બાળકોનું બાઈબલનમૂનો

બાળકોનું બાઈબલ

DAY 7 OF 8

જ્યારે ઈસુ પૃથ્વી પર હતો ત્યારે તેણે તેના શિષ્યોને સ્વર્ગ વિશે જણાવ્યું. તેણે તેને “મારા પિતાનું ઘર” કહી સંબોધ્યું હતું. અને કહ્યું હતું કે ત્યાં ઘણા બધા બંગલાઓ છે. બંગલાઓ એટલે મોટા અને સુંદર ઘર. સ્વર્ગ પૃથ્વીના ઘર કરતા મોટું અને સુંદર છે.

ઈસુએ કહ્યું, “હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું. હું પાછો આવીને તમને મારી પાસે લઈ જઈશ.” મૃત્યુમાંથી પાછા ઉઠ્યા બાદ તે સ્વર્ગમાં ગયો. જ્યારે તે સ્વર્ગમાં જઈ રહ્યો હતો ત્યારે તેના શિષ્યોએ જોયું કે વાદળાઓએ તેને ઢાંકી દીધો અને તેઓની દૃષ્ટીમાંથી અદૃશ્ય બની ગયો.

તે સમયથી, ખ્રિસ્તી લોકો યાદ કરે છે કે ઈસુે તેમને વચન આપ્યું છે કે તે આવીને તેમને તેની પાસે લઈ જશે. ઈસુએ કહ્યું કે જ્યારે લોકો તેની ઓછી આશા નહીં રાખતા હોય ત્યારે તે એકદમ આવશે. પણ જે ખ્રિસ્તી લોકો તેના આવ્યા પહેલા મૃત્યુ પામ્યા તેમનું શું થશે? બાઈબલ જણાવે છે કે તેઓ સીધા ઈસુની પાસે જતા રહેશે. આ શરીરમાં ગેર હાજર રહેવાનો મતલબ છે પ્રભુની હાજરીમાં રહ રહેવાનું.

પ્રક્ટીકરણ- બાઈબલમાં આવેલું છેલ્લું પુસ્તક છે. જેમાં સ્વર્ગ વિશે અદ્‌ભૂત વર્ણન કરવામાં આવ્યું છે. અને અદ્‌ભૂત બાબત તો એ છે કે સ્વર્ગ વિશેષ રીતે ઈશ્વરનું ઘર છે. ઈશ્વર દરેક જગ્યાએ વસેલા છે, પણ તેનું રાજ્યાસન સ્વર્ગમાં છે.

સ્વર્ગમાં દૂતો અને બીજા સ્વર્ગીય જીવો ઈશ્વરનું ભજન કરે છે. એમ જ જે લોકો ઈશ્વરના લોકો છે અને મૃત્યુ પામી સ્વર્ગમાં ગયા છે તેઓ તેનું ભજન કરે છે. તેઓ ઈશ્વરની સ્તુતિના વિશેષ ગીતો ગાય છે.

અહીં એક ગીતના અમૂક શબ્દો આપવામાં આવ્યા છે. તમે એકલા જ યોગ્ય છો, તમે પોતાના લોહીથી દરેક જાતીના અને દરેક દેશના લોકોનો ઉદ્ધાર કર્યો છે, અને અમારા દેવ માટે અમને રાજાઓ અને યાજકો બનાવ્યા છે. (પ્રક્ટી ૫:૯)

બાઈબલના છેલ્લા પાનાઓ પર બાઈબલમાં દર્શાવ્યું છે કે સ્વર્ગ “નવું યરૂશાલેમ” છે. તેને ખૂબ જ મોટી મોટી દિવાલો આવેલી છે. તે દિવાલ મણિના પથ્થર તથા સ્ફટીક પથ્થરની બનેલી છે. રત્નજડિત પથ્થરો તથા કિંમતી પથ્થરો દિવાલના પાયા પર જડેલા છે, જે સુંદર રીતે ચમકે છે. શહેરના દરેક દરવાજા એક આખા મોતીના બનેલા છે!

આ મોતીથી બનાવેલા દરવાજા કદી બંધ કરવામાં આવતા નથી. ચાલો આપણે અંદર જઈને તને જોઈએ... અરે વાહ... સ્વર્ગ અંદરથી કેટલું બધુ સુંદર છે. આખુ શહેર ચોખ્ખા સોનાનું બનેલું છે, જેમ કે સ્વચ્છ કાચ હોય તેમજ. ત્યાંની ગલીઓ પણ સોનાની બનેલી છે.

એક સુંદર, સ્વચ્છ જીવનની પાણીની નદી ઈશ્વરના રાજ્યાસન આગળથી નીકળે છે એ નદીની બંને બાજુએ જીવનના વૃક્ષો રહેલા છે, જે પહેલા એદન બાગમાં જોવા મળતા હતાં. આ વૃક્ષો ખૂબ જ વિશેષ છે. તે વર્ષના બારેય માસમાં દર મહિને અલગ-અલગ પ્રકારે બાર ફળો ધારણ કરે છે. અને તેના જીવનના વૃક્ષના પાંદળા રાજ્યોને ક્ષેમકુશળતા આપનાર છે.

