YouVersion Logo
Search Icon

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂકSample

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

DAY 15 OF 20

એફેસસમાં ધાંધલ પૂરી થયા પછી પાઉલ પચાસમાના વાર્ષિક તહેવાર માટે સમયસર યરૂશાલેમ પાછા જવા રવાના થયો. માર્ગમાં મુસાફરી દરમ્યાન તે ઘણા શહેરોમાં શુભસંદેશ આપતો ગયો અને ઈસુના અનુયાયીઓને ઉતેજન આપતો ગયો.તેમાં આપણે પાઉલ અને ઈસુના સેવા કાર્ય વચ્ચેની સમાનતાને જોઇએ છીએ. ઈસુએ પણ વાર્ષિક તહેવારમાં જવા માટે યોગ્ય સમયે યરૂશાલેમને માટે પ્રયાણ કર્યુ (તેમના કિસ્સામાં, પાસ્ખાપર્વ) હતું, અને માર્ગમાં તેમના રાજયનો શુભ સંદેશ પ્રચાર કર્યો હતો. અને જેમ ઈસુ જાણતા હતા કે વધસ્તંભ તેમની રાહ જુએ છે, તેમ પાઉલ પણ જાણતો હતો, કે રાજધાનીના શહેરમાં મુશ્કેલીઓ અને તકલીફો તેની રાહ જોઇ રહ્યાં છે. તેથી આ જ્ઞાન સાથે તે વિદાય સભાનું આયોજન કરે છે. તે નજીકના શહેરમાં એફેસસના પાળકોને મળવા માટે બોલાવે છે, અને ત્યાં તે તેમને ચેતવણી આપે છે, કે તેના ગયા પછી પરિસ્થિતિ વધારે કઠિન થશે. તે તેમને કહે છે કે તેમણે જરૂરીયાતમંદોને ઉદારતાથી મદદ કરવાની કાળજી રાખવાની છે, અને ખંતથી તેમની મંડળીઓનું રક્ષણ અને પોષણ કરવાનું છે. પાઉલને છેલ્લી સલામ કહેતી વખતે દરેકનું હદય ભાંગી પડે છે. તેઓ રડે છે, તેને આલિંગન કરે છે, અને ચુંબન કરે છે, અને જ્યાં સુધી તેને લઈ જતા વહાણમાં તે બેસી ન જાય, ત્યાં સુધી તેનાથી દૂર જવાનો ઇનકાર કરે છે.



વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:

• પ્રે.કૃ 20:23 માં પાઉલે કહેલા શબ્દોની સરખામણી પવિત્ર આત્માએ અનાન્યાને કહેલા એ શબ્દો સાથે કરો, જે શબ્દો પાઉલની પુનરૂત્થાન પામેલા ઈસુની સાથે પ્રથમ વાર થયેલી મુલાકાત વિશે પવિત્ર આત્માએ અનાન્યાને કહ્યા હતા (પ્રે. કૃ. 9:15-16 જુઓ). તમે આ બે ફકરાઓની સરખામણી કરો કે તેમની વચ્ચેનો વિરોધાભાસ જુઓ છો, ત્યારે તમને કયા પ્રશ્નો આંતરસૂઝ કે નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે?

• વિદાય વખતે પાઉલે કહેલા શબ્દો વાંચો (જુઓ 20:18-35). તમે શું અવલોકન કરો છો? કેવી રીતે તે શરૂઆતની મંડળીના આગેવાનોનેઉત્તેજન, ચેતવણી અને સૂચના આપે છે? જો બધાં જ આગેવાનો પાઉલની સૂચના અનુસાર દોરવાયા હોત તો શું થાત? એ વિષે તમે શું માનો છો? આજે તમે પાઉલની સૂચનાઓનો કેવો વ્યવહારિક પ્રતિભાવ આપી શકો છો?

• જયારે ઈસુએ યરૂશાલેમ ભણી પોતાની મુસાફરીની શરૂઆત કરી ત્યારે શિષ્યો ત્યાં જે દુ:ખો તેમની રાહ જોઈ રહ્યાં છે, તેને સમજી શકતા નથી, અને જયારે તેમના દુ:ખો વિશે જાણે છે, ત્યારે તેમનાથી દૂર જતા રહે છે. પરંતુ જયારે પાઉલ તેની રાજધાનીના શહેર તરફ મુસાફરી કરવાની શરૂઆત કરે છે, ત્યારે ત્યાં શું થશે તે બધા જાણતા હતા, અને તેમણે પૂરા હ્રદયથી સહયોગ આપ્યો. શિષ્યોની લાગણી અને સમર્થનથી પાઉલ પર કેવી અસર થઇ હશે, તે વિષે તમે શું માનો છો? આજે તમે કોને સમર્થન આપી શકો?

• તમારા વાંચન અને મનન મુજબ એક પ્રાર્થના કરો. ઈસુ તમારા માટે યરૂશાલેમ ગયા અને દુઃખ સહન કર્યા, તેને માટે ઈસુનો આભાર માનો. તમારા પોતાના માટે, અને તમારા શહેરની મંડળીના આગેવાનો ઉદારતાથી આત્મ-બલિદાન કરીને પ્રભુની સાથે જોડાય એવી પ્રાર્થના કરો. આ અઠવાડિયે કેવી રીતે તમે તમારા સમુદાયને ઈશ્વરની કૃપા અને સમર્થનને વ્યવહારુપણે વહેંચશો તે વિશેના વિચારો આપવા માટે પ્રભુને વિનંતી કરો. તેના વિશે તમારા મનમાં આવતા વિચારોને લખો અને તે પ્રમાણે જીવન જીવો.

About this Plan

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-2" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય, અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

More