YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 27

27
પાવલુસ નો રોમ પરવાસ
1ઝર ફેસ્તુસ રાજપાલ દુવારા આ નકી થાએંજ્યુ કે હમું જહાંજ દુવારા ઈટલી દેશ મ જાજ્યે, તે રોમી અધિકારજ્યવેં પાવલુસ અનેં અમુક બીજા કેદીય નેં હુંદા યૂલિયુસ ના હાથ મ હુંપ દેંદા. યૂલિયુસ ઔગુસ્તુસ મુંટા રાજા ના હો સેનિકં નો એક અધિકારી હેંતો. 2અદ્રમુત્તિયુમ સેર ના એક જહાંજ ઇપેર ઝી એશિયા ઇલાકા ની ધેડેં વાળી જગ્યા મ જાવા મ હેંતું, હેંનાસ જહાંજ દુવારા હમવેં પુંતાનો પરવાસ સાલુ કર્યો, અનેં અરિસ્તર્ખુસ નામ નો ઝી મકિદુનિયા પરદેશ ના થિસ્લુનીકે સેર નો રેંવા વાળો હુંદો હમારી હાતેં હેંતો. 3બીજે દાડે હમું સિદોન સેર પોતેંજ્યા અનેં યૂલિયુસેં પાવલુસ ઇપેર અનુગ્રહ કરેંનેં હેંનેં દોસદારં નેં તાં જાવા દેંદો કે હેંનં કન થી જરુરત વાળી વસ્તુવેં લેં આવે. 4તાં થી હમવેં ફેંર પરવાસ સાલુ કર્યો, પુંણ વાએંરું હામું આવવા નેં લેંદે હમનેં સાઇપ્રસ દ્વીપ ની તરફ થી જાવું પડ્યુ. 5અનેં કિલિકિયા અનેં પંફૂલિયા પરદેશ ના દરજ્યા ની ધેડેં થાએંનેં મુરા સેર મ, ઝી લુસિયા પરદેશ મ હે તાં પોત્યા. 6તાંહો હો સેનિકં ના અધિકારી યૂલિયુસ નેં સિકંદરિયા સેર નું એક જહાંજ ઈટલી દેશ જાતું મળ્યુ, અનેં હેંને હમનેં હેંના જહાંજ મ સડાવ દેંદા. 7ઝર હમું ઘણં દાડં તક ઘીરા-ઘીરા સાલેંનેં મુટી મુસિબત થી કનિદુસ સેર નેં હામેં પોત્યા, એંતરે કે વાએંરું હમનેં અગ્યેડ વદવા થી રુંકેં રિયુ હેંતું, હમું સલમોન નેં હામેં થાએંનેં ક્રેતે દ્વીપ ની તરફ સાલેં જ્યા, 8અનેં હીની ધેડેં-ધેડેં મુટી મુસિબત થી સાલેંનેં શુભલંગરબારી નામ ની એક જગ્યા પોત્યા, ઝાંહી લસયા સેર નજીક હેંતું.
9ઝર ઘણા દાડા વીતીજ્યા, અનેં જહાંજ થી પરવાસ કરવા મ એંતરે હારુ જુંખમ હેંતું, કે ભુંગ સડાવવા ના તેવાર નો દાડો વીતીજ્યો હેંતો, અનેં આસ વેયો મોસમ હે. ઝર દરજ્યો ઘણોસ ખતરનાક થાએં જાએ હે, એંતરે હારુ પાવલુસેં હેંનં બદ્દનેં એંમ કેંનેં હમજાડ્યા, 10“હે ભાજ્યોં, મનેં એંમ ગમ પડે હે કે એંના પરવાસ મ જુંખમ અનેં ઘણું નુકસાન હે, નેં ખાલી માલ અનેં જહાંજ નું, પુંણ આપડં જીવં નું હુંદું નુકસાન થાવા વાળું હે, એંતરે હારુ કુંએંણું થમેં જાએ તર-તક આપું આંસ રુંકાજ્યે.” 11પુંણ હો સેનિકં ના અધિકારજ્યેં પાવલુસ ની વાતં કરતં જહાંજ નો ડાઇવોર અનેં જહાંજ ના માલિક ઇપેર વદાર ભરુંહો રાખ્યો. 12શુભલંગરબારી નામ ના જહાંજ રુંકાવા ની ટીસણેં હિયાળો કાડવા હારુ સઈ જગ્યા નેં હીતી, એંતરે હારુ ઘણં નો વિસાર થાયો કે તાં થી અગ્યેડ વદારવા મ આવે, અગર કઇક રિતી થી થાએં સકે તે ફિનિક્સ જહાંજ રુંકાવા ની ટીસણેં પોતેંનેં હિયાળો કાડજ્યે. ઇયુ તે ક્રેતે દ્વીપ ની ધેડ ની એક જહાંજ રુંકાવા ની ટીસણ હે, ઝેંનો દરવાજો રાખો-બુડમણી બાજુ અનેં હુરી-બુડમણી બાજુ મ હે, એંતરે હારુ ખરાબ હિયાળો કાડવા હારુ ઇયે જગ્યા સઈ હે.
