YouVersion Logo
Search Icon

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાતSample

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

DAY 25 OF 40

ઇસુ કોણ છે તે વિષે તમે શું કહો છો ? તમારો જવાબ તમારા અને ઈશ્વર વચ્ચેનાં સંબંધ વિષે ઘણું બધું કહી જાય છે કારણ કે ચાલો આપણે તેનો સામનો કરીએ કે આખરે તો ખ્રિસ્તી જીવન ધર્મ કરતા સંબંધ પર વધારે આધારિત છે. માનવ રૂપમાં ધરતી પરના ઈસુના આગમને સદાકાળને માટે ઈશ્વર અને માણસ વચ્ચેની ખાઈને પૂરી દીધી. તેમણે તેમના પિતાની હાજરી સૌથી ખરાબમાં ખરાબ પાપી વ્યક્તિ માટે પણ ઉપલબ્ધ કરાવી જો તેઓ માત્ર તેઓના પાપોનો પસ્તાવો કરે, તેમનામાં વિશ્વાસ કરે અને તેમના નામે અરજ કરે. જેમ ઈસુએ કોઈ એક પ્રસંગે કહ્યું તેમ, ઘણાં તેડાયેલા છે પરંતુ બહુ થોડાં પસંદગી પામેલાં છે, જેનો અર્થ થાય છે કે ખ્રિસ્તને ઓળખવા માટે આમંત્રિત થવાના ટેન્સનમાં સમગ્ર જગત રહેશે પરંતુ બહુ થોડાં લોકો હશે જેઓ તેમનું અનુકરણ કરવા અને તે જે કહે છે તે કરવાની પસંદગી કરી શકશે.

પિતર જાણતો હતો કે તેણે કોના પર વિશ્વાસ કર્યો છે અને આ જ્ઞાન તેના જીવનના પાછલાં ભાગમાં તેને આગળ લઇ ગયો કે જ્યાંરે યહૂદી જગતમાં સુવાર્તાનો ફેલાવો તેમણે નીડરતાથી અને પરાક્રમથી કર્યો.

પોતાને પૂછવાનાં સવાલો:
ઇસુ કોણ છે તે અંગે તમે શું કહો છો ?
તમે તેમની સાથેના સંબંધમાં પ્રગતિ કરી રહ્યા છો એવું શું તમને લાગે છે ?
જો નથી તો આ વિષય પર શું તમે થોડો વિચાર કરશો ?

About this Plan

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More