YouVersion Logo
Search Icon

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂકSample

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

DAY 2 OF 20

ઈસુ સ્વર્ગમાં બિરાજમાન થયા પછી લૂક આપણને કહે છે, કે શિષ્યો પચાસમાના દિવસે એકઠા થયા હતા.આ તો ઈઝરાયલનો એક જૂનો પ્રાચીન અને વાર્ષિક તહેવાર છે, જેમાં હજારો યહૂદી યાત્રાળુઓ ઉજવણી કરવા માટે મુસાફરી કરીને યરૂશાલેમમાં જતા હતા. તે સમયે ઈસુના શિષ્યો પ્રાર્થના કરી રહ્યા હતા, અને અચાનક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો અને તેઓએ અગ્નિથી છૂટી પડતી જીભો દરેકના ઉપર આવતી જોઇ.આ વિચિત્ર બાબત શેની વાત કરે છે? અહીં લૂક જૂના કરારમાં પુનરાવર્તિત થતા વિષય જેવી જ વાત જણાવે છે, તેમાં પણ ઈશ્વરની હાજરી અગ્નિના સ્વરૂપમાં દેખાય છે. ઉદાહરણ તરીકે, જયારે ઈશ્વરે સિનાઈ પર્વત ઉપર ઈઝરાયલ સાથે કરાર કર્યો ત્યારે પર્વતની ટોચ ઉપર તેમની હાજરી અગ્નિની જવાળામાં દેખાઈ હતી (નિર્ગમન 19: 17-18).અને ફરીથી ઈશ્વર ઇઝરાયલીઓની મધ્યે રહેવા માટે મુલાકાતમંડપને અગ્નિસ્તંભથી ભરી દે છે (ગણના 9:15). તેથી જ્યારે અગ્નિ ઈશ્વરના લોકોની મુલાકાત લે છે એવું વર્ણન કરે છે ત્યારે આપણે આ પધ્ધતિને ઓળખવી જોઇએ. પરંતુ આ સમયે કોઈ પર્વત અથવા મકાનની ટોચ પર એક સ્તંભની જેમ દેખાવાના બદલે અગ્નિ ઘણા બધા લોકો ઉપર અલગ-અલગ જવાળા સ્વરૂપે ઉતરે છે. અહીં એક નોંધપાત્ર વાત કરવામાં આવી છે. શિષ્યો હવે એવા નવા હરતા-ફરતા મંદિરો બની રહ્યા છે, જેમાં ઈશ્વર નિવાસ કરી શકે છે અને તેમની સુવાર્તા વહેંચી શકે છે.ઈશ્વરની હાજરી હવે માત્ર એક જ સ્થાન પૂરતી મર્યાદિત નથી. હવે તે ઈસુ પર આધાર રાખનારા દરેક માણસોમાં નિવાસ કરી શકે છે. લુક આપણને કહે છે કે ઈસુના શિષ્યોએ ઈશ્વરનો અગ્નિ પ્રાપ્ત કર્યો કે તરત જ જે ભાષાઓને તેઓ પહેલાં કદી જાણતા નહોતા તે ભાષાઓમાં ઈસુના રાજયની સુવાર્તા બોલવા લાગ્યા. યહૂદી યાત્રાળુઓ ગૂંચવણમાં પડી ગયા કે તેઓ તેમને સંપૂર્ણ રીતે સમજી શકે છે. ઇશ્વરે હજુ પણ બધા દેશોને આશીર્વાદ આપવા માટે ઇઝરાયલ સાથે ભાગીદારી કરવાની તેમની યોજનાને છોડી દીધી નહોતી. અને પચાસમાના યોગ્ય દિવસે, જયારે ઈઝરાયલના બધા જ કુળના પ્રતિનિધિઓ યરૂશાલેમમાં પાછા આવે છે, ત્યારે તે વધસ્તંભે જડાયેલા અને પુનરૂત્થાન પામેલા ઈઝરાયેલના રાજા ઈસુની સુવાર્તા પ્રગટ કરવા માટે પોતાનો આત્મા મોકલે છે. સેંકડો લોકોએ આ સંદેશ તેમની પોતાની માતૃભાષામાં સાંભળ્યો અને તે જ દિવસથી ઈસુને અનુસરવાની શરૂઆત કરી.

વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:

• જયારે તમે પ્રેરિતોના કૃત્યોનો બીજો અધ્યાય વાંચો છો ત્યારે કયા શબ્દો અથવા શબ્દસમૂહો તમારું સૌથી વધુ ધ્યાન ખેંચે છે?

• યોહાન બાપ્તિસ્મીના શબ્દો પર ફરીથી ધ્યાન આપો (જુઓ લુક 3: 16- 18) અને યાદ રાખો કે બાઇબલના લેખકો ઘણી બધી વાર ભૂંસાનો ઉપયોગ પાપના રૂપક તરીકે કરે છે.શિષ્યો ઇશ્વરનો આત્મા પ્રાપ્ત કરે છે ત્યારે અગ્નિના શુદ્ધ કરવાના હેતુ પર મનન કરો. તમે શું જુઓ છો?

• નિર્ગમન 19:17-18, ગણના 9:15 અને પ્રેરિતોના કૃત્યો 2: 1-4 માં ઈશ્વરના અગ્નિની સરખામણી કરો. તમે શું જુઓ છો?

• યોએલ 2:28-29 સાથે પ્રેરિતોના કૃત્યો 2:38-39 ની સરખામણી કરો અને નોંધ કરો કે આ ફકરાઓમાં "બધા" શબ્દનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે. આ આમંત્રણમાં કોઈને બાકાત રાખવામાં આવ્યાં નથી, પરંતુ "બધાં" તેને કેવી રીતે પ્રાપ્ત કરે છે?
• તમારા વાંચન અને મનન મુજબ પ્રાર્થના કરો. તમારા વાંચનમાંથી આશ્ચર્યજનક રીતે પ્રેરણા આપે તેવી કોઈપણ વિગતો માટે ઇશ્વર સાથે વાત કરો, અને ઈસુ તથા તેમના રાજ્ય વિશેના સત્યને સમજવા માટે પવિત્ર આત્માની સહાય માગો.

About this Plan

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-2" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય, અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

More