બાળકોનું બાઈબલનમૂનો

બાળકોનું બાઈબલ

DAY 4 OF 8

ઘણા વર્ષો પહેલા, દેવે પોતાના સ્વર્ગદૂત ગાબ્રીએલને જુવાન યહૂદી મરીયમ પાસે મોકલ્યો. દૂતે તેણીને કહ્યું, “તને પુત્ર થશે અને તું તેનું નામ ઈસુ આપશે. તે પરાત્પરનો દીકરો કહેવાશે. તેનું રાજ્ય સદાકાળ ટકી રહેશે.”

“આ કેવી રીતે બની શકે?” છોકરીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. “હું કોઈ માણસ સાથે રહી નથી.” સ્વર્ગદૂતે મરિયમને કહ્યું કે તે બાળક ઈશ્વર દ્વારા અવતરશે. તેનોકોઈ માનવીય પિતા નહીં હોય.

સ્વર્ગદૂતે મરીયમને કહ્યું કે તારી સગી એલીઝાબેથ જે ઘડપણમાં બાળકથી ગર્ભવતી છે. આ પણ ચમત્કાર હતો. તે પછી મરીયમે એલીઝાબેથની મુલાકાત કરી. તેઓ બન્નેવે ઈશ્વરનું ભજન કર્યું.

મરીયમની સગાઈ યૂસૂફ નામે માણસની સાથે થઈ હતી. યૂસૂફ નિરાશ થઈ ગયો હતો. કારણ કે તેને ખબર પડી કે મરીયમને ગર્ભ રહેલો છે. તેણે વિચાર્યું કે તે બાળકનો પિતા બીજો હોઈ શકે.

પણ સ્વપ્નમાં ઈશ્વરના સ્વર્ગદૂતે આવીને કહ્યું કે તે બાળક ઈશ્વરનો પુત્ર છે. અને યૂસૂફે મરીયમની મદદ કરવાની હતી. કે જેથી તે ઈસુની સંભાળ રાખી શકે.

યુસુફે ઈશ્વર પર ભરોસો રાખ્યો અને તેને આધિન થયો. તેણે તેના દેશના કાયદાને પણ પાળ્યો. હવે નવા કાયદાને કારણે યુસુફ અને મરીયમ પોતાનું નગર છોડીને બેથલેહેમ કર ચૂકવવા માટે ગયા.

મરીયમ બાળકનો જન્મ આપવા માટે તૈયાર હતી. પણ યુસુફને તે માટે કોઈ ઘર મળ્યું નહીં. તે સમયે બધી જ ધર્મશાળાઓ ભરપૂર થઈ ગઈ હતી.

યુસુફે આખરે બાળકને મૂકવા માટે જગ્યા તૈયાર કરી. એ સમયે ઈસુ બાળકનો જન્મ થયો. તેની માતાએ તેને ગભાણમાં સૂવડાવ્યો. એ એવી જ્ગ્યા હતી કે જ્યાં પ્રાણીઓને ખોરાક આપવામાં આવતો હતો.

એ સમયે ઘેટાપાળકો રાત્રે પોતાના ઘેટાઓને સાચવતા હતા. દેવના દૂત તેમની આગળ દેખાયો અને તેમને આ અદ્‌ભૂત સમાચાર આપ્યા. “તમારે માટે દાઉદ શહેરમાં એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે, તમે બાળકને ગભાણમાં સૂતેલુ જોશો.”

એકાએક ખૂબ જ પ્રકાશ અને દૂતો પ્રગટ થયા તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા કહેતા હતા કે, “પરમઊંચામાં દેવને મહિમા હો અને પૃથ્વી પર માણસો મધ્યે શાંતિ અને આનંદ થાઓ.” ભરવાડો ઝડપથી ગભાણમાં ગયા. તેઓએ ત્યાં બાળકને જોયું અને જે જે ઈસુ વિશે દૂતોએ કહ્યું તે સઘળું જણાવ્યું.

ચાલીસ દિવસ પછી, યુસુફ અને મરીયમ બાળકને યરૂશાલેમના મંદિરમાં લઈ ગયા. તે બાળકને જોઈને શિમિયોને ઈશ્વરનું ભજન કર્યું જ્યારે આન્ના જે ઈશ્વરની બીજી સેવિકા હતી તેણે ઈશ્વરનો આભાર માન્યો.

તેઓને ખબર હતી કે ઈસુ ઈસુનો પુત્ર અને વચન આપેલ મસીહા છે. યુસુફે બે પક્ષીઓનું બલિદાન આપ્યું. તે સમયે ઈશ્વરનો આ કાયદો હતો કે ગરીબ લોકોએ આ પ્રકારનું બલિદાન ચઢાવવું.

થોડા સમય પછી પૂર્વથી જ્ઞાનીઓ એક તારા દ્વારા દોરવણી પામી આવ્યા. “આ યહૂદીઓનો રાજા ક્યાં જન્મ્યો છે?” તેમણે પૂછ્યું “અમે તેનું ભજન કરવા આવ્યા છીએ.”

હેરોદ રાજાએ આ જ્ઞાની માણસો પાસેથી સાંભળ્યુ. તે ગભરાઈ ગયો અને તેમને કહ્યું કે તમે તેની ખબર કાઢો અને મને જણાવો. “જેથી હું પણ તેનું ભજન કરી શકું” હેરોદે કહ્યું પણ તે જૂઠુ બોલી રહ્યો હતો અને હેરોદને ઈસુને મારી નાંખવા હતાં.

એ તારાએ આ જ્ઞાની પુરુષોનો કે જ્યાં મરીયમ, યુસુફ અને નાનું બાળક રહેલા હતા ત્યા સુધી દોરવણી આપી. તેઓ તેના પગે પડી સોના અને સુગંધી દ્રવ્યોની ભેટ ધરી.

જ્ઞાની પુરુષોને પોતાના ઘરે છાનામાના જતા રહેવા માટે ઈશ્વરે ચેતવણ ચેતવણી આપી. હેરોદ ગુસ્સે ભરાયો. તેણે ઈસુનો નાશ કરવા માટે નિર્ણય કર્યો આ દુષ્ટ શાશકે બેથલેહેમમાં રહેલા બધા બાળકોનો નાશ કર્યો.

પણ હેરોદ ઈશ્વર પુત્રને કોઈ જાતનું નુકશાન પહોંચાડી શક્યો નહીં. સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી યુસુફે મરીયમ તથા ઈસુને લઈ મિસર જતા રહ્યાં.

જ્યારે હેરોદ મરી ગયો ત્યારે યુસુફે મરીયમ અને ઈસુને મિસરદેશમાંથી પાછા લઈ આવ્યો. તેઓ ગાલીલના સમુદ્ર પાસે આવેલા એક નાના નગરમાં કે જેનું નામ નાઝરેથ હતું તેમાં જઈ વસ્યા.

સમાપ્ત

શાસ્ત્ર

About this Plan

બાળકોનું બાઈબલ

તે બધા કેવી રીતે શરૂ કર્યું? અમે ક્યાંથી આવ્યા? શા માટે દુનિયામાં આવા દુઃખો છે? શું કોઈ આશા છે? શું મૃત્યુ પછી જીવન છે? જેમ જેમ તમે વિશ્વનું આ સાચું ઇતિહાસ વાંચ્યું તેમ જવાબો શોધો.

More

આ યોજના પ્રદાન કરવા માટે અમે બાઇબલ ફોર ચિલ્ડ્રન, ઇન્ક.નો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://bibleforchildren.org/languages/gujarati_script/stories.php