YouVersion Logo
Search Icon

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂકSample

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

DAY 8 OF 20

પ્રેરિતોના કૃત્યોમાં આ સમયે એવા નવા અહેવાલો આવે છે કે વેપારના શહેર તરીકે જાણીતા અંત્યોખ નગરમાં બિન-યહૂદી લોકો ઈસુને અનુસરવાની શરૂઆત કરી રહ્યા છે. તેથી યરૂશાલેમમાંના શિષ્યો બાર્નાબાસ નામના એક માણસને આ બાબતોની તપાસ કરવા માટે મોકલે છે. જયારે તે અંત્યોખમાં આવે છે ત્યારે તેને જાણવા મળે છે કે વિશ્વના ઘણા પ્રદેશોમાંથી ઘણા લોકોએ ઈસુના માર્ગ વિષે જાણ્યું છે. ત્યાં ઘણા નવા અનુયાયીઓ હતા અને કામ પણ ઘણું હતું, તેથી બાર્નાબાસ એક વર્ષ માટે તેની સાથે અંત્યોખમાં આવીને શિક્ષણ આપવા માટે શાઉલની નિમણૂંક કરે છે. અંત્યોખ એવી જગ્યા છે, જયાં ઈસુના અનુયાયીઓને પ્રથમ વાર ખ્રિસ્તીઓ કહેવાયા હતા, તેનો અર્થ છે "ખ્રિસ્તના લોકો". અંત્યોખની મંડળી તો ઈસુનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સમુદાય છે. મંડળી હવે મુખ્યત્વે યરૂશાલેમના મસીહવાદી યહૂદિઓથી બનેલી નહોતી; હવે તો તે વિવિધ સંસ્કૃતિ ધરાવતી એક ચળવળ બની છે, જે ઝડપથી આખા વિશ્વમાં ફેલાઈ રહી છે. તેમની ચામડીનો રંગ, ભાષા અને સંસ્કૃતિ અલગ-અલગ છે, પરંતુ તેમનો વિશ્વાસ એકસમાન છે, જે બધા દેશોના રાજા, વધસ્તંભે જડાયેલા અને પુનરૂત્થાન પામેલા ઈસુના શુભ સંદેશ પર કેન્દ્રિત છે. પરંતુ મંડળીનો સંદેશ અને તેમની નવા જીવનની રીત સામાન્ય રોમન નાગરીકને માટે ગુંચવણ પેદા કરનારી, અને જોખમરૂપ પણ છે. અને રોમન સામ્રાજ્યની કઠપૂતળી સમાન હેરોદ રાજા ખ્રિસ્તીઓ સાથે દુર્વ્યવહાર કરવાનુ અને તેમનો વધ કરવાનું શરૂ કરે છે. રાજા જુએ છે કે ખ્રિસ્તીઓની સતાવણી કેટલાક યહૂદી આગેવાનોને ગમે છે, તેથી તે વધારે સતાવણી કરવાનું ચાલુ રાખે છે, અને અંતે પિતરની ધરપકડ થાય છે. પિતરનો જીવ જોખમમાં છે, પરંતુ તેના મિત્રો તેના છુટકારાને માટે આગ્રહથી પ્રાર્થના કરે છે. હેરોદે જે દિવસે પિતરને હિંસક ટોળાને સોંપવાનું આયોજન કર્યું હતું તેની આગલી રાત્રે એક દૂત તેની કોટડીમાં આવે છે, તેની સાંકળોને તોડી નાખે છે, અને તેને જેલની બહાર લઈ જાય છે.

વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:

• જયારે તમે આજના પસંદ કરેલા શાસ્ત્રભાગો વાંચો છો, ત્યારે તમને કયા વિચારો, પ્રશ્નો, કે આંતરસૂઝ મળે છે?

• પ્રે.કૃ. 5:18-25 ની સાથે પ્રે.કૃ. 12:4ની સરખામણી કરો. હેરોદે કેમ પિતરની ચોકી કરવા માટે સૈનિકોની ચાર ટુકડીઓને આદેશ આપ્યો હતો, તે વિષે તમે શું માનો છો? આ વાત તમને હેરોદ અને તેની પરીસ્થિતિ વિષે શું કહે છે?

• જે રાત્રે પિતર જેલની કોટડીમાં અને એક દૂત દ્વારા તેને જગાડવામા આવ્યો ત્યારે તમે ત્યાં હોય એવી કલ્પના કરો. તમને શું લાગે છે, તે કેવું હશે? હવે પિતરના છુટકારા માટે પ્રાર્થના કરતા લોકોમાં તમે પણ છો, એવી કલ્પના કરો. જ્યારે પિતરે દરવાજો ખખડાવવાની શરૂઆત કરી ત્યારે તમે શું કર્યુ હોત?
• હેરોદે લોકોના ટોળાને માન આપ્યું અને સાચા ઈશ્વરને માન ન આપ્યું તે વાતની નોંધ કરો. જે રીતે અધ્યાયની શરૂઆત થાય છે (12:1-4) અને જે રીતે તેનો અંત થાય છે (12:22-23) તેની સરખામણી કરો, અને તેના કટાક્ષને ધ્યાનમાં લો. આ અધ્યાયમાં જણાવેલ પાત્રો સાથે દૂતોએ કેવી રીતે અને શા માટે વ્યવહાર કર્યો (12:7-8 અને 12:12:23) તે વાત પર પણ ધ્યાન આપો. તમે શું અવલોકન કરો છો?

• તમારા વાંચન અને મનન મુજબ પ્રાર્થના કરો. ઈશ્વરનો આભાર માનો અને તમારા જીવનને માટે ઈશ્વરને માન અને મહિમા આપો. સતાવણી પામેલી મંડળીને માટે તેમની આશા, ઉત્સાહ અને છૂટકારાને માટે પ્રાર્થના કરો.

About this Plan

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-2" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય, અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

More