YouVersion Logo
Search Icon

પ્રેરિત કેલે કામે 22

22
લોકુ ગોરદીમે પાઉલુ સંદેશ
1“ઓ પાવુહુ આને બાહકાહા, માઅ જવાબ ઉનાયા, જો આંય તુમા હુબુર આખુહુ.” 2ઇ ઉનાયને કા તોઅ હિબ્રુ ભાષામે ગોગેહે, તે લોક થાકાજ રીયા. તાંહા તીયાહા આખ્યો: 3“આંય તા યહુદી હાય, માઅ જન્મ કીલીકિયા વિસ્તારુ તાર્સસ શેહેરુમે વેલો, પેન ઈયા શેહેરુમે ગમાલિએલ નાવુ ગુરુ પેને શિક્ષણ મીલવ્યો, આને આગલા ડાયા નિયમશાસ્ત્ર બી આંય હારકી હિક્યો; આને જેહેકી તુમુહુ બાદા હાય, તેહેડોજ આંય પરમેહેરુ ઉત્સાહી આરાધક બન્યો.” 4માયુહુ આદમીહીને આને બાયુહુને હાકલીકી બાંદીને જેલુમે ટાકીને, આને ઈયા પંથુલે પાલનારાહાને ઇહી લોગુ સતાવ્યા કા તીયાહાને માય બી ટાકાવ્યે. 5ઈયુ ગોઠી પોતે મહાયાજક આને મહાસભા બાદા વડીલ સાક્ષી હાય; તીયાપેને આંય યહુદી પાવુહુ ખાતુર ચિઠ્ઠીયા લીને દમષ્ક શેહેરુમે જાતલો, કા જે લોક તીહી ઇસુ પંથુ આથે, તીયાહાને દંડ આપાવા ખાતુરે બાંદીને યરુશાલેમ શેહેરુમે લાવી સેકુ.
પાઉલુ જીવનુ પરિવર્તન
6“જાંહા આંય મુસાફરી કીને દમષ્ક શેહેરુ પાહી પોચ્યો, તાંહા એહેકી વીયો કા પારગા સમયુલે લગભગ અચાનકુજ એક મોડો ઉજવાળો જુગુમેને માઅ ચારુ ચોમક્યો. 7આને આંય તોરતીપે તુટી પોળ્યો: આને આંય એક આવાજ ઉનાયો, ‘ઓ શાઉલ, ઓ શાઉલ, તુ માને કાહાલે સતાવોહો?’ 8માયુહુ જવાબ દેદો, ‘ઓ પ્રભુ, તુ કેડો હાય?’ તીયાહા માને આખ્યો, ‘આંય નાશરેથ ગાંવુ ઇસુ હાય, જીયાલે તુ સતાવો.’ 9માઅ આરી આથા તીયાહા તા ઉજવાળો હેયો, પેન જો માઅ આરી ગોગતલો તીયા આવાજ તે ઉનાયા, પેન હોમજી નાય સેક્યા. 10તાંહા માયુહુ આખ્યો, ‘ઓ પ્રભુ, આંય કાય કીવ્યુ?’ પ્રભુહુ માને આખ્યો, ‘ઉઠીને દમષ્ક શેહેરુમે જો, આને જો બી કામ તુલે કેરાવા ખાતુરે નક્કી કેયોહો, તીહી તુલે બાદોજ આખી દેવામે આવી.’ 11તીયા ઉજવાળા લીદે આંય આંદલો વી ગેહેલો, તીયા લીદે આંય માઅ આર્યા આથ તીને દમષ્ક શેહેરુમે આલો.”
12તીહી અનન્યાહ નાવુ માંહુ આથો, તોઅ મુસા ધર્મું નિયમશાસ્ત્રા અનુસાર ચાલનારો આને પરમેહેરુ ભક્તિ કેનારો આથો, આને તીહી બાદે યહુદી લોક તીયાલે માન આપતેલે. 13તોઅ માઅ પાહી આલો, આને ઉબી રીને માને આખ્યો, ઓ પાવુહુ શાઉલ, તુ ફાચે દેખતો વેઅ; આને તીયુજ ઘેળી આંય દેખતો વી ગીયો, આને માયુહુ તીયાલે હેયો. 14તાંહા તીયાહા આખ્યો, આપુ આગલા ડાયા પરમેહેરુહુ તુલે ઈયા ખાતુરે પસંદ કેયોહો, કા તુ તીયા ઈચ્છાલે જાંય સેકો, આને ન્યાયી એટલે ખ્રિસ્તુલે હી સેકો, આને તીયા ગોઠ ઉનાયા. 15કાહાકા તુલે પરમેહેરુ વેલને બાદા લોકુ હુંબુર તીયુ ગોઠી સાક્ષી દેવુલી હાય, જીયાલે તુ ઉનાયોહો આને હેયોહો. 16આમી તુ વાઅ કાહાલ લાગવોહો? ઉઠ, બાપ્તીસ્મો લે આને ઇસુ નાવ લીને પોતા પાપુહુને તુવી ટાક.
