YouVersion Logo
Search Icon

યર્મિયા 1

1
યર્મિયાને ઈશ્વરનું આમંત્રણ
1આ યર્મિયાના સંદેશા છે. તે યજ્ઞકાર કુટુંબના હિલ્કિયાનો પુત્ર હતો અને બિન્યામીનના કુળપ્રદેશના અનાથોથ નગરમાં વસતો હતો. 2યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના રાજ્યકાળને તેરમે વર્ષે#1:2 આશરે ઈ.સ. પૂર્વે 627 યર્મિયાનો જન્મ આશરે ઈ.સ. પૂર્વે 645 પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો હતો.#૨ રાજા. 22:3—23:27; ૨ કાળ. 34:8—35:19. 3યોશિયાનો પુત્ર યહોયાકીમ રાજા હતો ત્યારે ફરીથી તેને પ્રભુનો સંદેશ મળ્યો. ત્યાર પછી યોશિયાના પુત્ર સિદકિયાના રાજ્યકાળના અગિયારમા વર્ષ#1:3 આશરે ઈ.સ. પૂર્વે 587; યર્મિયા આ સમય પછી પણ સેવા બજાવતો હતો (જુઓ અયાય 40-44) સુધી તેને પ્રભુના સંદેશાઓ મળતા રહ્યા. એ વર્ષના પાંચમા મહિનામાં યરૂશાલેમના લોકોને દેશનિકાલ#1:3 બેબિલોનમાં દેશનિકાલ. કરવામાં આવ્યા હતા.#૨ રાજા. 23:36—24:7; 24:18—25:21; ૨ કાળ. 36:5-8; 11:21.
4પ્રભુએ મને કહ્યું. 5“ગર્ભસ્થાનમાં મેં તને ઘડયો તે પહેલાં મેં તને પસંદ કર્યો હતો, અને તારો જન્મ થયો તે પહેલાં મેં તને મારે માટે અલગ કર્યો હતો, અને પ્રજાઓના સંદેશવાહક તરીકે તારી નિમણૂક કરી હતી.” 6મેં ઉત્તર આપ્યો, “ઓ પ્રભુ પરમેશ્વર, મને ઉપદેશ કરતાં આવડતું નથી, હું તો હજી કિશોર જ છું.” 7પણ પ્રભુએ મને કહ્યું, “હું હજી કિશોર જ છું, એમ ન કહે; પણ જે જે લોકો વચ્ચે હું તને મોકલું ત્યાં તારે જવાનું છે અને હું તને જે જે ફરમાવું તે બધું તારે તેમને કહેવાનું છે. 8તેમનાથી બીશ નહીં; કારણ, તારું રક્ષણ કરવા હું તારી સાથે છું. હું પ્રભુ પોતે એ બોલ્યો છું.” 9પછી પ્રભુએ પોતાનો હાથ લંબાવીને મારા મુખને સ્પર્શ કરતા મને કહ્યું, “જો મારો સંદેશ મેં તારા મુખમાં મૂક્યો છે. 10આજે હું તને પ્રજાઓ અને રાષ્ટ્રોને ઉખેડી નાખવા તથા તોડી પાડવા, વિનાશ કરવા તથા ઉથલાવી નાખવા અને બાંધવા તથા રોપવાના કાર્ય પર અધિકાર આપું છું.”
બે દર્શનો
11પ્રભુએ મને પૂછયું, “યર્મિયા, તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “બદામના#1:11 ‘બદામના’ હિબૂ્ર શાકેદ; કલમ 12: ‘સજાગ’ હિબ્રૂ શોકેદ, અહીં હિબૂ્રમાં ‘શાકેદ’ અને ‘શોકેદ’ એ શબ્દોના ઉપયોગમાં કરામત છે. વૃક્ષની ડાળી.” 12પ્રભુએ કહ્યું, “તેં બરાબર જોયું છે. હું મારો સંદેશ પરિપૂર્ણ કરવા માટે સજાગ છું.” 13પછી પ્રભુએ મને બીજીવાર પૂછયું, “તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું ઉત્તર દિશામાં એક ઉકળતું વાસણ જોઉં છું અને તે આ બાજુ દક્ષિણ તરફ ઢળી રહ્યું છે.”
14પ્રભુએ મને કહ્યું, “ઉત્તર તરફથી આ દેશના સર્વ રહેવાસીઓ પર વિનાશ આવી પડશે. 15કારણ, હું ઉત્તરના બધા દેશોને બોલાવું છું. તેમના રાજાઓ યરુશાલેમના દરવાજાઓએ, તેના કોટની ચારે તરફ અને યહૂદિયાનાં નગરોની સામે પોતપોતાનું રાજ્યાસન સ્થાપશે. 16મારા લોકના પાપને લીધે હું તેમને સજા કરીશ. કારણ, તેમણે મારો ત્યાગ કરીને અન્ય દેવો સમક્ષ ધૂપ ચડાવ્યો છે અને પોતાના હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે. 17યર્મિયા, તારી કમર કાસીને તૈયાર થઈ જા. ઊઠ, હું તને ફરમાવું તે પ્રમાણે તેમને ઉપદેશ કર. તેમનાથી ગભરાઈશ નહિ, નહિ તો હું તેમની સમક્ષ તને ગભરાવી મૂકીશ. આખા દેશના બધા લોકો એટલે યહૂદિયાના રાજાઓ, અધિકારીઓ, યજ્ઞકારો અને જમીનદારો તારી સામે પડશે, પણ તેમનો સામનો કરવા માટે હું તને આજે સામર્થ્ય આપું છું. 18તું તેમની સામે કિલ્લેબંધ નગર, લોખંડી સ્તંભ અને તાંબાના કોટ જેવો થઈ પડીશ. 19તેઓ તારી સાથે લડાઈ કરશે પણ તને હરાવી શકશે નહીં, કારણ, તારું રક્ષણ કરવા હું તારી સાથે હોઈશ” હું પ્રભુ એ પોતે બોલ્યો છું.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy