YouVersion Logo
Search Icon

પ્રેરિત કેલે કામે 23

23
1પાઉલુહુ ન્યાયસભા વેલ એકધાર્યો હીને આખ્યો, “ઓ પાવુહુ, માયુહુ આજ લોગુ પરમેહેરુ ખાતુર બિલકુલ હાચા મનુકી જીવન વિતાવ્યોહો.” 2પાઉલુહુ જો આખ્યો તોઅ ઉનાયને અનન્યા મહાયાજકુહુ તીયા પાહી ઉબલા આથા, તીયા લોકુહુને આદેશ દેદો કા પાઉલુ મુયુપે થાપુલ ઠોકે. 3તાંહા પાઉલુ તીયાહાને આખ્યો, “ઓ પાખંડી પરમેહેર તુલે ઠોકી, તુ નિયમશાસ્ત્રા અનુસાર માઅ ન્યાય કેરા બોઠોહો, આને ફાચે કાય નિયમુ વિરુધે માને ઠોકા આજ્ઞા દિહો?” 4જે લોક પાહી ઉબલા આથા તીયાહા પાઉલુલે આખ્યો, “કાય તુ પરમેહેરુ મહાયાજકુ નિંદા કેહો?” 5પાઉલુહુ આખ્યો, “ઓ પાવુહુ આંય નાય જાંતલો કા ઓ મહાયાજક હાય; કાહાકા પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, ‘પોતા લોકુ અધિકારી નિંદા માઅ કેહો.’”
6તાંહા પાઉલુહુ ઇ જાંય લેદો કા થોડાક સદુકી લોક આને થોડાક ફોરોશી લોક હાય, તાંહા ન્યાયસભામે બોમબ્લીને આખ્યો; “ઓ પાવુહુ આંય ફોરોશી આને ફોરોશી પંથુલે માનનારા પોયરો હાય, માઅ ન્યાય ઈયા ખાતુરે વી રીયોહો કાહાકા માને આશા હાય, કા પરમેહેર મોલા લોકુહુને ફાચો જીવતો ઉઠવી.” 7જાંહા તીયાહા એ ગોઠ આખી તાંહા ફોરોશી લોક આને સદુકી લોકુમે ઝગળો વી ગીયો, આને સભામે ફુટ પોળી ગીયી. 8કાહાકા સદુકી લોકુ ઓ વિશ્વાસ હાય કા મોલા લોક ફાચે જીવતા ઉઠતા નાહ, આને હોરગાદુતુ આત્મા હાય, એહેકી બી નાહ માનતા; પેન ફોરોશી લોક ઇ બાદો માનતેહે. 9તાંહા મોડો હુલ્લડ માતી ગીયો, આને મુસા નિયમ હિક્વુનારા થોડાક જે ફોરોશી લોક આથા, તે ઉબી રી ગીયા આને ખુબ વિરોધ કેરા લાગ્યા, “આમુહુ ઈયા માંહામે કેલ્લોજ ગુનો નાહ હેયો; વી સેકેહે કા એક આત્મા નેતા હોરગા દુતુહુ ઈયા ગોઠ કેયીહી, તા કાય?” 10જાંહા ઝગળો ખુબ વાદી ગીયો, તાંહા સૈનિકુ ઉપર્યો સરદારુલે બીખ લાગી કા કાદાચ તે પાઉલુલે માયને ટુકડા-ટુકડા નાય કી દેઅ; ઈયા ખાતુરે તીયાહા સૈનિકુહુને આદેશ દેદો કા તે સભા એઠાં જાયને પાઉલુલે તીયાં વોચ્ચેને કાડી લી આવે, આને કીલ્લામે લી જાય.