17“જાંહા આંય યરુશાલેમુમે આવીને દેવળુમે પ્રાર્થનાકી રેહલો, તાંહા માને એક દર્શન દેખાયો. 18આને તીહમે પ્રભુ ઇસુહુ માને આખ્યો કા: ‘ઉતવાલ કીને યરુશાલેમ શેહેરુમેને નીગી જો; કાહાકા ઇહીને માંહે માઅ વિશે તુ જે સાક્ષી આપોહો તે માનનારે નાહ.’ 19તાંહા માયુહુ આખ્યો, ‘ઓ પ્રભુ, તે બાદે જાંતેહે કા આંય તોપે વિશ્વાસ કેનારાહાને જેલુમે પુરાવતલો, આને તીયાહાને સભાસ્થાનુમે ચાપકા માર થોકાવતલો. 20આને તોઅ સાક્ષી આપનારા સ્તેફનુસુ ખુન ટાકલો, તાંહા બી આંય તીહીજ ઉબલો આથો, આને ઈયુમે ગોઠીમે સહમત આથો, આને તીયાલે માઅનારા પોતળા રાખવાલી કેતલો.’ 21આને પ્રભુહુ માને આખ્યો, ‘યેરુશાલેમુમેને જાતો રેઅ: કાહાકા આંય તુલે અન્યજાતિ લોકુહી દુર-દુર મોક્લેહે.’”
22લોક ઈયુ ગોઠીહી લુગુ તીયા ઉનાતા રીયા; તાંહા મોડા આવાજુકી બોમબ્લી ઉઠયા, “ઇયાલે માય ટાકા ઓ જીવતો રેવુલો લાયક નાહ!” 23જાંહા તે બોમબ્લુતા આને ઉપર્યે પોવલે પોતળે ફેકતેલે આને ઉદલો ઉડવુતેલે. 24તાંહા સૈનિકુ ટુકડી સરદારુહુ પાઉલુલે કીલ્લામે લી જાંઅ આને ચાપકા માર ઠોકીને તીયાલે તપાસ કેરા આદેશ દેદો, કા આંય જાંય સેકુ કા લોક કેલ્લા કારણુકી પાઉલુ વિરુધુમે એહેકી બોમબ્લુતાહા. 25જાંહા તે ચાપકા માર ઠોકા ખાતુરે બાંદી રેહલા, તાંહા પાઉલુ પાહી ઉબી રેહલો સૈનિકુ સરદારુલે પાઉલુહુ આખ્યો, “કાય ઇ યોગ્યો હાય કા તુ એક ગુના વગર રોમી માંહાલે ચાપકા માર ઠોકાવોહો?” 26તાંહા સુબેદારુહુ ઇ ઉનાયને સૈનિકુ સરદારુ પાહી જાયને આખ્યો, “તુ ઇ કાય કીહો? ઓતા રોમી માંહુ હાય.” 27તાંહા સૈનિકુ ટુકળી સરદારુહુ પાઉલુ પાહી આવીને આખ્યો, “માને આખે, કાય તુ રોમી માંહુ હાય?” તીયાહા આખ્યો, “હોવ.” 28ઇ ઉનાયને સૈનિકુ ટુકળી સરદારુહુ આખ્યો, “આંય ખુબ પોયસા આપીને રોમી નાગરિક બન્યોહો” તાંહા પાઉલુહુ આખ્યો, “આંય તા જન્માહીનેજ રોમી નાગરિક હાય.” 29તાંહા જે લોક તીયાલે તપાસ કેનારા આથા, તે તુરુતુજ તીયા પાહીને હોરકી ગીયા; આને સૈનિકુ ટુકળી સરદારુહુ બી જાંય લેદો કા તોઅ રોમી હાય, આને તીયાહા તીયાલે બાંધ્યોહો, તાંહા તોઅ બી ગીયો.
મહાસભા હુંબુર પાઉલ
30બીજે દિહી સરદારુહુ પાઉલુ આથ-પાગ બાંધ્લા તે હાક્લ્યા છોડી દેધ્યા, આને મુખ્યો યાજકે આને બાદી ન્યાયસભાલે એકઠી વેરા આજ્ઞા દેદી; કાહાકા તોઅ જાંણા માગતલો, કા યહુદી લોક પાઉલુ વિરુધ કેલ્લો ગુનો લાગવી રીયાહા, તાંહા તોઅ પાઉલુલે એઠાં લી આલો, આને મહાસભા હુંબુર ઉબી રાખ્યો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in