YouVersion Logo
Search Icon

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂકSample

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

DAY 18 OF 20

પાઉલ જયારે કાઇસરિયા આવે છે, ત્યારે ફેલીક્સ હાકેમ સમક્ષ તેનો મુકદ્દમો ચલાવવામાં આવે છે. પાઉલ તેનો દાવો રજૂ કરતાં સાક્ષી આપે છે, કે તે ઈઝરાયલના દેવમાં આશા રાખે છે, અને તેના તહોમતદારો જેવી જ પુનરુત્થાનની આશા પણ રાખે છે. ફેલીક્સને આ માણસને દોષી ઠરાવવાનું કોઈ કારણ મળતુ નથી, પરંતુ તેનું શું કરવું તે પણ તે જાણતો નથી, તેથી તે તેને કોઈ પણ કારણ વગર બે વર્ષ સુધી બંધનમાં રાખી મુકે છે. પાઉલની અટકાયત દરમ્યાન ફેલીક્સની પત્ની પાઉલ અને ઈસુ વિષે સાંભળવાની વિનંતી કરે છે. ફેલીક્સ પણ સાંભળવા માટે આવે છે, અને ઈસુના રાજયના લાગુકરણો સાંભળીને ગભરાઈ જાય છે. તે ચર્ચા કરવાનું ટાળે છે, પરંતુ તેમ છતાં પાઉલ પાસેથી લાંચ લેવાની આશામાં નિયમિતપણે પાઉલને બોલાવે છે. અંતે ફેલીક્સની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ આવે છે, અને ફરીથી પાઉલને મારી નાખવાની આશા રાખતા યહૂદીઓની સમક્ષ પાઉલના મુકદ્દમાની તપાસ કરવામાં આવે છે. પાઉલ ફરીથી નિર્દોષ હોવાનો દાવો કરે છે, અને તેના પ્રતિભાવમાં ફેસ્તસ પૂછે છે, કે શું તે તેની તપાસ યરૂશાલેમમાં લઈ જવા માંગે છે?પરંતુ પાઉલ સહમત થતો નથી, અને કાઇસર સમક્ષ રોમમાં તેની તપાસ કરવામાં આવે એવી અપીલ કરે છે. ફેસ્તસ તેની વિનંતીને માન્ય રાખે છે. હવે જેમ ઈસુએ કહ્યું હતું તેમ (પ્રે.કૃ 23:11), પાઉલ ઈસુના શુભસંદેશને રોમમાં લાવે છે.

વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:

• ફેલીક્સ (24:10-21 જુઓ) અને ફેસ્તસની (25:8-11 જુઓ) આગળ પાઉલે કરેલા બચાવની સમીક્ષા કરો. તમે શું અવલોકન કરો છો? તમને કયા શબ્દો અથવા શબ્દસમૂહો સૌથી અલગ લાગે છે?

• પાઉલે ન્યાયીપણું, સંયમ, અને આવનાર ન્યાય વિષે વાત કરી હતી (24:25). પાઉલના કેટલાક શ્રોતાઓ ચેતવણી પામ્યા અને ઈશ્વર તરફ કર્યા, પરંતુ કેટલાકે તેનાથી ગભરાઇને તેના વિષે વાત કરવાનું પણ ટાળ્યું. તમારો પ્રતિભાવ શું છે?

• તમારા મનન મુજબ એક પ્રાર્થના કરો. તમારા ડર વિશે ઇશ્વર સાથે વાત કરો, અને ઈસુના સંદેશ વિશે શીખવા અને તે મુજબ જીવન જીવવા માટે નવી હિંમત માંગો.

About this Plan

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-2" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય, અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

More