બાળકોનું બાઈબલનમૂનો

બાળકોનું બાઈબલ

DAY 1 OF 8

આપણને કોણે બનાવ્યા? બાઈબલ, જે ઈશ્વરનું વચન છે, તે જણાવે છે કે માનવીય વંશની શરૂઆત કેવી રીતે થઈ, ઘણા વખત પહેલા ઈશ્વરે પ્રથમ માણસને બનાવ્યું અને તેનું નામ આદમ આપ્યું, ઈશ્વરે તેને પૃથ્વીની માટીમાંથી બનાવ્યું. જ્યારે ઈશ્વરે એમાં જીવનનો શ્વાસ ફૂંક્યો એટલે તે સજીવન બન્યો. તે વ્યક્તિએ પોતાની જાતનમે એક સુંદર બગીચો જેનું નામ એદન હતું તેમાં જોયો.

ઈશ્વરે આદમને બનાવ્યો તે પહેલા દુનિયાને અદ્‌ભૂત વસ્તુઓથી ભરી દીધી. એક પછી એક તેણે ડુંગરા અને મેદાન, સુગંધી ફૂલો અને ઉંચા વૃક્ષો, સુંદર પાંખોવાળા પંખીઓ અને ઝણઝણાટ કરનારી માખીઓ, મોટી વ્હેલ માછલીઓ અને સરકી જનારી ગોકળગાયો બનાવ્યા. સાચે કહેતા, ઈશ્વર દરેક કહેતા દરેક વસ્તુઓ બનાવી.

સૌ પ્રથમ ઈશ્વરે જ્યારે બધુ બનાવ્યું તે પહેલા ઈશ્વર વગર બીજુ કોઈ ન હતું. કોઈ લોકો ન હતા, જગ્યા ન હતી, વસ્તુઓ ન હતી, કંઈજ નહીં, પ્રકાશ નહિં અને અંધકાર પણ નહીં, ઉપર નહિં કે નીચેં પણ નહીં. કોઈ ગઈ કાલ કે આવતી કાલ ન હતાં. ત્યાં ફક્ત ઈશ્વર જ હતા. જેમની કદી શરૂઆત થઈ નથી. તે પછી ઈશ્વરે કાર્ય કરવાની શરૂઆત કરી.

સૌથી પ્રથમ ઈશ્વરે આકાશો અને પૃથ્વી બનાવ્યા.

આ પૃથ્વી આકાર વગરની અને ખાલી હતી. આ ઊંડાણોમાં ફક્ત અંધકાર ભરેલો હતો. ત્યાર બાદ ઈશ્વરે કહ્યું “અજવાળુ થાઓ”.

અને અજવાળુ થયું. ઈશ્વરે અજવાળાને દિવસ કહ્યો અને અંધકારને રાત્રી કહી. ત્યારબાદ રાત્રી થઈ અને સવાર થયું, તે હતો પ્રથમ દિવસ.

બીજા દિવસે ઈશ્વરે સમુદ્ર, દરિયો અને તળાવના બધા પાણીને આકાશની નીચે લાવી દીધા. ત્રીજા દિવસે ઈશ્વરે કહ્યું કે, સૂકી ભૂમિ દેખાઓ અને તેમ થયું.

ઈશ્વરે આજ્ઞા આપી કે ઘાસ, ફળો અને નાન છોડવા તથા વૃક્ષો ઉગી નીકળો. અને તેઓ ઉગી નીકળ્યા. અને ત્યાર બાદ રાત્રી થઈ અને સવાર થઈ, અને તે ત્રીજો દિવસ હતો.

ત્યારબાદ ઈશ્વરે સૂર્ય અને ચંદ્ર તથા અગણિત તારાઓ બનાવ્યા. ત્યારબાદ સાંજ થઈ અને સવાર થઈ, તે હતો ચોથો દિવસ.

ત્યારબાદ ઈશ્વરની યાદીમાં સમુદ્રના પ્રાણીઓ અને માછલા તથા પંખીઓ હતા. પાંચમાં દિવસે ઈશ્વરે મોટી તલવાર -માછલી તથા નાની સારડીનજ માછલી, લાંબા પગવાળા શાહમૃગ અને ખુશ રહેતા નાના અવાજ કરનારા પંખીઓ પણ બનાવ્યા. સમુદ્રને ભરપૂર કરવા માટે દરેક પ્રકારના પંખીઓ બનાવ્યા. ત્યારબાદ સાંજ થઈ અને સવાર થઈ તે હતો પાંચમો દિવસ.

