બાળકોનું બાઈબલનમૂનો

બાળકોનું બાઈબલ

DAY 6 OF 8

એક સ્ત્રી અવાજવાળી ટેકરીઓ પર ઊભી હતી. તેની નિરાશ આંખો એક ભયંકર દૃશ્ય જોઈ રહી હતી. તેનો પુત્ર મરી રહ્યો હતો. તે માતા હતી. મરિયમ તે એક જગ્યા નજીક ઊભી હતી કે જ્યાં ઈસુને વધસ્તંભ પર જડી દીધો હતો.

આ કેવી રીતે બન્યું? ઈસુનું આટલું સુંદર જીવન કેવી રીતે આવી ભયંકર સ્થિતિમાં ફેરવાઈ ગયું? ઈશ્વરે પોતાના પુત્રને કેવી રીતે ક્રૂસ પર મરવા દીધા? ઈસુ પોતે કોણ છે તે વિશેકોઈ ભૂલ કરી હતી? શું ઈશ્વર નિષ્ફળ ગયા હતાં?

ના. ઈશ્વર નિષ્ફળ ગયા ન હતા. ઈસુએ કોઈ ભૂલ પર કરી ન હતી. ઈસુને ખબર હતી કે દુષ્ટ લોકો તેને કોઈપણ સમયે મારી નાખી શકે છે. જો કે જ્યારે ઈસુ નાના બાળક હતા ત્યારે શિમીયોન નામનાં વૃદ્ધ માણસે મરીયમને આવનાર નિરાશા વિશે જણાવ્યું હતું.

ઈસુ મરી ગયા તે પહેલા, એકસ્ત્રીએ અત્તરનું તેલ લઈને તેના પર લગાવ્યું હતું. “આ સ્ત્રી પૈસાનો બગાડ કરે છે.” શિષ્યોએ ફરીયાદ કરી, “તેણે ભલુ કામ કર્યું છે” ઈસુએ જવાબ આપ્યો. “તેણીએ મારી દફન માટે આ કર્યું છે,” આ શબ્દો વિચિત્ર હતાં.

આ બિના બન્યા પછી, યહૂદા જે ઈસુના બાર શિષ્યોમાંનો એક હતો. તેણે મુખ્ય યાજકો પાસેથી ચાંદીના ત્રીસ સિક્કા લઈને ઇસુને પકડાવી દેવા માટે સંમત થયો.

પાસ્ખાપર્વના સમયે, જ્યારે ઈસુ પોતાના શિષ્યો સાથે જ્યારે છેલ્લું ભોજન કરતાં હતા. ઈસુએ તેમને ઈશ્વર વિશેની અદ્‌ભૂત બાબતો, તેનાં વચનો જે તેને પ્રેમ કરનાઓને આપ્યું કે તે વિશે જણાવ્યું. ત્યારબાદ તેણે રોટલી અને પ્યાલો લઈને તેમને વહેંચી આપ્યા. આ તેમની યાદગીરીને માટે આપવામાં આવ્યું હતું. કે આ ઈસુનું શરીર અને લોહી તેમને પાપોની માફી માટે આપવામાં આવ્યુંછે.

ત્યારબાદ તેના શિષ્યોને કહ્યું કે, હવે તેને પરસ્વાધીન કરવામાં આવશે, અને તેના શિષ્યો તેને મૂકીને ચાલ્યા જશે. “હું તમને ત્યજી દઈશ નહીં.” પિતરે આગ્રહ સાથે કહ્યું, “મરઘો બોલ્યા અગાઉ તું મારો ત્રણવાર નકાર કરશે.” ઈસુએ કહ્યું.

તે રાત્રે મોડા, ઈસુ ગેત્સેમાના બાગમાં પ્રાર્થના કરવા માટે ગયા. તેના શિષ્યો જે તેની સાથે હતા તેઓ ઊંઘી ગયા. “ઓ મારા પિતા” ઈસુએ પ્રાર્થના કરી. “...આ પ્યાલો મારાથી દૂર કરો... છતાંપણ મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પૂરી થાઓ.”

એકાએક યહૂદાની આગેવાની હેઠળ એક ટોળું બાગની અંદર પ્રવેશ્યું. ઈસુએ તેમનો વિરોધ ન કર્યો, પણ પિતરે એક વ્યક્તિનો કાન કાપી નાંખ્યો. ઈસુએ એ માણસના કાનને સ્પર્શ કરી સાજો કર્યો. ઈસુને ખબર હતી કે તેનું પકડાવી જવું ઈશ્વરની ઈચ્છા અનુસાર હતું.

ત્યાર બાદ ટોળુ ઈસુને મુખ્ય યાજકના ઘરે લઈ ગયા. ત્યાં યહૂદી આગેવાનોએ કે ઈસુને મરવું જોઈએ. ત્યાં નજીકમાં પીતર અગ્ની પાસે બેસીને બધું નિહાળી રહ્યો હતો.

ત્રણ વાર લોકોએ તેની સામું જોયુ અને પિતરને કહ્યું કે, “તું ઈસુની સાથે હતો” ત્રણવાર પિતરે તેનો નકાર કર્યો, જેમ ઈસુએ તેને કહ્યું હતું તેમ તેણે પિતરે સમ ખાધા અને શાપ પણ આપવા લાગ્યો.

