તેડુંSample

હું ક્યાંથી શરૂઆત કરું?
તમને જે કરવાનું ગમે છે ત્યાંથી શરૂઆત કરીએ.
તમને કયા તાલંતો આપવામાં આવ્યા છે?
શું તમે રસોઈયા છો? શું તમે લખી કે વાંચી શકો છો? શું તમે સારા ફોટા લઈ શકો છો? શું તમે લોકોની સાથે સારી રીતે સંપર્ક કરી શકો છો? શું તમે સારા સાંભળનાર છો? શું તમે બાળકો સાથે સારી રીતે કામ કરી શકો છો? શું તમે સારા વિડિયો લઈ શકો છો? શું તમે ઘરને સ્વચ્છ કેવી રીતે રાખવું જોઈએ તે જાણો છો?
તમને જે કાર્ય કરવાનું ગમે છે ત્યાંથી શરૂઆત કરો
તમને જે કરવાનું ગમે છે એ કાર્ય વધારે કરો.
તમારી આસપાસના લોકો માટે તે કાર્ય કરો.
પ્રેમથી કાર્ય કરો.
અને જેમ તમે પ્રભુને માટે કરતા હોય તેમ શ્રેષ્ઠતાથી કાર્ય કરો.
ઈશ્વરના તેડાને કશું જ ન કર્યા વગર પ્રત્યુત્તર આપી શકાય નહિ. તમે જ્યાં છો ત્યાંથી તેની શરૂઆત થાય છે.
જ્યારે તમે તમારા કૃપાદાનો અને તાલંતો દ્વારા લોકોની સેવા કરશો, ત્યારે લોકોને પ્રેમનો અનુભવ થશે; યાદ રાખો કે પ્રેમ ક્યારેય નિષ્ફળ જતો નથી!
તેની શરૂઆત મોટી સંભાળ સાથે કરવામાં આવતી નાની બાબતોથી થાય છે. નાનામાં નાના કાર્યોમાં પણ ઈશ્વરનો પ્રેમ જોઈ શકાય છે.
પણ ફક્ત બેસી રહીને કંઈ જ ન કરો એવું થવા દેશો નહિ; તમારી પાસે જે છે તેનાથી શરૂઆત કરો. અને જ્યારે તમે પ્રભુની સાથે વધારે સમય ગાળશો ત્યારે તે તમને સ્પષ્ટ દોરવણી આપશે. તે તમને રાત્રે અને દિવસે દોરશે અને તમારું માર્ગદર્શન કરશે.
અત્યારે તમારા હાથમાં શું છે?
ઈશ્વરને તમારી પાસે જે પાંચ રોટલી અને બે માછલી હોય તે આપો, અથવા તો ફક્ત તમારા ખાલી હાથ પણ સોંપી દો.
પણ ક્યાંકથી શરૂઆત કરો...
‘શૂન્યથી શરૂઆત થાય છે, અને તમારે શરૂઆત કરવાની છે!’
Scripture
About this Plan

તેડું તો બાઈબલ વાંચનની એક એવી યોજના છે જેની શરૂઆત શૂન્યથી થાય. આ 3 દિવસની યોજના ઓનલાઈન અને ઓફલાઈન રીતે લોકોને ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરવા માટે ઈશ્વરના તેડા પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના છે; જે ખ્રિસ્તના શરીરમાંના દરેક વ્યક્તિઓની મહત્વતાને સમજીને બીજા લોકોની સેવા કરવા માટે આપણા તાલંતો તથા કૃપાદાનોનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવાની યોજના છે.
More
Related Plans

The Rapture of the Church

Don’t Know What You’re Doing After Graduation? Good.

The Origin of Our Story

Every Thought Captive

As He Purposeth in His Heart by Vance K. Jackson

Forever Welcomed: A Five-Day Journey Into God’s Heart for All

UNPACK This...Being a Good Teammate in Life

3 - LORD'S PRAYER - the Lord´s Requirements

Seasons of Hardship: Live the Jesus Way