તે પછી, ઈશ્વર ફરી બોલ્યા. તેમણે કહ્યું, “પૃથ્વી પર દરેક પ્રકારના જીવિત પ્રાણીઓ ઉપજી આવો...” દરેક પ્રકારના પ્રાણી અને જીવજંતુ તથા પેટે ચાલનારા પ્રાણીઓ. ત્યાં પૃથ્વીને હલાવનાર હાથી તથા વ્યસ્ત કીમતી ફૂવા આપ્યા. તોફાની વાંદરા તથા કીચડથી ભરપૂર મગરો આપ્યા. જમીન પર સરકનાર ઈયળો તથા મોટા મોં વાળા કાળિયાર, ચિપમન્ક આપ્યા. ઊંચા જીરાફ તથા મિયાઉ-મિયાઉ કરનાર બિલાડીઓ આવી. આમ તે દિવસો ઈશ્વરે દરેક પ્રકારના પ્રાણીઓને બનાવ્યા.

અને પછી સાંજ થઈ અને સવાર થઈ. તે હતો છઠ્ઠો દિવસ.

ઈશ્વરે આ છઠ્ઠા દિવસે બીજ જ કંઈક બાબત કરી - એ તો ખૂબ જ વિશેષ હતી. હવે માણસ માટે દરેક વસ્તુ તૈયાર થઈ ચૂકી હતી. તેના માટે ખેતરમાં ખોરાક અને તેની સેવા માટે પ્રાણીઓ તૈયાર હતા. અને ઈશ્વરે કહ્યું, “ચાલો આપણે માણસને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવીએ જેથી દુનિયાની સઘળી બાબતો પર રાજ ચલાવે” તેથી ઈશ્વરે માણસને પોતાના સ્વરૂપ પ્રમાણે તથા પોતાની પ્રતિમા પ્રમાણે રચના કરી.

ઈશ્વરે આદમની સાથે વાત કરી. “તું આ બગીચામાંથી દરેક ફળ ખાઈ શકે છે. પણ તારે ભલૂં અને ભૂંડુ જાણવાનું ફળ ખાવું નહિં. જો તું ખાઈશ તો તું ખરેખર મરી જઈશ.”

અને યહોવા દેવે કહ્યું, “માણસ એકલો રહે તે સારું નથી. હું તેને માટે એક સહાયકારી બનાવીશ.” ઈશ્વર ખેતરના દરેક પંખી અને પશુઓને આદમ પાસે લાવ્યો અને આદમે દરેકને નામ આપ્યા. આ કાર્ય કરવા માટે આદમ ખરેખર હોંશીયારહોવો જોઈએ. પણ આ બધા પ્રાણીઓમાં આદમને માટે કોઈ યોગ્ય સહાયકાર કે સાથીદાર મળ્યું નહિં.

તેથી ઈશ્વરે આદમને ઘેરી. ઘેરી ઊંઘમાં નાખ્યો. તે તેની પાંસળીઓમાંથી એક લઈને ઈશ્વરે તેમાં માંસ ભરીને એ સ્ત્રીને બનાવી અને ઈશ્વરે બનાવેલી આ સ્ત્રી આદમ માટે બરાબરની સાથીદાર બની.

ઈશ્વરે દરેક વસ્તુઓને છ દિવસમાં બનાવી. ત્યારબાદ ઈશ્વરે સાતમાં દિવસને આશીર્વાદ આપ્યો અને તેને આરામનો દિવસ ઠરાવ્યો. આ એદનના બાગમાં આદમ અને હવા જે તેની પત્ની હતી તે બંને ખુશીથ ખુશીથી ઈશ્વરની આજ્ઞા પાલન કરતા હતાં. ઈશ્વર તેમનાં પ્રભુ, પુરુ કરનાર (પાડનાર) અને તેમનો મિત્ર હતો.

સમાપ્ત

શાસ્ત્ર

About this Plan

બાળકોનું બાઈબલ

તે બધા કેવી રીતે શરૂ કર્યું? અમે ક્યાંથી આવ્યા? શા માટે દુનિયામાં આવા દુઃખો છે? શું કોઈ આશા છે? શું મૃત્યુ પછી જીવન છે? જેમ જેમ તમે વિશ્વનું આ સાચું ઇતિહાસ વાંચ્યું તેમ જવાબો શોધો.

More

આ યોજના પ્રદાન કરવા માટે અમે બાઇબલ ફોર ચિલ્ડ્રન, ઇન્ક.નો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://bibleforchildren.org/languages/gujarati_script/stories.php