બાળકોનું બાઈબલનમૂનો

બાળકોનું બાઈબલ

DAY 2 OF 8

ઈશ્વરે દરેક વસ્તુ બનાવી, જ્યારે ઈશ્વરે પ્રથમ મનુષ્ય, આદમને બનાવ્યો જે તેની પત્ની હવા સાથે એદનના બાગમાં રહેતો હતો. તેઓ ખૂબ જ ખુશીથી ઈશ્વરની આજ્ઞા પાળતા હતા. અને તેની હાજરીથી પ્રશન્ન થતા હતા પણ એક દિવસે ...

“શું તમને ઈશ્વરે ખરેખર આ ફળ ના ખાવા માટે કહ્યું છે?” સાપે હવાની સાથે વાત કરી. “અમે બધા ફળ ખાઈએ છીએ પણ એક ફળ નહિં.” તેણીએ જવાબ દીધો. “પણ ખચીત તમે નહીં મરો.” સાપે ચતૂરાઈથી જવાબ આપ્યો. “તમે ઈશ્વરના જેવા બની જશો” હવાને તે વૃક્ષનું ફળ જોઈતું હતું. તેણીએ સાપનું સાંભળીને ફળ ખાધું.

હવાએ આજ્ઞા ઉલ્લંઘન કર્યા બાદ આદમને પણ ફળ ખવડાવ્યું. આદમે હવાને કહેવું જોઈતું હતું. ના, હું ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરૂં.

જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું, ત્યારે તેમને ખબર પડી કે તેઓ નાગા છે. તેઓ અંજીરના પાંદડા લઈ પોતાની જાતોને ઈશ્વરની નજરમાંથી ઢાંકવા માટે કપડાડં તૈયાર કર્યા, અને ઝાડવાની પાછળ સંતાઈ ગયા.

સાંજને ઠંડે પહોરે ઈશ્વર બગીચામાં આવ્યા. તે જાણતા હતા કે આદમ અને હવાએ શું કર્યું છે, આદમે હાવે દોષ દીધો. હવાએ સાપને દોષ દીધો. દેવે કહ્યું, “સાપ શાપિત હો, સ્ત્રી જ્યારે તું બાળકોને જન્મ આપશે ત્યારે સખત દુઃખ થશે.” આદમ તેં પણ પાપ કર્યું છે, માટે પૃથ્વી શાપિત થઈ છે. અને તેમાંથી કાંટા અને ઝાંખરા નીકળશે. તું તારું દરરોજનું ભોજન શ્રમ અને પરશેવા દ્વારા પેદા કરશે.

દેવે આદમ અને હવાને એ અદ્‌ભૂત બગીચામાંથી કાઢી મૂક્યાં. તેઓએ પાપ કર્યું તે કારણથી તે જીવન આપનાર ઈશ્વરથી અલગ થઈ ગયાં.

દેવે તે બગીચાની આસપાસ અગ્નીરૂપી તરવાર ગોઠવી જેથી તેઓ અંદર આવી ન શકે. ઈશ્વરે તેમના માટે ચામડાના વસ્ત્રો તૈયાર કરીને આપ્યા. ઈશ્વરે આ ચામડાના વસ્ત્રઓ ક્યાંથી તૈયાર કર્યાં?

આ સમય દરમ્યાનમાં આદમ અને હવાના ઘરમાં એક કુટુંબ પેદા થયું. તેઓને પ્રથમ પુત્ર કાઈન એક ખેડૂત હતો. તેઓને બીજો પુત્ર હાબેલ ભરવાડ હતો. એક દિવસે કાઈન ઈશ્વરની પાસે અમુક શાકભાજી ભેટ તરીકે લાવ્યો. હાબેલ તેના ઘેટાઓમાંથી સૌથી પુષ્ટ ઈશ્વર માટે ભેટ લઈ આવ્યો. ઈશ્વરે હાબેલની ભેટથી ખુશ થઈ ગયા.

ઈશ્વર કાઈનની ભેટથી નાખુશ થઈ ગયા. જેથી કાઈનને ખુબ જ ગુસ્સો આવ્યો. પણ ઈશ્વરે તેને કહ્યું, “શું તું સારું કરીશ તો તારો સ્વીકાર કરવામાં નહીં આવે?”

કાઈનનો ગુસ્સો સમી જતો નથી. થોડા સમય પછી જ્યારે તેઓ ખેતરમાં હતા ત્યારે કાઈને હાબેલ પર હુમલો કરી તેને મારી નાંખ્યો.

ખબર નથી, કાઈન જૂઠું બોલે છે. “શું હું મારા ભાઈનો રખેવાડ છું?” ઈશ્વર કાઈન પાસેથી ખેતી કરવાની તાકાત લઈ લઈને તેને ભટકનાર વ્યક્તિ બનાવી દે છે.

ેકાઈન ઈશ્વરની હાજરીમાંથી દૂર ચાલ્યો ગયો. ત્યારબાદ તેણે આદમ અને હવાની દીકરી સાથે લગ્ન કરી, પોતાનું કુટુંબ ઉભુ કર્યું. થોડા જ સમયમાં, કાઈન પોતાના પુત્રો અને પુત્રોના બાળકો દ્વારા એક શહેર દીધું.

એ જ સમય દરમ્યાન આદમ અને હવાનું પણ કુટુંબ વિસ્તાર પામ્યું. તે દિવસોમાં લોકો ખૂબ જીવતા હતાં.

જ્યારે હવાને તેના પુત્ર સેથનો જન્મ થયો ત્યારે હવાએ કહ્યું, “દેવે મને હાબેલની જગ્યા પર સેથને આપ્યો.” શેથ ખૂબ જ ધાર્મીક વ્યક્તિ હતો. જે ૯૧૨ વર્ષ સુધી જીવ્યો અને તેને ઘણા બાળકો થયાં.

જેમ જેમ સમય જતો ગયો. ત્યારબાદ બાકીની પેઢી ખૂબ જ ને ખૂબજ ખરાબ બનતી ગઈ. આખરે ઈશ્વરે માણસજાતનો સંહાર કરવાનું નક્કિ કર્યું.

... બધાં જ પ્રાણીઓ અને પંખીઓ ઈશ્વરે માણસને બનાવ્યા તેને બદલે દુઃખ લાગ્યું. પણ એક વ્યક્તિ એવો હતો જેના પ્રભુ ખુશ હતાં.

જે માણસ હતો - નૂહ . તે સેથના વંશમાં જન્મેલ, ન્યાયી અને દોષરહિત વ્યક્તિ હતો. તે ઈશ્વરની સાથે

ચાલતો હતો. તેણે તેના ત્રણેય દિકરાને ઈશ્વરની આજ્ઞાપાલન કરવાનું શીખવ્યું.

સમાપ્ત

શાસ્ત્ર

About this Plan

બાળકોનું બાઈબલ

તે બધા કેવી રીતે શરૂ કર્યું? અમે ક્યાંથી આવ્યા? શા માટે દુનિયામાં આવા દુઃખો છે? શું કોઈ આશા છે? શું મૃત્યુ પછી જીવન છે? જેમ જેમ તમે વિશ્વનું આ સાચું ઇતિહાસ વાંચ્યું તેમ જવાબો શોધો.

More

આ યોજના પ્રદાન કરવા માટે અમે બાઇબલ ફોર ચિલ્ડ્રન, ઇન્ક.નો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://bibleforchildren.org/languages/gujarati_script/stories.php