બાળકોનું બાઈબલનમૂનો

બાળકોનું બાઈબલ

DAY 8 OF 8

આ બાઈબલની વાર્તા જણાવે છે. આપણને કોણે બનાવ્યા અને તે ઈચ્છે છે કે તમે તેને ઓળખો.

ઈશ્વર જાણે છે કે આપણે ખરાબ બાબત કરી કે જેને તે પાપ કહે છે. પાપની શિક્ષા મરણ છે, પણ ઈશ્વર આપણને ખૂબ જ પ્રેમ કરે છે. જેથી તેણે પોતાનો એકનો એક દિકરો, ઈસુ તેને મોકલી આપ્યો છે, જે વધસ્તંભ પર મરી જઈને તમારા પાપની શિક્ષાને ઉઠાવી લીધી છે. ત્યાર બાદ પ્રભુઈસુ જીવતા પાછા ઉઠીને પોતાનું ઘર જે સ્વર્ગ છે તેમાં ગયા છે. તમે ઈસુ પર વિશ્વાસ રાખો છો તમે તમારા પાપોની માફી માટે તેની પાસે માંગી શકો છો, તે તમારા પાપ માફ કરશે, તે તમારી પાસે હૃદયમાં અંદર આવીને તમારી સાથે રહેશે અને તમે સદાકાળ તેની સાથે રહી શકશો.

જો તમે આ સત્યને સ્વીકારો છો તો તમે આ કહોઃ પ્રિય ઈસુ, હું માનું છું કે તમે ઈશ્વર છો, અને મારા પાપો માટે મૃત્યુ પામવા માણસ બન્યા, તમે આજે જીવીત છો, કૃપા કરી તમે મારા જીવનમાં આવો અને મારા પાપોની માફી આપો. જેથી મને નવું જીવન પ્રાપ્ત થાય અને હું સદા તમારી સાથે રહી શકું. તમારી આજ્ઞાઓ પાળવા માટે મને મદદ કરો જેથી હું તમારું બાળક બની શકું. આમીન.

બાઈબલ વાંચો અને ઈશ્વરની સાથે દરરોજ વાત કરો.

About this Plan

બાળકોનું બાઈબલ

તે બધા કેવી રીતે શરૂ કર્યું? અમે ક્યાંથી આવ્યા? શા માટે દુનિયામાં આવા દુઃખો છે? શું કોઈ આશા છે? શું મૃત્યુ પછી જીવન છે? જેમ જેમ તમે વિશ્વનું આ સાચું ઇતિહાસ વાંચ્યું તેમ જવાબો શોધો.

More

આ યોજના પ્રદાન કરવા માટે અમે બાઇબલ ફોર ચિલ્ડ્રન, ઇન્ક.નો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://bibleforchildren.org/languages/gujarati_script/stories.php