YouVersion Logo
Search Icon

Plan Info

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજરSample

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

DAY 36 OF 40

જયારે પાઉલ યરૂશાલેમ તરફ તેની મુસાફરીને ચાલુ રાખે છે, ત્યારે માર્ગમાં તે ઈસુના અનુયાયીઓના વૃધ્ધિ પામતા સમાજની મુલાકાત લેવા માટે થોભે છે. તેઓ બધા પાટનગરમાં જવાના તેના ઉદ્દેશ્ય વિષે જાણે છે, ત્યારે તરત જ તેની વિરુધ્ધ દલીલ કરે છે. તેઓ તેને ત્યાં ન જવાની વિનંતી કરે છે, અને સમજાવે છે, કે જો તે જશે તો તેને જેલમાં પૂરવામાં આવશે, અથવા મારી નાખવામાં આવશે. પરંતુ પાઉલ તો તેના વિશ્વાસને માટે મરવા પણ તૈયાર છે, અને તેથી તે આગળ વધે છે. જયારે તે યરૂશાલેમમાં આવે છે, ત્યારે તે યહૂદીઓનો વિરોધી નથી એવું બતાવવા માટે યહૂદી પરંપરાઓને પાળે છે. વાસ્તવમાં તો તે એક સમર્પિત યહૂદી છે, જે તેના પિતૃઓના ઇશ્વરને પ્રેમ કરે છે, અને તેના સાથી યહૂદીઓ માટે પોતાનો જીવ આપી શકે છે. પરંતુ યહૂદીઓને તો માત્ર પાઉલનુ બિનયહૂદીઓ સાથે ષડયંત્રકારી જોડાણ જ દેખાય છે. તેઓ પાઉલના સંદેશાને નકારી કાઢે છે, તેને મંદીરમાંથી બહાર કાઢી મુકે છે, અને તેને મારી નાખવા માટે મારવાની શરૂઆત કરે છે. રોમનોને જાણ થાય છે કે યરૂશાલેમમા પરીસ્થિતિ નિયંત્રણ બહાર ગઇ છે, ત્યારે તેઓ સમયસર આવે છે, અને પાઉલનો જીવ બચાવે છે. પાઉલને હિંસક ટોળાથી દૂર લઈ જવામાં આવે છે, અને તે તેની સતાવણી કરનારાઓની સાથે વાત કરી શકે, તે માટે તેને બોલવાની એક તક આપવા માટે સરદારને સંમત કરે છે. મારને લીધે લોહી નીકળતું હતું એવી પરિસ્થિતિમાં પણ પાઉલ ઉભો રહે છે, અને હિંમતથી પોતાની વાત જણાવે છે. તે લોકોને સમજાવવા માટે અને તેને મારી નાખવા માગતા લોકોની સાથે પોતાને ઓળખાવવા માટે હિબ્રૂ ભાષામાં બોલે છે. જયાં સુધી તે ઉધ્ધારની યોજનામાં વિદેશીઓ (બિન-યહૂદીઓ)ને સામેલ કરવાની ઈશ્વરની ઈચ્છા વિષે બોલે છે, ત્યાં સુધી જ લોકો તેની વાત સાંભળે છે. આ વાતની શરૂઆતમાં જ ટોળું તરત જ પાઉલને જાનથી મારી નાખવા માટે બૂમો પાડવાનું શરૂ કરે છે. તેમની બૂમો એટલી ભીષણ હોય છે કે રોમન સરદાર સમજી શકતો નથી, કે શા માટે યહૂદીઓ પાઉલની વિદેશીઓ વિષેની વાત સાંભળીને આટલો ગુસ્સો કરે છે. તેથી સૂબેદારને એમ લાગે છે કે આ વાતમાં બીજુ પણ કંઇ વધારે છે, અને જો પાઉલને વધારે પીડા આપવામાં આવશે તો જ એ વાત તેની પાસેથી જાણી શકાશે. પરંતુ પાઉલ તો એમ કહીને તેની વિરુધ્ધના ગેરકાયદેસરના વર્તનને બંધ કરાવે છે, કે તે એક રોમન નાગરીક છે. સૂબેદારને ભાન થાય છે કે રોમન નાગરીકને નુકશાન પહોંચાડવા બદલ તે પોતે સમસ્યામાં આવી શકે છે, તેથી પાઉલને તરત જ બંધનમાંથી મુકત કરવામાં આવે છે, અને જ્યાં સુધી જે ધાર્મિક આગેવાનોએ તેના પર તહોમત લગાવ્યુ હતું તેમની સામે તેનો દાવો રજૂ ન કરે ત્યાં સુધી તેને સુરક્ષા સાથે દૂર લઈ જવામાં આવે છે.
Day 35Day 37

About this Plan

BibleProject | લૂક અને પ્રેરિતોના કૃત્યો પર એક નજર

લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકની આ યાત્રા 40 દિવસોમાં વ્યક્તિઓ, નાના જૂથો અને પરિવારોને લૂક અને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકોને શરૂઆતથી અંત સુધી વાંચવાની પ્રેરણા આપે છે. આ યોજના સહભાગીઓને ઈસુનો સામનો કરવામાં અને લૂકની ...

More

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy