YouVersion Logo
Search Icon

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાતSample

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

DAY 26 OF 40

સ્વ - જાળવણી એક એવો ગુણ છે જે દરેક મનુષ્યમાં સામાન્ય રીતે જોવા મળે છે. આપણા શરીરો અને મગજોની સંરચના જે રીતે કરવામાં આવી છે તે આપણા પોતાની સુરક્ષા માટે અને કોઈપણ જોખમથી આપણને સલામત રાખવા માટે છે. તેથી સલામત રહેવા માટેની પિતરની કુદરતી ઈચ્છાને ઈસુએ શાંત કરવું પડયું તેમાં કોઈ નવાઈ નથી. ઇસુ તે વિષયને ત્યાં જ બંધ કરી દેતા નથી પરંતુ શિષ્ય થવાનાં મૂલ્ય અંગે આગળ વાત કરવાનું શરૂ કરે છે. ઇસુનો અનુયાયી જેની ચૂકવણી કરે છે તે ઉચ્ચ મૂલ્ય, તે મરણ પામવાની બાબત પણ હોય શકે, વિષે તે વાત કરે છે, આખરે તે અનંત જીવનમાં રૂપાંતરિત થઇ જશે. ઘણીવાર આપણી સ્વ-જાળવણી કરવાની મહેચ્છાઓ ઈશ્વરની આગળ સમર્પિત થવા અને તેમની સેવા કરવા આપણને રોકી રાખે છે. ખ્રિસ્તના પગલે સંપૂર્ણપણે ચાલવા માટે તેઓ આપણને બહાનાંઓ આપે છે અને હૂંફાળા ખ્રિસ્તી જીવનો જીવીને આપણને કિનારા પર ધકેલી દે છે. પ્રતિફળની સ્વર્ગીય પધ્ધતિ વિષે ઇસુ ઘણાં સ્પષ્ટ છે. તે કહે છે કે તેઓએ જે કરણી કરી છે તે અનુસાર તે દરેક વ્યક્તિને બદલો આપશે(જ્યારે તે પાછા આવશે ત્યારે).

પોતાને પૂછવાનાં સવાલો:
તમારી પાસે જે તમારી દુનિયા છે તેનાં નાના ભાગમાં ઈશ્વરની સેવા કરવા માટે તમે શું કરો છો ?
ખ્રિસ્તથી અને તેના શરીરથી દૂર રહીને પોતાને સલામત સ્થળે રાખવાનો અને પોતાને સંભાળી રાખવાનો પ્રયાસ શું તમે કરો છો ?

About this Plan

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More