાં કોઈ ખરાબી છે એમ તો નથી ! આશાની સાથે જીવવા બાઈબલ આપણને જણાવે છે. પરંતુ સઘળું સારું જ થશે એવી જૂઠી અપેક્ષાઓ સાથે જીવવા માટે આપણને તેડવામાં આવ્યા નથી.
યાકૂબ જણાવે છે કે વિશ્વાસની કસોટી આપણને ઈશ્વર પર કેન્દ્રિત રહેવામાં મજબૂતી આપે છે અને ધીરજને ઉત્પન્ન કરે છે. જે રીતે ભારે વજન ઉઠાવનાર ખેલાડીઓનાં સ્નાયુઓ કસરત દરમિયાન ઢીલાં પડી જાય છે પરંતુ બીજા સત્ર પહેલાં તો તેઓ હજુ વધારે મજબૂત અને મોટા થઇ જાય છે તેવી જ રીતે જ્યારે જ્યારે આપણે કોઈ બાબતને સહન કરવાનું આવે ત્યારે ત્યારે આપણો વિશ્વાસ વધારે ખેંચાય છે. પરંતુ તે જ આપણી ધીરજની બાંધણી કરે છે !
ધીરજનો વિકાસ કરવામાં આપણને સહાયતા પ્રાપ્ત કરનાર અહીં ત્રણ સવાલો છે.
સવાલ ૧: જયારે મારી દુનિયાની તબાહી થતી હોય ત્યારે હું શું નિયંત્રણ કરી શકું ?
ઉત્તર ૧: તમે તમારા મનનાં વલણને નિયંત્રિત કરી શકો. કઠણ સમયોની મધ્યે તમે ઈશ્વરની દયા અને કૃપાને ધ્યાનમાં લઈને આનંદ કરવાની પસંદગી કરી શકો છો. મનોવલણ અને લાગણીઓ વચ્ચે ગુંચવણ ઉભી થવા દેશો નહિ; તમને આનંદનો અહેસાસ ના થાય એવું બની શકે. પણ હાર માનવાની ઈચ્છા ના રાખો.
સવાલ ૨: આજે તેમાંથી પસાર થવા મારે શું કરવું જોઈએ ?
ઉત્તર ૨: તમારે ધીરજ રાખવી જોઈએ. આપણે ઈશ્વરમાં જેટલો વધારે ભરોસો રાખીએ અને વફાદારીપૂર્વક બની રહીએ તેટલા વધારે મજબૂત આપણે થઇએ છીએ. આવતીકાલ વિષેની ચિંતામાંથી મોટાભાગનો આજનો તણાવ આવતો હોય છે. પરંતુ યાદ રહે ભવિષ્યનું આકલન કરવાનું કામ ઈશ્વરે આપણને આપ્યું નથી. તેને બદલે, એક સમયે એક દિવસ એમ કરીને ઈશ્વરની કૃપા પર આપણે આધાર રાખવાનું છે.
સવાલ ૩: આવતીકાલ માટે મારી પાસે શું કોઈ આશા છે ?
ઉત્તર ૩: ઉત્તર છે, ઈશ્વર જે છે તેમાં તમારી આશાનું લંગર છે. તેના મનમાં તેની પાસે આપણા વિષયમાં હંમેશા ઉત્તમ હોય છે. આપણા જીવનોની સૌથી નિરાશાજનક સ્થિતિઓનો, તે તેમના હેતુઓને માટે કાર્યઉપયોગી કરી શકે છે, અને તેઓને આપણા લાભમાં રૂપાંતરિત કરી શકે છે.
આજે, આનંદ અને વિશ્વાસનાં મનોવલણનો સ્વીકાર કરો. યાદ રહે, તમારી નબળાઈઓમાં ઈશ્વરની શક્તિ સંપૂર્ણ અને પરિપૂર્ણ થાય છે. ભવિષ્યમાં તમારે જે કોઈ વિષયનો સામનો કરવાની નોબત આવે તોપણ તેનો સામનો કરવા માટે તમારી પાસે તેમની કૃપા રહેશે. તે ખચીત દેખા દેશે.
Scripture
About this Plan

આ જગતમાંનું જીવન સંઘર્ષોથી ભરેલું છે. તે સંઘર્ષોમાંનાં એકની મધ્યે કદાચ તમે આજે પણ હશો અને પૂછતાં હશો,“કેમ આવું ?” અથવા અને એ પણ પૂછતાં હશો,“આ બધી બાબતોમાં હું કઈ ટકી રહીશ ?”યાકૂબનાં પુસ્તક પાસે તેના ઉપાયો છે ! આ પાંચ દિવસીય વાંચન યોજનામાં ચીપ ઇન્ગ્રામ ટકી રહેવાનાં હુન્નરમાં નિષ્ણાંત થઈને કઠણ સમયોની મધ્યે પણ ઈશ્વરના આનંદનો અનુભવ તમે કઈ રીતે કરી શકો તે વિષે માહિતી પ્રદાન કરે છે.
More
Related Plans

Paul vs. The Galatians

Nearness

The Inner Life by Andrew Murray

After Your Heart

The Faith Series

Eden's Blueprint

A Heart After God: Living From the Inside Out

Resurrection to Mission: Living the Ancient Faith

"Jesus Over Everything," a 5-Day Devotional With Peter Burton