દરજ્યા મ તુંફન
13ઝર રાખો તરફ થી થુડી-થુડી વાઇરી સાલવા લાગી, તે એંમ હમજ્યા કે વેયા યોજના પરમણે ફિનિક્સ જહાંજ રુંકાવા ની ટીસણ તક પોતેં જાહે, એંતરે હારુ લંઘર ઉપાડ્યુ અનેં ક્રેતે દ્વીપ ની ધેડેં થી જાવા લાગ્યા. 14પુંણ થુડી વાર મ દ્વીપ તરફ થી એક મુંટું કુંએંણું આયુ, ઝી “યૂરકુલીન” કેંવાએ હે. 15ઝર કુંએંણું જહાંજ ઇપેર લાગ્યુ, તર જહાંજ કુંએંણા નેં હામેં ટકેં નેં સક્યુ, એંતરે હારુ હમવેં જહાંજ નેં કુંએંણા મ વએંતું સુંડ દેંદું, અનેં એંમેંસ વએંતા જાએંનેં જાતારિયા. 16તર કોદા નામ ના એક નાનહાક ટાપા ની રાખો ની બાજુ મ થાએંનેં, જાવા થી હમનેં થુડીક રાહત મળી. તાં ઘણી મુશ્કિલ થી બસાવા વાળી નાની નાવ નેં હમું કાબુ મ કરેં સક્યા. 17જહાંજ સલાડવા વાળેં હીની બસાવા વાળી નાની નાવ નેં ઇપેર કેંસેંનેં જહાંજ મ મેંલ દીદી. ફેંર જહાંજ નેં નિસં થી લેંનેં ઇપેર તક દુઇડં થી કાઠું કરેંનેં બાંદ દેંદું. અનેં સુરતિસ ખાડી ની રેતી ઇપેર ફસાએં જાવા ની બીક થી હેંનવેં સઢસામન નેં નિસં ઉતારેંનેં જહાંજ નેં વાએંરા નેં હાતેં-હાતેં તણાવા દેંદું. 18ઝર હમવેં કુંએંણા થી ઘણા આસકા અનેં ધક્કા ખાદા, તે બીજે દાડે વેયા જહાંજ નો માલ ફેંકવા લાગ્યા. 19અનેં તીજે દાડે હેંનવેં પુંતાનં હાથં થકી જહાંજ નું સામન હુંદું ફેંક દેંદું. 20અનેં ઝર ઘણં દાડં તક, નેં સૂર્યો નેં તારા ભાળવા જડ્યા, અનેં મુંટું કુંએંણું સાલેં રિયુ હેંતું, તે સેંલ્લે હમારી બસવા ની બદ્દી આહ પૂરી થાએં ગઈ.
21ઝર હેંનવેં ઘણં દાડં તક ખાવાનું નેં ખાદું, તે પાવલુસેં હેંનની વસ મ ઇબે થાએંનેં કેંદું, હે ભાજ્યોં, અગર તમું મારી સલાહ માનતા અનેં આપું ક્રેતે દ્વીપ થી નેં નકળતા તે ઠીક હેંતું, નેં તે ઇયે મુસિબતેં આપડી ઇપેર આવતી અનેં નેં આ બદું નુકસાન ઉઠાવવું પડતું. 22પુંણ હાવુ હૂં તમનેં હમજાડું હે કે તમું હિમ્મત રાખો, કેંમકે તમારી મના કેંના યે જીવ નું નુકસાન નેં થાએ, પુંણ ખાલી જહાંજ નું થાહે. 23કેંમકે ઝેંના પરમેશ્વર નો હૂં સેંવક હે, અનેં ઝીની સેવા હૂં કરું હે, હેંના હરગદૂતેં ગઈ રાતેં મારી કન આવેંનેં કેંદું, 24“હે પાવલુસ, નહેં સમકેં, તારે કૈસર #27:24 રોમ નો મુંટો રાજા હામેં ઇબું રેંવું જરુરી હે, અનેં પરમેશ્વર હેંનં બદ્દનેં ઝી તારી હાતેં પરવાસ કરે હે, જીવતં રાખહે.” 25એંતરે હારુ, હે ભાજ્યોં, હિમ્મત રાખો, કેંમકે મનેં પરમેશ્વર ઇપેર પૂરો વિશ્વાસ હે, કે ઝેંવું મનેં કેંવા મ આયુ હે, વેમેંસ થાહે. 26પુંણ આપનેં કઇનાક ટાપા ઇપેર જાએંનેં રુંકાવું પડહે.
