બાળકોનું બાઈબલનમૂનો

બાળકોનું બાઈબલ

DAY 3 OF 8

નૂહ એક એવો વ્યક્તિ હતો જે ઈશ્વરની ભક્તિ કરતો હતો. બાકીના દરેક વ્યક્તિઓ ઈશ્વરને ધિક્કારી અને ની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. એક દિવસે ઈશ્વરે આંચકો લાગે તેવી વાત જણાવી. “આ ભૂંડી દુનિયાનો હું નાંશ કરીશ..” ઈશ્વરે નૂહને કહ્યું, “તૂં અને તારું કુટુંબ બચી જશો.”

દેવે નૂહને ચેતવણી આપી કે એક જળપ્રલય આવનાર છે અને આખી પૃથ્વીને તે ઢાંકી દેશે. “લાકડાનું એક મોટું જહાજ બનાવ, જે તારા કુટુંબ માટે તથા મોટા પ્રાણીઓ માટે પૂરતું હોય.” નૂહને હુકમ કરવામાં આવ્યો. દેવે નૂહને ચોક્કસ માહિતી આપી. નૂહ કાર્યમાં વ્યસ્ત થઈ ગયો.

જ્યારે નૂહે લોકોને સમજાવ્યું કે તે શા માટે વહાણ બનાવી રહ્યો છે ત્યારે કદાચ લોકોએ તેની મશ્કરી કરી તી. તેણે લોકોને ઈશ્વર વિશે જણાવવાનું ચાલુ રાખ્યું. કોઈએ તેનું સાંભળ્યું નહીં.

નૂહનો વિશ્વાસ મોટો હતો. એ પ્રકારનો વરસાદ પડ્યો ન હોવા છતાં તેણએ ઈશ્વર પર ભરોસો મૂક્યો. ઝડપથી વહાણ તૈયાર થઈ ગયું. જેથી તેની પર પૂરવઠો ચઢાવી શકાય.

હવે પ્રાણીઓનો વારો આવ્યો. ઈશ્વરે અમૂક પ્રાણીઓની સાત જાતીઓ અને બીજા પ્રકારના પ્રાણીઓની બે જાતને અંદર લીધી. નાના-મોટા પંખીઓએ, નાના પ્રાણીઓ તથા મોટા પ્રાણીઓએ વહાણની અંદર પ્રયાણ કર્યું.

જ્યારે તે પ્રાણીઓને અંદર લઈ રહ્યો ત્યારે લોકોએ કદાચ બૂમો પાડીને તેની મશ્કરી કરી હશે. તેઓએ ઈશ્વરની વિરૂદ્ધ પાપ કરવાનું બંધ કર્યું નહીં. તેમણે વહાણમાં પ્રવેશ કરવા માટે પણ પૂછ્યું નહીં.

આખરે જ્યારે બધા પશુઓ અને પંખીઓ વહાણમાં આવી ગયા, “વહાણમાં આવી જા” દેવે નૂહને આમંત્રણ આપ્યું, “તૂં અને તારું કુટુંબ” નૂહ તેની પત્ની, તેના ત્રણ દિકરાઓ અનેતેમની પત્નીઓ વહાણમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ઈશ્વરે વહાણનો દરવાજો બંધ કર્યો.

ત્યાર પછી વરસાદ આવ્યો. ચાલીસ દિવસને રાત એટલો બધો ધોધમાર વરસાદ પડ્યો કે તેણે આખી પૃથ્વીને ઢાંકી દીધી.

ગામો અને નગરો પર આકાશના ઝરાઓ ખુલી ગયા. જ્યારે વરસાદ બંધ થયો ત્યારે પર્વતો પણ પાણીથી ઢંકાઈ ગયા હતા. દરેક શ્વાસ લેનારું પ્રાણી મૃત્યુ પામ્યું.

જ્યારે પાણી ઉપર ચઢ્યા તેની સાથે વહાણ પણ પાણી પર તરવા લાગ્યું. કદાચ વહાણની અંદર અંધારું, ખાડા ટેકરાવાળું, અને બિહામણું પણ લાગ્યુ હશે. પણ વહાણે નૂંહનું જળપ્રલયથી રક્ષણ કર્યું.

પાંચ મહિનાના જળપ્રલય પછી ઈશ્વરે સૂકવતો પવન મોકલ્યો. ધીરેથી વહાણ અરારાટ પહાડ પર આવીને ઊંચા સ્થાન પર થંભી ગયું. નૂહ બીજા ચાલીસ દિવસ સુધી પાણી ઓસર્યા નહિં ત્યાં સુધી વહાણમાં રહ્યો.

નૂહે એ કકાગડાને અને કબૂતરને બારી ખોલીને બહાર મોકલ્યા. સૂકી જગ્યા ન મળવાથી કબૂતર નૂહ પાસે પાછુ આવ્યું.

એક અઠવાડીયા પછી નૂહે ફરી પ્રયત્ન કર્યો. ત્યારે કબૂતર પોતાની ચાંચમાં જૈતુન વૃભનું પાંદડુ લઈને પાછુ ફર્યું. ત્યારે પછીના અઠવાડીએ જ્યારે કબૂતર પાછુ ફર્યુ નહિ ત્યારે નૂહને ખબર પડી કે પૃથ્વી પર પાણી સૂકાઈ ગયા હતાં.

ઈશ્વરે નૂહને કહ્યું કે હવે વહાણની બહાર જવાનો સમય આવી ચૂક્યો હતો. નૂહે અને તેના કુટુંબે મળીને બધા પ્રાણીઓને બહાર કાઢ્યાં.

નૂહને કેટલો બધો આભારી અનુભવ થયો હશે. તેણે એક વેદી બનાવીને ઈશ્વરનું ભજન કર્યું કે જેણે તેને અને તેના કુટુંબને ભયંકર જળપ્રલયમાંથી બચાવ્યા.

ઈશ્વરે નૂહને અદ્‌ભૂત વચન આપ્યું. ઈશ્વરે કહ્યું કે તે પાપની શિક્ષા માટે કદી જળપ્રલય મોકલશે નહીં. ઈશ્વરે આ વચન માટે યાદગાર વસ્તુ આપી છે. મેઘધનુષ્ય ઈશ્વરના વચનનું ચિહ્ન છે.

નૂહ અને તેના કુટુંબે જળ પ્રલય પછી નવી શરૂઆત કરી. સમય જતાં, નૂહના વંશજોએ આખી પૃથ્વીને લોકોથી ભરપૂર કરી. એટલે દુનિયાના બધા લોકો નૂહ અને તેના બાળકો દ્વારા પેદા થયા.

સમાપ્ત

About this Plan

બાળકોનું બાઈબલ

તે બધા કેવી રીતે શરૂ કર્યું? અમે ક્યાંથી આવ્યા? શા માટે દુનિયામાં આવા દુઃખો છે? શું કોઈ આશા છે? શું મૃત્યુ પછી જીવન છે? જેમ જેમ તમે વિશ્વનું આ સાચું ઇતિહાસ વાંચ્યું તેમ જવાબો શોધો.

More

આ યોજના પ્રદાન કરવા માટે અમે બાઇબલ ફોર ચિલ્ડ્રન, ઇન્ક.નો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://bibleforchildren.org/languages/gujarati_script/stories.php