આ બિના બન્યા પછી તરત જ મરઘો બોલ્યો, તે જેમકે ઈશ્વરનો અવાજ હોય તેમ જ. ઈસુના શબ્દો યાદ કરી પીતર ખૂબ જ રડ્યો.

યહૂદાને પણ ખોટું લાગ્યું. કારણ કે તેને ખબર હતી કે ઈસુએ કોઈ પાપ કે ગુનો કર્યો ન હતો. ચાંદીના ૩૦ સિક્કા યાજકો પાસે પરત કરવા માટે લઈ ગયો પણ તેઓએ તે સ્વિકાર્યા નહીં.

યહૂદા ત્યાં મંદિરમાં પૈસા નાંખીને બહાર જઈને - પોતાની જાતને ટીંગાળીને આપઘાત કર્યો.

યાજકોએ ઈસુને પીલાત જેની પાસે લાવ્યા જે તે વખતનો ગવર્નર હતો. પીલાતે કહ્યું, “આ માણસમાં મને કોઈ જ દોષ માલૂમ પડતો નથી” પણ લોકોના ટોળાએ કહ્યું, “તને ક્રૂસ પર ચઢાવો! તેને ક્રૂસ પર ચઢાવો!”

આખરે પીલાત એમ કરવા મજબૂર થઈ ગયો, અને ઈસુને ક્રૂસ પર મરવા માટે સોંપી દીધો. સિપાઈઓએ ઈસુને થપ્પડ મારી, મોં પર થૂંક્યા અને તેને કોરડા માર્યા... તેઓએતેને માટે અણીદાર કાંટાનો મૂંગટ બનાવ્યો અને તેના માથા પર ઘૂસાડી દીધો. ત્યારબાદ તેઓએ તેને લાકડાના વધસ્તંભ પર જડીને મારી નાંખ્યો.

ઈસુને ખબર હતી કે તેણે એ રીતે મરવાનું હતું. તેને ખબર હતી કે તેનું મોત, જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેને પાપોની માફી આપશે. બે ચોર ને પણ ઈસુની સાથે વધસ્તંભ પર જડવામાં આવ્યા હતાં. એક ચોર ઈસુ પર વિશ્વાસ કરી પારાદૈશમાં ગયો. જ્યારે બીજાએ વિશ્વાસ ન કર્યો.

આ દુઃખ સહનના સમય પછી, ઈસુએ કહ્યું, “સંપૂર્ણ થયું” અને તે મૃત્યુ પામ્યો. તેનું કાર્ય પૂર્ણ થયું. તેના મિત્રએ તેને પોતાને માટે ખોદેલી કબરમાં દાટી દીધો.

ત્યાર બાદ રોમન સૈનિકોએ એ કબરની ઉપર મહોર મારી. જેથી કોઈ તેમાં જાય નહીં. અને તેમાંથી નીકળે નહીં.

જો આ વાર્તાનો અંત હોય તો કેટલું નિરાશાજનક કહેવાય. પણ દેવે કાંઈ અદ્‌ભૂત કર્યું, ઈસુ મૃત્યુમાં ન રહ્યો.

અઠવાડીયાને પહેલે દિવસે, વહેલી સવારે અમુક શિષ્યોએ જોયું કે કબરનો પથ્થર ગબડી ગયો છે. તેમણે ત્યાં જોયું ત્યારે તેઓને માલૂમ પડ્યું કે ઈસુ ત્યાં ન હતો.

એક સ્ત્રી ત્યાં રહીને કબરની નજીક રડતી હતી. ઈસુ તેની આગળ હાજર થયા તે જોઈ તે આનંદ સાથે કૂદતી, બીજા શિષ્યોને કહેવા માટે દોડી ગઈ. “ઈસુ ઉઠ્યો છે! ઈસુ મૂએલામાંથી ઉઠ્યો છે!”

થોડા સમયમાં ઈસુ પોતાના શિષ્યોની પાસે પાછો આવ્યો, અને તેણે તેના પોતાના ખિલ્લા જડેલા નિશાનવાળા હાથ બતાવ્યા. તે સાચી ઘટના હતી. ઈસુ પાછો ઉઠ્યો છે! તેણે પીતરને માફી બક્ષી અને શિષ્યોને કહ્યું કે તે દરેકને આ બાબત જણાવો. નાતાલના દિવસે જ્યાંથી તેણે જન્મ લીધો ત્યાં તે પાછો સ્વર્ગમાં જતો રહ્યો.

સમાપ્ત

શાસ્ત્ર

About this Plan

બાળકોનું બાઈબલ

તે બધા કેવી રીતે શરૂ કર્યું? અમે ક્યાંથી આવ્યા? શા માટે દુનિયામાં આવા દુઃખો છે? શું કોઈ આશા છે? શું મૃત્યુ પછી જીવન છે? જેમ જેમ તમે વિશ્વનું આ સાચું ઇતિહાસ વાંચ્યું તેમ જવાબો શોધો.

More

આ યોજના પ્રદાન કરવા માટે અમે બાઇબલ ફોર ચિલ્ડ્રન, ઇન્ક.નો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://bibleforchildren.org/languages/gujarati_script/stories.php