તેડુંSample

શું તમે ઈશ્વરનું તેડું સાંભળો છો?
આપણા જીવનો પર ઈશ્વરનું તેડું છે – એ તેડું કહે છે કે જાઓ.
“આખાજગતમાંજઈનેઆખીસૃષ્ટિનેસુવાર્તાપ્રગટકરો.”
આપણે આપણા જીવનકાળમાં કેટલાક એવા લોકોને મળીએ છીએ, જેમને આપણે ઈસુને પ્રગટ કરીએ છીએ અને તેઓ જેને જોઈ શકે એવા ઈસુ બની શકીએ છીએ. દુ:ખી આત્માઓથી ભરેલા જગતમાં આપણે ઈશ્વરની કૃપાની ચાવી લઈને ફરીએ છીએ. આપણને ઈશ્વરનો પ્રેમ પ્રગટ કરવા માટે, ઈશ્વરનો પ્રકાશ ફેલાવવા માટે અને ઈશ્વરનો ચહેરો પ્રગટ કરવા માટે તેડવામાં આવ્યા છે.
આપણને કૃપાદાનો અને તાલંતો આપવામાં આવ્યા છે, તે એવા સાધનો છે જેનો ઉપયોગ કરવાની આવડત આપણને આપવામાં આવી છે; તો શા માટે કોઈને ઈસુનો પરિચય કરાવવા તેનો ઉપયોગ ન કરીએ?
આ સારી રીત છે...
એવા ઘણા લોકો છે જેમણે સુવાર્તા સાંભળી નથી.
તેમણે ખ્રિસ્તના પ્રેમનો અનુભવ કર્યો નથી.
તેમણે ઈશ્વરની કૃપા અને માફીનો અનુભવ કર્યો નથી. તેઓ ઈશ્વરની વાસ્તવિક હાજરી શું છે તે જાણતા નથી.
તેમણે જોયું નથી, અનુભવ્યું નથી, તેમણે સાંભળ્યું નથી...
આ તેડું તો બતાવવાનું અને વાવવાનું તેડું છે, આ તેડું તો બોલવાનું અને સાંભળવાનું તેડું છે. આ તેડું તો સર્જન કરવાનું તેડું છે.
શું તમે ઈશ્વરનો અવાજ સાંભળો છો?
ઈશ્વરના તેડાનો તમે કેવો પ્રત્યુત્તર આપશો?
શું એ પ્રત્યુત્તર એવો હશે કે, “હું આ રહ્યો, મને મોકલો?”
કે પછી તે પ્રત્યુત્તર એવો હશે કે, “કોઈ બીજાને મોકલો?”
જેઓ ખ્રિસ્તના અસિમ પ્રેમને જાણે છે તે દરેક માટે આ તેડું છે. કોઈ તમારા જેવું કાર્ય કરી શકશે નહિ, કેમ કે તમને ઈશ્વરે અજોડ ભેટ આપી છે.
તમે મહત્વના છો. તેડા પ્રત્યેનું તમારું આજ્ઞાંકિતપણું મહત્વનું છે.
તેડાને પ્રત્યુત્તર આપવાની પસંદગી તમારી છે.
સારી રીતે પસંદગી કરો. જીવનની પસંદગી કરો. પ્રેમની પસંદગી કરો.
જવાની પસંદગી કરો...
Scripture
About this Plan

તેડું તો બાઈબલ વાંચનની એક એવી યોજના છે જેની શરૂઆત શૂન્યથી થાય. આ 3 દિવસની યોજના ઓનલાઈન અને ઓફલાઈન રીતે લોકોને ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરવા માટે ઈશ્વરના તેડા પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના છે; જે ખ્રિસ્તના શરીરમાંના દરેક વ્યક્તિઓની મહત્વતાને સમજીને બીજા લોકોની સેવા કરવા માટે આપણા તાલંતો તથા કૃપાદાનોનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવાની યોજના છે.
More
Related Plans

From Choke Point to Calling: Finding Freedom With Jesus

Demons, for Real?!

Endurance: God’s Power for Your Weight Loss Journey

HZY | BRP Week 1 - Introduction to Faith

Greatness: Matthew 14-20

Quiet Your Soul: 3 Days of Silence

Faith in the Dark

Two-Year Chronological Bible Reading Plan (First Year-September)

How to Hold God's Hand
