YouVersion Logo
Search Icon

દુ:ખનો સામનોSample

દુ:ખનો સામનો

DAY 9 OF 10

શોકના બે ઉદાહરણો

ડેવિડ અને તેની પત્ની સ્વીયા ફ્લડ, 2 વર્ષનો દીકરા સાથે આ યુવાન દંપતી, મિશનરી એટલે કે ધર્મપ્રચારક તરીકે 1921 માં કૉંગો ગયા.

એકદમ ટૂંકા ગાળામાં તેની પત્ની સ્વીયાને મેલેરીયા થયો. એવામાં તેણીને ખબર પડી કે તે ગર્ભવતી છે અને થોડા મહિનાઓ સુધી તાવથી પરેશાન રહી.

અંતે, સ્વીયાની હાલત મેલેરીયાથી એટલી બગડી કે તેણી પથારીવશ થઈ ગઈ અને એક અઠવાડીયા બાદ સ્વસ્થ દીકરીને જન્મ આપીને તે મરણ પામી.

ડેવિડ ફ્લડ તેની પત્નીના મોતથી ખૂબ જ આઘાત લાગ્યો. જ્યારે તે તેના નાના દીકરા સાથે તેણીની કબર પાસે ઊભો હતો, ત્યાં માટીની ઝૂંપડીમાંથી તેને તેની દીકરીના રોવાનો અવાજ સાંભળ્યો. અને અચાનક, તેના હ્રદયમાં કડવાશ ભરાઈ. તેનામાં રોષની લાગણી ઉદ્દભવી - અને તે તેને કાબુમાં ન લઈ શક્યો. તે ક્રોધથી ઉકાળી ઉઠ્યો, રડતો હતો, “તમે શા માટે આવું થવું દીધું, પરમેશ્વર? અમે અહીં અમારા જીવનો આપવા આવ્યાં હતા! મારી પત્ની ખૂબ જ સુંદર હતી, કેટલી પ્રતિભાશાળી હતી. અને સત્યાવીસ વર્ષે અહીં મરણ પામી સૂતી છે.”

“હવે મને બે વર્ષનો દીકરો છે, જેની હું સંભાળ નથી લઈ શકતો, અને હું એકલો, નાની દીકરી પણ સાથે છે. પરમેશ્વર, તમે મને નાસીપાસ કર્યો છે. કેવું નિરર્થક જીવન છે!”

તેણે તેની નવજાત દીકરીને તેણીની સંભાળ લેવા માટે બીજા મિશનરીને આપી અને ગુસ્સામાં તાડૂક્યો, “હું સ્વીડન પાછો જાઉં છું. હું મારી પત્નીને ખોઈ બેઠો છું, અને આ દીકરીની સંભાળ તો ન જ લેવાય મારાથી. પરમેશ્વરે મારી જીંદગી બરબાદ કરી નાખી.” આ સાથે, પરમેશ્વરના માત્ર તેડાને જ નહીં, પણ ખુદ પરમેશ્વરનો 7 અસ્વીકાર કરી, તે બંદર તરફ ગયો.

ઘણા વર્ષો બાદ તેની દીકરીને તે બિલ્ડીંગમાં તેની આસપાસ પડેલી દારૂની બોટલો સાથે મળી આવ્યો. હવે તે તોતેર વર્ષના છે અને ડાયાબિટીસથી પીડાય છે. તેને પણ એક હુમલો આવ્યો હતો, અને તેની બંને આખોમાં મોતિયો આવી ગયો હતો.

પરંતુ પરમેશ્વરનો ધન્યવાદ કરો કે, તે તેમની પુત્રીને મળ્યો જેણે તેના મૃત્યુ પહેલા તેને પશ્ચાતાપ કરાવ્યો અને ફરી પરમેશ્વરના શરણે પાછા લાવી. પણ તેનું આખું જીવન વ્યર્થ ગયું.

લેત્તી કૌમેન અને તેણીના પતિ ચાર્લ્સ 1900 ના દાયકામાં મિશનરી તરીકે જાપાન ગયા હતા.

સોળ વરસ સુધી કોરિયા અને ચીનમાં દૈનિક બેઠકો, બાઈબલ અને એક સંસ્થાની દેખરેખ રાખી અને પ્રવચનના પ્રવાસ કર્યા બાદ ચાર્લ્સની તબિયત કથળી ગઈ. માટે ચાર્લ્સ અને લેત્તી અમેરીકા પાછા ફર્યા.