11તીયુ રાતીલે પ્રભુ ઇસુહુ પાઉલુ પાહી જાયને આખ્યો, “ઓ પાઉલ, હિંમત રાખ; કાહાકા જેહેકી તુયુહુ યરુશાલેમુમે માઅ વિશે સાક્ષી દેદલી, તેહેકીજ તુલે રોમી શેહેરુમે બી સાક્ષી દાંઅ પોળી.”
પાઉલુલે માય ટાકુલો કાવત્રો
12બીજે દિહી વેગી, થોડાક યહુદી આદમીહી એકી કેયી, આને કસમ ખાદી કા જાંમ લોગુ આમુહુ પાઉલુલે માય નાય ટાકજી તાંમ લોગુ આમુહુ કાયજ નાય ખાજી આને પીજી. 13જીયા લોકુહુ એ કસમ ખાદી તે ચાલીસ જાંઅ કેતા વાદારે આથા. 14તીયાહા મુખ્યો યાજકુહી આને વડીલુહી આવીને આખ્યો, “આમુહુ કસમ ખાદીહી કા જાંમ લોગુ પાઉલુલે માય નાય ટાકજી તામ લોગુ આમુહુ કાયજ નાય ખાજી આને પીજી. 15ઈયા ખાતુરે તુમુહુ ન્યાયસભા સૈનિકુ સરદારુલે હોમજાવા કા પાઉલુલે તુમાહી લી આવે, પાઉલુલે સભામે હાદુલો મુખ્ય કારણ ખેરી જાણકારી મીલવુલો નાહ, પેન તીયાલે માય ટાકુલો હાય.”
16પેન પાઉલુ બોયુ પોયરાલે તીયાં ગોઠી ખબર પોળી ગીયી, કા યહુદી પાઉલુલે માય ટાકુલો યોજના બોનાવી રીયાહા; તાંહા કીલ્લામે જાયને પાઉલુલે તીયુ ગોઠી ખબર દેદી. 17પાઉલુહુ સુબેદારુમે એકાલે પાહી હાદીને આખ્યો, “ઈયા પોયરાલે સૈનિકુ ટુકળી સરદારુહી લી જો, ઓ તીયાલે કાયક આખા માગેહે.” 18ઈયા ખાતુરે સુબેદાર પાઉલુ બોયુ પોયરાલે સૈનિકુ ટુકળી સરદારુહી લી ગીયો આને આખ્યો, જેલુમે પુરી દેદલા પાઉલુહુ માને હાદીને વિનંતી કેયીહી, કા ઓ પોયરો સૈનિકુ ટુકળી સરદારુલે કાયક આખા માગેહે; ઇયાલે તીયાહી લી જો. 19તાંહા સૈનિકુ ટુકળી સરદારુહુ તીયા પોયરા આથ તીને તીયાલે અલગ લી જાયને ફુચ્યો, “તુ માને કાય આખા માગોહો?” 20તીયાહા આખ્યો, “થોડાક યહુદી આગેવાનુહુ કાવત્રો કેયોહો કા, પાઉલુલે વાદારે હારી રીતે તપાસ કેરુલો બાનો કાડીને તીયાલે ન્યાયસભા આગલા લી આવા ખાતુરે તુલે વિનંતી કેરા માગતાહા. 21પેન તુ તીયાં ગોઠ માનતો માઅ, કાહાકા તીયામેને ચાલીસ કેતા વાદારે જાંઅ પાઉલુલે માય ટાકા ખાતુરે વાટ જોવી રીયાહા, તીયાહા કસમ ખાદીહી કા જામ લોગુ પાઉલુલે માય નાય ટાકજી, તામ લોગુ કાયજ ખાજી નાય આને પીજી નાય, આમી તે તીયાર હાય આને તોઅ જવાબુ વાટ જોવી રીયાહા.” 22તાંહા સૈનિકુ ટુકળી સરદારુહુ તીયા પોયરાલે ઇ આખીને મોકલ્યો, “તુયુહુ માને એ ગોઠયા આખ્યાહા એ કેડાલુજ નાય આખુલો.”
