બાળકોનું બાઈબલનમૂનો

બાળકોનું બાઈબલ

DAY 5 OF 8

ઈસુએ ઘણા બધા ચમત્કારો કર્યા. આ ચમત્કારો ચિહ્નો હતા કે ઈસુ ખરેખર દેવનો પુત્ર હતો. પ્રથમ ચમત્કાર લગ્નની મિજબાનીમાં થયો. ત્યાં એક સમસ્યા ઊભી થઈ હતી. દરેક માટે દ્રાક્ષારસ પૂરતો ન હતો.

મરિયમ જે ઈસુની માતા હતી તેણે આચ મત્કાર વિશે ઈસુને જણાવ્યું, અને ચાકરોને કહ્યું કે તે જે પ્રમાણે કહે તે પ્રમાણે કરો.

“આ પાણીના કૂંડા પડ્યા છે તેને પાણીથી ભરી દો” ઈસુએ કહ્યું, “પાણી?” કદાચ તેઓએ પૂછ્યું હશે. હા, પાણી, એ માટે ઈસુએ તેઓને વિનંતી કરી.

ત્યારબાદ ઈસુએ તેમાંથી એક મોટા કૂંડાને ઘરધણી પાસે લઈ જવાની વિનંતી કરી, કે જે આ મિજબાનીનો માલિક હતો. આ પાણી દ્રાક્ષનો રસ બની ગયો હતો. સાચે દ્રાક્ષારસ! સૌથી ઉત્તમ દ્રાક્ષારસ!

ચાકરો આશ્ચર્યમાં પડી ગયા. ઈસુએ પાણીનો દ્રાક્ષારસ બનાવી દીધો હતો. ફક્ત ઈશ્વર જ એવું અદ્‌ભૂત કામ કરી શકે.

ઈસુએ બીજા ઘણા ચમત્કારો કર્યા. એક સાંજે તે તેના શિષ્યો સાથે પિતરના ઘરે ગયો. પીતરની સાસુને તાવ આવ્યો હતો.

ઈસુએ આ બિમાર સ્ત્રીના હાથને સ્પર્શ કર્યો. એ જ ક્ષણે તે તરત જ સાજી થઈ ગઈ. તેણીએ ઊભા થઈને ઈસુ અને તેના ચેલાઓની સેવા કરી.

એવું લાગ્યું કે જાણે આખું શહેર તેને બારણે આવીને ઊભુ રહ્યું હતું. માંદા લોકો આવ્યા જેમાં - આંઘળા, બહેરાં, મૂંગા, લંગડા, જે લોકોમાં અશુદ્ધ આત્માઓ હતા એવા લોકોના ટોળા સાથે પ્રભુ ઈસુની પાસે આવ્યા. શું તે દરેકને મદદ કરી શકે તેમ હતો?

ઈસુ. ઈશ્વરપુત્ર તેમને મદદ કરી શકે તેમ હતો. ઈસુએ તેમને જરૂર મદદ કરી. ઈસુની પાસે જેટલા આવ્યા તે સઘળા સાજા કરવામાં આવ્યા. જે લોકો આખી જીંદગી ઘોળીઓ પર ઘસડાતા હતા તેઓ ચાલવા ને દોડવા અને કુદવા લાગ્યા હતાં.

બીજા ઘણા આવ્યા - જેઓ કોઢના કારણે કુબડા બની ગયા હતાં.

ઈસુએ તેમને સાજા કર્યા ત્યારે તેઓ સંપૂર્ણ સાજા અને શુદ્ધ બની ગયા.

પુરુષો અને સ્ત્રીઓ જેમને ભૂતો વળગેલા હતા તેઓ ઈસુની પાસે આવીને ઊભા રહ્યાં. તેઓએ ભૂતોને નીકળીને ભાગી જવા આજ્ઞા કરી. જ્યારે આ ભૂતો નીકળીને તેની આજ્ઞા માની રહ્યાં હતાં ત્યારે આ દુઃખી વ્યક્તિઓ શાંત અને આનંદી બની ગયા.

આ લોકોના ટોળામાં ચાર વ્યક્તિઓ - તેઓ પોતાના એક મિત્રને મદદ કરવા માંગતા હતાં. પણ તેઓ ઈસુ નજીક જઈ શક્યા નહીં. તેઓએ શું કર્યું?

આ તેના ચાર મિત્રો આ માંદા માણસને છતની ઉપર લઈ ગયા અને છતનું છાપરૂં ખોલીને તેને ઉપરથી નીચે ઉતાર્યો. હવે તે ઈસુની નજીક હતો.

ઈસુએ જોયું કે આ ચાર મિત્રો પાસે વિશ્વાસ હતો. તેણે આ માંદા માણસ તરફ જોઈને કહ્યું, “તારા પાપ માફ થયા છે. તારું બીછાનું ઉઠાવ અને ચાલતો થા.” તે માણસ ઊભો થઈ ગયો - સાજો અને મજબૂત. ઈસુએ તેને સાજો કરી દીધો.

થોડા સમય પછી જ્યારે ઈસુ તેના શિષ્યો સાથે બોટમાં હતો. ત્યાં સમુદ્રમાં એકાએક ડરામણુ તોફાન ચઢી આવ્યું. ઈસુ સૂઈ ગયા હતા. ગભરાયેલા શિષ્યોએ તેને જગાડી દીધો. “પ્રભુ અમને બચાવ” તેઓ મોટે ઘાંટે વિનંતી કરી. “અમે મરવા જઈ રહ્યાં છીએ.”

“શાંત થા.” ઈસુએ મોજાંઓને આજ્ઞા કરી. તરત જ સમુદ્ર શાંત થઈ ગયો. “આ કેવા પ્રકારનો વ્યક્તિ છે?” તેના શિષ્યો ગુસપુસ કરવા લાગ્યા. “પવન અને સમુદ્ર પણ તેની આજ્ઞા માને છે.” તેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો કે ઈસુ ઈશ્વરનો પુત્ર છે, કેમકે તેના ચમત્કારોએ તેના મહિમાની ખાત્રી કરાવી હતી. જ્યારે ઈસુ ઈશ્વરની આગળ લોકોની સેવા કરવાનો હતો ત્યારે બીજા ઘણા મોટા ચમત્કારો કરવાનો હતો તે તેના શિષ્યો જાણતા ન હતાં.

સમાપ્ત

About this Plan

બાળકોનું બાઈબલ

તે બધા કેવી રીતે શરૂ કર્યું? અમે ક્યાંથી આવ્યા? શા માટે દુનિયામાં આવા દુઃખો છે? શું કોઈ આશા છે? શું મૃત્યુ પછી જીવન છે? જેમ જેમ તમે વિશ્વનું આ સાચું ઇતિહાસ વાંચ્યું તેમ જવાબો શોધો.

More

આ યોજના પ્રદાન કરવા માટે અમે બાઇબલ ફોર ચિલ્ડ્રન, ઇન્ક.નો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://bibleforchildren.org/languages/gujarati_script/stories.php