YouVersion Logo
Search Icon

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂકSample

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

DAY 3 OF 20

ત્રીજા અને ચોથા અધ્યાયમાં લૂક બતાવે છે કે કેવી રીતે ઈશ્વરના આત્માનું સામર્થ્ય ઈશ્વરના રાજ્યની સુવાર્તા હિંમતથી પ્રગટ કરવા માટે ઈસુના અનુયાયીઓનું પરીવર્તન કરે છે. તે ઈસુના શિષ્યો, પિતર અને યોહાન વિશેની વાતથી શરૂઆત કરે છે, જેઓ ઈશ્વરના આત્માના સામર્થ્યથી લંગડા વ્યક્તિને સાજો કરે છે. જેઓ તે ચમત્કાર જુએ છે, તેઓ આશ્ચર્ય પામે છે, અને પિતર તરફ એવી રીતે જોવાની શરૂઆત કરે છે, કે જાણે તેણે જાતે જ તે કર્યું હોય! પરંતુ પિતર ટોળાને પડકાર આપે છે, કે આ ચમત્કારનો શ્રેય ફક્ત ઈસુને જ આપો અને લોકોને જણાવે છે કે કેવી રીતે ઈસુ મૃત્યુ પામ્યા અને બધા લોકોની પુનઃસ્થાપનાને માટે ફરીથી સજીવન થયા. પિતર જાણે છે કે મંદિરમાં જે લોકો હતા તેઓ એ જ લોકો હતા જેમણે ઈસુને મારી નાખવા માટેના પ્રયત્નો કર્યા હતા. તેથી તે આ તકનો ઉપયોગ ઈસુ વિષે તેમનું મન બદલવા અને માફી પ્રાપ્ત કરવાનું આમંત્રણ આપવા માટે કરે છે. તેના પ્રતિભાવમાં સેંકડો લોકો પિતરના સંદેશા પર વિશ્વાસ કરે છે, અને ઈસુને અનુસરવાનું શરૂ કરે છે. પણ બધા એમ કરતા નથી. ધાર્મિક આગેવાનો પિતરને ઈસુના નામે પ્રચાર કરતા અને સાજાપણું કરતા જોઇને ગુસ્સે થાય છે, અને ત્યાં જ તેઓ પિતર અને યોહાનની ધરપકડ કરે છે. ધાર્મિક આગેવાનો પિતર અને યોહાન પાસે એવી માગણી કરે છે કે લંગડો માણસ કેવી રીતે ચાલતો થયો તે વિષે તેઓ જણાવે, અને પવિત્ર આત્મા પિતરને સામર્થ્ય આપે છે તેથી તે જણાવે કે માત્ર ઈસુનું નામ તેઓને બચાવવાને માટે શક્તિમાન છે. ધાર્મિક આગેવાનો પિતરનો હિંમત ભરેલો સંદેશો સાંભળીને અને યોહાનનો આત્મવિશ્વાસ જોઇને ગૂંચવણમાં પડે છે. તેઓ જોઈ શકે છે કે પિતર અને યોહાન ઈસુને લીધે કેટલા બદલાઈ ગયા છે, અને જે ચમત્કાર થયો હતો, તેને તેઓ નકારી શકતા નથી.

વાંચો, વિચાર કરો અને પ્રતિસાદ આપો:

• ઈસુના પુનરુત્થાનની સાક્ષી આપ્યા પછી અને પવિત્ર આત્માનું સામર્થ્ય મેળવ્યા બાદ પિતર એક નવો વ્યક્તિ બન્યો છે. તે અદભુત છે! તમે જાતે તે જુઓ. પિતરે પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો તે પહેલાં જે પ્રતિભાવ આપ્યો હતો (જુઓ લુક 22:54-62) તે પ્રતિભાવને પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા પછીના પ્રતિભાવ સાથે સરખાવો (જુઓ પ્રેરિતોના કૃત્યો 4:5-14). તેની વિગતો પર ધ્યાન આપો. બે દ્રશ્યો વચ્ચેની સમાનતા અને તફાવતોની નોંધ કરો. તમે શું અવલોકન કરો છો?

• ઈસુએ તમને કે તમે જેને ઓળખો છો તેમને કેવી ખાસ રીતે બદલ્યા છે?

• તમારા વાંચન અને મનન મુજબ પ્રાર્થના કરો. તમને જે આશ્ચર્યની પ્રેરણા થઇ છે તેના વિષે ઈશ્વર સાથે વાત કરો, તમારે જેની જરૂર છે તેની પ્રામાણિકતાથી માગણી કરો અને તમારું જીવન બદલવા માટે પ્રભુને તમારા જીવનમાં આમંત્રણ આપો.

About this Plan

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-2" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય, અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

More