જહાંજ નું ટુટવું
27ઝર સવુદવી રાત થાઈ, અનેં હમું અદ્રિયા દરજ્યા મ ભટકેં રિયા હેંતા, તે લગ-ભગ અરદી રાતેં જહાંજ સલાડવા વાળં નેં લાગ્યુ કે હમું કઇનિક ધેડેં પોતેં રિયા હે. 28ઝર હેંનવેં પાણેં ની ઉંડાઈ માપી, તે સાડતરી મીટર ઉંડું હેંતું, અનેં થુંડુંક અગ્યેડ વદેંનેં ફેંર પાણેં ની ઉંડાઈ માપી, તે હતાવી મીટર ઉંડું હેંતું. 29તર ભાઠં વાળી જમીન ઇપેર જહાંજ ટકરાવા ની સમક થી, હેંનવેં જહાંજ ને વાહલે ભાગેં સ્યાર લંઘરજ્ય નાખ્ય, અનેં દાડો ઉગવા ની વાટ જુંવતા રિયા. 30પુંણ ઝર જહાંજ સલાડવા વાળા જહાંજ મહા નાહવા માંગતા હેંતા, હેંનવેં જહાંજ નેં હામેં ની તરફ થી લંઘર નાખવા નેં બાને બસાવા વાળી નાની નાવ નેં દરજ્યા મ ઉતાર દીદી. 31તે પાવલુસેં હો સેનિકં ના અધિકારી અનેં બીજં સેનિકં નેં કેંદું, “અગર ઇયા જહાંજ ઇપેર નેં રે, તે તમું હુંદા નહેં બસેં સક્તા.” 32તર સેનિકંવેં દુઇડં કાપેંનેં બસાવા વાળી નાની નાવ નેં દરજ્યા મ ગેંરવેં નાખી.
33ઝર દાડો ઉગવા મ હેંતો, તે પાવલુસેં એંમ કેં નેં, બદ્દનેં ખાવાનું ખાવા હારુ અરજ કરી, કે “આજે સવુદ દાડા થાયા કે તમું સિન્તા કરતા-કરતા ભુખા રિયા, અનેં કઇ ખાવાનું નેં ખાદું. 34એંતરે હારુ હૂં તમનેં હમજાડું હે કે કઇક ખાએં લો, ઝેંના થી તમારો બસાવ થાએં, કેંમકે તમં મહા કેંનેં યે કઇ નુકસાન નેં થાએ.” 35અનેં એંમ કેંનેં હેંને રુટી લેંનેં બદ્દ હામેં પરમેશ્વર નું ધનેવાદ કર્યુ અનેં તુંડેંનેં ખાવા મંડ્યો. 36તર વેયા બદ્દા હિમ્મત મેંળવેંનેં ખાવાનું ખાવા લાગ્યા. 37હમું બદ્દા મળેંનેં જહાંજ ઇપેર બસ્સો હિત્તર અનેં તાંણ માણસ હેંતા. 38ઝર વેયા ખાવાનું ખાએંનેં ધાપેંજ્યા, તે ગુંવં નેં દરજ્યા મ ફેંકેંનેં જહાંજ ફોરું કરવા મંડ્યા.
39ઝર દાડો ઉગ્યો, તે વેયા હીની જગ્યા નેં વળખેં નેં સક્યા, પુંણ એક ખાડી ભાળી, ઝેંનો કિનારો રેતી વાળો હેંતો, અનેં વિસાર કર્યો કે અગર થાએં સકે તે એંનેં ઇપેર જહાંજ નેં ટેંકવેં દેંવાએ. 40તર હેંનવેં લંઘરજ્ય નેં ખોલેંનેં દરજ્યા મ નાખેં દેંદં, અનેં હેંનેસ ટાએંમેં પતવાર ન દુઇડં ઢીલં કર દેંદં, અનેં વાએંરા નેં હામેં આગલી સઢ સડાવેંનેં ધેડ મએં સાલ્યા. 41પુંણ બે દરજ્યા નેં મળવા ની જગ્યા ઇપેર હેંનવેં જહાંજ નેં ટેંકવ્યુ, અનેં હેંનો આગલો ભાગ રેતી મ ડહેંજ્યો, પુંણ જહાંજ નો વાહેડ નો ભાગ ઝાભોળં ની માર થી ટુટવા મંડ્યો. 42તર સેનિકં નેં એંવો વિસાર આયો કે કેદીય નેં માર નાખજ્યે, એંવું નેં થાએં કે કુઇ તરેંનેં નાહેં જાએ. 43પુંણ હો સેનિકં નો અધિકારી યૂલિયુસેં પાવલુસ નેં બસાવા ની અસ્યા થી, હેંનનેં એંવા વિસાર થી રુંક્યા, અનેં એંમ કેંદું, “ઝી તરેં સકે હે, વેયા પેલ કુદેંનેં ધેડેં નકળેં જાએ, 44અનેં ઝી માણસ તરેં નહેં સક્તા વેયા પાટજ્ય ઇપેર થાએંનેં, કે જહાંજ ની બીજી વસ્તુવેં હાએંનેં નકળેં જાએ.” ઇવી રિતી થી બદ્દાસ સહી સલામત પોતેંજ્યા.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in