કારણ કે ઈશ્વરના મહિમાનો પ્રકાશ આખી જગ્યાને અજવાળાથી ભરી દે છે. ત્યાં કદી રાત્રી થતી નથી.

સ્વર્ગમાં પ્રાણીઓ પણ અલગ પ્રકારના છે. તેઓ દરેક પાળેલા અને મિત્ર છે. ત્યાં વરૂઓ અને ઘેટા સાથે ઘાસ ચરે છે. ત્યાં તો બળવાન સિંહ પણ બળદની જેમ કળબ ખાય છે. પ્રભુ કહે છે કે, “તેઓ મારા પવિત્ર પથ્થર કોઈને દુઃખ પહોંચાડે છે કે કોઈનો નાશ કરશે નહીં.”

જો આપણે ધ્યાનથી જોઈએ તો આપણને ખબર પડશે કે અમુક બાબતો સ્વર્ગથી ખોવાઈ ગઈ હશે. ગુસ્સો શબ્દ સાંભળવા મળશે નહીં. અને કોઈ લડતું કે સ્વાર્થી બનેલું જોવા મળશે નહીં. બારણા ઉપર તાળા મારેલા નહીં હોય કારણ કે ત્યાં ચોર પણ નહીં હોય. ત્યાં કોઈ જૂઠુ બોલનાર, ખૂન કરનાર, જાદુક્રિયા કરનાર કે કોઈ ભૂંડુ કામ કરનાર મળશે નહીં. સ્વર્ગમાં કોઈ પણ પ્રકારનું પાપ જોવા મળશે નહીં.

સ્વર્ગમાં ઈશ્વરની પાસે રહીશું ત્યારે કોઈ આંસુ જોવા મળશે નહીં. આ જીવનમાં ઈશ્વરના લોકો ઘણું રૂદન કરતા જોવા મળે છે. પણ સ્વર્ગમાં ઈશ્વર દરેકના આંસુ લુછી નાંખશે.

સ્વર્ગમાં મોત પણ નથી. ઈશ્વરના લોકો પ્રભુની સાથે સદાકાળ માટે રહેશે. ત્યાં કોઈ વિલાપ નહીં હોય, રૂદન નહીં હોય. કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં હોય. ત્યાં કોઈ બિમારી, કોઈ વિદાય કે વિયોગ, ત્યાં કોઈ દફનવિધિઓ નહીં હોય. સ્વર્ગમાં દરેક લોકો ઈશ્વરની સાથે ખુશમાં રહેશે.

સૌથી ઉત્તમ સ્વર્ગમાં છોકરા અને છોકરીઓ પણ હશે જેમાં મોટા બાળકો પણ હશે, કે જેઓએ પ્રભુ ઈસુને પોતાના ઉદ્ધારક તથા પ્રભુ તરીકે સ્વીકારીને તેની આજ્ઞાઓ પાળી હશે. સ્વર્ગમાં એક પુસ્તક છે જેનું નામ છે હલવાનના જીવનનું પુસ્તક. તે પુસ્તક લોકોના નામથી ભરપૂર છે. તમે જાણો છો કે તેમાં કોના નામ લખેલા હશે? દરેક વ્યક્તિઓ જેઓ પોતાનો વિશ્વાસ પ્રભુ ઈસુમાં મૂક્યો છે. શું તમારું નામ તેમાં છે?

બાઈબલના છેલ્લાં શબ્દો જેમાં સ્વર્ગના અદ્‌ભૂત આમંત્રણ વિશે લખવામા આવ્યું છે. “આત્મા અને કન્યા કહે છે, આવ, અને જેઓ તેને સાંભળે છે તેઓ કહે છે કે આવો અને જેઓ તરસ્યા છે તેઓ આવે, અને જેઓ ઈચ્છે કે તેઓ આવે અને જીવનનું પાણી મફત પ્રાપ્ત કરે.”

સમાપ્ત

About this Plan

બાળકોનું બાઈબલ

તે બધા કેવી રીતે શરૂ કર્યું? અમે ક્યાંથી આવ્યા? શા માટે દુનિયામાં આવા દુઃખો છે? શું કોઈ આશા છે? શું મૃત્યુ પછી જીવન છે? જેમ જેમ તમે વિશ્વનું આ સાચું ઇતિહાસ વાંચ્યું તેમ જવાબો શોધો.

More

આ યોજના પ્રદાન કરવા માટે અમે બાઇબલ ફોર ચિલ્ડ્રન, ઇન્ક.નો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://bibleforchildren.org/languages/gujarati_script/stories.php