કેલિફોર્નિયામાં, ચાર્લ્સને હ્રદય રોગનો હુમલો આવ્યો, એ પછી તેની તબિયત વધારે બગડી ગઈ. લેત્તીએ તેના પ્રિય ચાર્લ્સની આગળના છ વર્ષ સુધી કાળજી લીધી. પણ લાંબા સમય સુધી લડ્યા બાદ સપ્ટેમ્બર 1924 માં ચાર્લ્સનું મૃત્યુ થયું.

ચાર્લ્સનું મૃત્યુ લેત્તી માટે અત્યંત વિનાશક હતું. તેઓ સંતાન વિહોણા હોવાથી, ચાર્લ્સ જ તેણી માટે સર્વસ્વ હતો. તેઓના લગ્ન "સ્વર્ગમાં બનેલા વિવાહ” સમાન હતા અને તેઓ એકબીજાને સંપૂર્ણપણે સમર્પીત હતા. તેણીએ તેની ડાયરીમાં લખ્યું હતું, “આ પૃથ્વી પરનું નરક છે!” લેત્તીએ પ્રાર્થના કરી હતી કે, પરમેશ્વર ચાર્લ્સને સાજો કરે. તેણે શા માટે ન કર્યો? શું સેંકડો લોકોએ ચાર્લ્સના સાજા થવા માટે પરમેશ્વરને પ્રાર્થના કરી ન હતી? ત્યારે તે ક્યાં હતો?”

તેણીએ મદદ માટે પરમેશ્વરના વચન તરફ વળી ગઈ. જાણે પરમેશ્વર શું તેણીને પૂછી રહ્યાં હોય કે, શું તેણી પોતાના માટે પરમેશ્વરની ઈચ્છા કરતાં તેણીના પતિનું સાજા થવું વિશેષ ગણે છે. લેત્તીએ બાઇબલ અને પીડા અને પ્રોત્સાહન પર આધારીત પુસ્તકો વાંચવામાં કલાકો કાઢ્યાં. તેણીએ આ પુસ્તકોમાંથી ઘણા સત્યોની નકલ કરી. શું તેણીને એખ્યાલ ન હતોકે તેનું આ કાર્ય તેણી માત્ર પોતાના માટે જ નહીં પરંતુ અન્ય લોકો માટે પણ કરી રહી છે, કારણ કે શ્રીમતી કૌમેનના અનુભવો અને આઘાતમાંથી સ્ટ્રીમ્સ ઇન ધ ડેઝર્ટનો પુસ્તકનો જન્મ થયો જેમાં તેણીએ વાંચેલા પુસ્તકોમાંથી સેંકડો શબ્દો એકત્ર કરેલા હતા. અને હાલ 90 વર્ષથી પણ વધારે સમયથી, સ્ટ્રીમ્સ ઇન ધ ડેઝર્ટને છાપવાનું બંધ નથી થયું અને સાઇઠ લાખથી વધુ નકલો વિવિધ ભાષાઓમાં વેચાઈ છે.

તમે પરમેશ્વરને તમારા દુ:ખથી લોકોના જીવનને સ્પર્શ કરવાની અનુમતિ આપી શકો છો અને અથવા તમારું જીવન વ્યર્થ કરી શકો છો. પસંદગી તમારી છે.

અવતરણ:“યાદ રાખો, તમારી પાસે એક જ જિંદગી છે.બસ માત્ર એટલું જકે તમે પરમેશ્વર માટે બનાવવામાં આવ્યા છો. તેને બરબાદ ન કરશો.” - જ્હોન પાઇપર

પ્રાર્થના: પરમેશ્વર, મારી મદદ કરો કે, મારા પ્રિયજનને ખોવાથી હું તમને ક્યારેય ન છોડું. મારી મદદ કરો કે હું મારૂ જીવન બરબાદ ન કરું પણ તમારી કિર્તી માટે મારા દુ:ખને સ્વીકારું. આમેન

About this Plan

દુ:ખનો સામનો

જૂન 2021ના અંતે જ્યારે મારા પ્રિય પત્ની પરમેશ્વર સાથે સીધાવી ગયા બાદ પરમેશ્વરે મને આ પાઠો શિખવ્યા છે. મારી એ પ્રાર્થના છે કે, જેમ તમે આ ભક્તિના લેખો વાંચો તેમ,પરમેશ્વર તેના તમારા હ્રદયને પ્રેરણા આપે. શોક કરવો બરાબર છે. સવાલો હોય એ બરાબર છે. પરંતુ શોકની અંદર આશા છે. આશા છે કે, તે જીવનની એક ચોક્કસ બાબત - મૃત્યુ માટે તમને તૈયાર કરે.

More