YouVersion Logo
Search Icon

તિતસને પત્ર 1

1
1ઈશ્વરના સેવક અને ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પાઉલ તરફથી શુભેચ્છા. ઈશ્વરના પસંદ કરાયેલા લોકનો વિશ્વાસ વધે તે માટે અને તેમને આપણા ધર્મના સત્યમાં દોરી જવામાં મદદરૂપ થવા માટે મને પસંદ કરીને મોકલવામાં આવ્યો છે. 2એ સત્યનો આધાર સાર્વકાલિક જીવનની આશા પર છે.
ઈશ્વર જૂઠું બોલતા નથી અને તેમણે સમયની શરૂઆત થયા અગાઉ એ જીવન આપવાનું વચન આપેલું છે, 3અને યોગ્ય સમયે તેમના સંદેશા મારફતે તે પ્રગટ કર્યું છે. મને આ સંદેશ સોંપવામાં આવેલો છે. આપણા ઉદ્ધારક ઈશ્વરની આજ્ઞા મળી હોવાથી હું તે જાહેર કરું છું.
4તિતસ, હું તને આ પત્ર પાઠવું છું. આપણે જે વિશ્વાસ ધરાવીએ છીએ, તેમાં તું મારો સાચો પુત્ર છે.
ઈશ્વરપિતા અને આપણા ઉદ્ધારક ખ્રિસ્ત ઈસુ તને કૃપા અને શાંતિ બક્ષો.
ક્રીતમાં તિતસનું સેવાકાર્ય
5તું ક્રીત ટાપુમાં આૂરાં કાર્યોની વ્યવસ્થા કરે અને દરેક શહેરમાં મંડળીના આગેવાનોની નિમણૂક કરે તે માટે મેં તને ત્યાં રાખ્યો છે. મારી સૂચનાઓ ધ્યાનમાં રાખજે. 6આગેવાન નિર્દોષ હોવો જોઈએ. તેને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો ઈસુ પર વિશ્વાસ રાખનારાં હોવાં જોઈએ અને ચારિયહીન કે અનાજ્ઞાંક્તિ હોવાં ન જોઈએ. 7ઈશ્વરના કાર્યની દેખરેખ રાખતો હોવાથી મંડળીનો આગેવાન નિર્દોષ હોવો જોઈએ. તે સ્વચ્છંદી, ગુસ્સાવાળો, દારૂડિયો, ઝઘડાખોર કે દ્રવ્યલોભી હોવો ન જોઈએ. 8તે પરોણાગત કરનાર અને બીજાનું ભલું ઇચ્છનાર હોવો જોઈએ. તે સંયમી, ન્યાયી, પવિત્ર અને શિસ્તમય જીવન જીવનારો હોવો જોઈએ. 9તે સિદ્ધાંત પ્રમાણેના ભરોસાપાત્ર સંદેશને વળગી રહેનાર હોવો જોઈએ. આ રીતે તે બીજાઓને સાચું શિક્ષણ આપીને પ્રોત્સાહિત કરશે અને એ સંદેશના વિરોધીઓના દુર્મતનું ખંડન કરી શકશે.
10કારણ, ખાસ કરીને સુન્‍નતની હિમાયત કરનારાઓમાંથી કેટલાક બળવાખોરો ઊભા થયા છે. તેઓ પોતાની મૂર્ખાઈથી બીજાઓને છેતરે છે. 11તેમને બોલતા બંધ કરી દેવા જોઈએ. કારણ, તેઓ ખોટું શિક્ષણ આપીને કેટલાંયે કુટુંબોને બરબાદ કરે છે. તેમનો ઇરાદો તો પૈસા કમાવાનો છે અને તે શરમજનક છે. 12તેમના જ એક સંદેશવાહકે કહ્યું છે: “ક્રીતના લોકો તો જુઠ્ઠા, ઘાતકી, આળસુ અને ખાઉધરા છે.” 13તેનું કહેવું સાચું છે. આ કારણથી તારે તેમને ધમકાવવા, 14જેથી તેમનો વિશ્વાસ મજબૂત બને અને યહૂદી દંતકથાઓ પર કે સત્યનો નકાર કરનારાઓની આજ્ઞાઓ પર આધાર ન રાખે. 15જેઓ જાતે જ શુદ્ધ છે તેમને માટે બધું શુદ્ધ છે. પણ જેઓ અશુદ્ધ અને અવિશ્વાસી છે તેમને મન કશું જ શુદ્ધ નથી; કારણ, તેમનાં મન અને પ્રેરકબુદ્ધિ અશુદ્ધ થયેલાં છે. 16તેઓ ઈશ્વરને ઓળખતા હોવાનો દાવો કરે છે, પણ તેમનું વર્તન તેનો નકાર કરે છે. તેઓ તિરસ્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા તથા કોઈ પણ સારું કાર્ય કરવાને માટે નક્મા છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy