ટકી રહેવાનું હુન્નરSample

સમજવા માટેનું ઈશ્વરજ્ઞાન
એકવાર હું હોંગકોંગમાં રાત્રિનું ભોજન કરવા માટે પાળકોનાં એક જૂથ સાથે મળ્યો હતો. ઘરની મંડળીનાં એક પાળકે તે જ્યારે ઘરે નહોતો ત્યારે કોમ્યુનિસ્ટ પાર્ટીનાં અધિકારીઓએ તેના ઘરમાં રેડ પાડી હતી કેમ કે મંડળી તરીકે તેઓ સંગતી માટે ત્યાં એકઠા થતા હતા તે વિષેની વાત જણાવી. તેની પત્નીએ દરેકને પાછળ જતા રહેવા માટે કહ્યું. પછી અધિકારીઓને તેણીએ કહ્યું કે તે પાસ્ટર હતી. તેઓ તેને પોલીસ સ્ટેશનમાં લઇ ગયા અને બે દિવસ સુધી તેના પર અત્યાચાર ગુજાર્યો.
હું ઘણે ક્રોધે ભરાઈ ગયો હતો. જો કોઈ વ્યક્તિ મારી પત્ની સાથે આવું કૃત્ય કરે તો હું કેવો પ્રતિભાવ આપીશ ? પછી પાસ્ટરે આ પ્રમાણે કહેતા તેની વાત પૂરી કરી, “શું તમે કલ્પના કરી શકો છો કે ઈશ્વરે તેમના માટે દુઃખ સહન કરવા માટે અમારી પસદગી કરી ?”
આપણે દુઃખનાં સમયમાં કેવો પ્રતિભાવ આપીએ છીએ તે આપણા ઈશ્વરજ્ઞાન વિષે, ઈશ્વરના સ્વભાવ વિષે આપણી વિચારશૈલી અને તે આપણા જીવનોમાં શું કરી રહ્યા છે તે વિષે કશુંક જણાવે છે. જો આપણે નિરાશામાં આવી પડયા છીએ તો કદાચ આપણી પાસે ખોટો દ્રષ્ટિકોણ છે.
નિરાશા શત્રુનાં સૌથી ખતરનાક હથિયારોમાંનું એક છે. તે આપણા મનોબળને વિખેરી નાખે છે અને હિંમત હારી જવા માટે આપણને કારણ આપે છે, અને લાગે છે કે જાણે કશું પણ બદલાણ થવાનું નથી.હવે પ્રયાસ કરવાનો શો અર્થ ? આ પ્રકારની મનની સ્થિતિ બાંધછોડ કરવા મજબૂર કરે છે અને હાર માની લેવું સૌથી વાસ્તવિક વિકલ્પ લાગે છે.
પરંતુ ઈશ્વર આપણને અલગ પ્રકારના ઈશ્વરજ્ઞાન: એક દિવ્ય દ્રષ્ટિકોણથી ભરી દે છે કે તે આપણને કેટલો બધો પ્રેમ કરે છે અને તેમના હાથોમાં આપણું ભવિષ્ય સલામત છે. જ્યારે હકીકતમાં આ દ્રષ્ટિકોણ ઊંડે ઉતરી જાય છે ત્યારે, નિરાશા તેની પક્કડ ગુમાવી બેસે છે.
શું આજે તમે નિરાશ છો ? તો નીચેના વિષયો પર ઈશ્વરના દ્રષ્ટિકોણ, તેમના જ્ઞાનનો અંગીકાર કરો:
તમારી પરિસ્થિતિઓ :
વિશ્વાસની આંખોથી તમારી પરિસ્થિતિઓને જુઓ. તેઓ તમને હમણાની અને અનંતકાળની અમૂલ્ય કુશળતા,ઈશ્વર પર આધારિત થવાની સ્થિતિમાં મૂકે છે.
તમારું ભવિષ્ય:
આશાની આંખોથી તમારા ભવિષ્યને જુઓ. જો તમે ઇસુમાં વિશ્વાસ કરનાર વ્યક્તિ છો,પ્રતિફળ ન મળે એવી કોઈપણ પીડાદાયક પરિસ્થિતિમાંથી તમે કદી પણ પસાર થશો નહિ.
તમારી પ્રેરણા:
તેમને પ્રેમ કરનાર લોકોને જીવનનો મુગટ આપવાનો વાયદો ઈશ્વરે કર્યો છે, અને તે પ્રેરણા અનંત કાળ માટેના આપણા દર્શનને લંગર પૂરું પાડે છે. પ્રેમ માટે જ્યારે આપણે કરતા હોય ત્યારે કોઈપણ બાબત પર આપણે જય પામી શકીએ છીએ.
આજે, યાકૂબનાં શાસ્ત્રભાગ પર મનન કરો અને તેમના સંસાધનો માટે ઈશ્વર પાસેથી માંગણી કરો.
Scripture
About this Plan

આ જગતમાંનું જીવન સંઘર્ષોથી ભરેલું છે. તે સંઘર્ષોમાંનાં એકની મધ્યે કદાચ તમે આજે પણ હશો અને પૂછતાં હશો,“કેમ આવું ?” અથવા અને એ પણ પૂછતાં હશો,“આ બધી બાબતોમાં હું કઈ ટકી રહીશ ?”યાકૂબનાં પુસ્તક પાસે તેના ઉપાયો છે ! આ પાંચ દિવસીય વાંચન યોજનામાં ચીપ ઇન્ગ્રામ ટકી રહેવાનાં હુન્નરમાં નિષ્ણાંત થઈને કઠણ સમયોની મધ્યે પણ ઈશ્વરના આનંદનો અનુભવ તમે કઈ રીતે કરી શકો તે વિષે માહિતી પ્રદાન કરે છે.
More
Related Plans

Sprinkle of Confetti Devotional

Fully Loved, Fully Known: Known by God. Loved Without Limits.

Hurting and Not Hiding

A Fire Inside: 30 Day Devotional Journey

The Prevailing Life

Kingdom Business: Masterclass Mini Sessions

The Church | a 4-Day Skate Church Movement Devotional

Sin | a 4-Day Skate Church Movement Devotional

BibleProject | Finding God in the Wilderness