પાઉલુલે કૈસેરીયા શેહેરુમે મોકલેહે
23સૈનિકુ ટુકળી સરદારુહુ બેન સુબેદારુહુને હાદીને આખ્યો, “આજ રાતી નવ વાગે કૈસરિયા શેહેરુમે જાંઅ માટે બેન હોવ સૈનિક, આને કોળાપે સવારી કેનારા સિત્તેર સૈનિક, આને ભાલાકી લડાઇ કેનારા બેન હોવ સૈનિક તીયાર રાખ. 24આને પાઉલ આને તીયા આર્યા ખાતુર બી કોળા તીયાર રાખા, જીયાકી તે સુરક્ષિત રાજ્યપાલ ફેલિકસુહી પોચી સેકે.” 25સૈનિકુ સરદારુહુ રાજ્યપાલુલે ઈયુ રીતી એક ચિઠ્ઠી બી લેખી.
26“મેહેરબાન રાજ્યપાલ સાહેબ, ફેલિકસુલે, કલોદિયસ લુસિયા સાલામ. 27ઈયા માંહાલે યહુદી લોકુહુ તીને માય ટાકા વિચાર કેયો; પેન માયુહુ પોતા સૈનિકુ આરી તીહી જાયને તીયા ઉદ્ધાર કેયો, કાહાકા માને ખબર પોળી ગેહેલી કા ઓ રોમી નાગરિક હાય. 28આને આંય જાણા માગતલો કા તે ઇયાપે કેલ્લા કારણુ ગુનો લાગવુતાહા, તીયા ખાતુરે આંય તીયાલે તીયાં ન્યાયસભામે લી ગીયો. 29તીહી માને ખબર પોળી કા તે પોતા યહુદી નિયમશાસ્ત્ર વિવાદુ વિશે તીયાપે ગુનો લાગવુતાહા, પેન ઓ એહેડો ગુનો નાહ જો મોતુ નેતા જેલુમે પુરી દેવુલો યોગ્યો વેઅ.” 30જાંહા માને એ ખબર મીલી કા ઈયા માંહા વિરુધુમે થોડાક યહુદી લોક માય ટાકા કાવત્રો કી રીયાહા, તાંહા માયુહુ તુરુતુજ ઇયાલે તોહી મોકલી દેદો, માયુહુ તીયાપે આરોપ લાગવુનારા યહુદીહીને બી આખી દેદોહો કા તોહી આવીને તીયા હુંબુર આરોપ લાગવે.
31તાંહા જેહેકી સૈનિકુહુને આદેશ મીલ્યો, તેહેકીજ રાતીજ પાઉલુલે લીને અંતિપત્રીસ શહેરુમે લી ગીયા. 32બીજે દિહી તીયાહા કોળાપે સવારી કેનારાહાને પાઉલુ આરી કૈસેરીયા શેહેરુ જાંઅ દેદા, આને ચાલતા ગેહલા તે સૈનિક યેરુશાલેમુ કીલ્લા વેલ આવતા રીયા. 33કોળાપે સવારી કેનારા સૈનિકુ કૈસરિયા શેહેરુમે પોચીને રાજ્યપાલુલે ચિઠ્ઠી દેદી; આને પાઉલુલે બી તીયા હુંબુર ઉબી રાખ્યો. 34રાજ્યપાલ ફેલિકસુહુ ચિઠ્ઠી વાંચીને પાઉલુલે ફુચ્યો, “તુ કેલ્લા જીલ્લા હાય?” આને તીયાહા જાંય લેદો કા તોઅ કીલીકિયા વિસ્તારુ હાય. 35તાંહા તીયાલે આખ્યો, “જાંહા તોપે આરોપ લાગવુનારા આવી તાંહા ન્યાય કેહે” આને તીયાહા પાઉલુલે હેરોદ રાજા રાજમેહેલુ ચોકીમે રાખુલો હુકમ કેયો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in